Abtak Media Google News

સરકારે 33 લાખ સબ સ્ક્રાઇબર અને 30 કરોડ વ્યૂ ધરાવતી  યૂટ્યૂબ ચેનલોને જ પ્રતિબંધિત કરી દીધી: છેલ્લા 1 વર્ષમાં 100થી વધુ યૂટ્યૂબ ચેનલો પ્રતિબંધિત કરી દેવાઈ

સરકાર ડિજિટલ યોગ્ય પ્રોત્સાહન તો આપી જ રહ્યું છે પરંતુ સામે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અરાજકતા ડિજિટલ ક્ધટેન્ટ મારફતે ન ફેલાય. ત્યારે છેલ્લા એક વર્ષના સમયગાળામાં સરકારે 100 થી વધુ યૂટ્યૂબ ચેનલોને પ્રતિબંધિત કરી દીધી છે અને છેલ્લે વધુ ત્રણ યૂટ્યૂબ ચેનલો પર કાતર ફેરવી દેવામાં આવી છે. ત્યાં સુધી સરકાર દ્વારા જે યૂટ્યૂબ ચેનલોના જે ક્ધટેન્ટ હોય તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો પરંતુ હવે સંપૂર્ણ ચેનલ ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે આ તમામ ચેનલો દ્વારા ભ્રામક અને વઇમનસ્ય ફેલાવતા ક્ધટેન્ટ વાઇરલ કરવામાં આવતા હોય છે.

સરકાર દ્વારા જે ચેનલોને પ્રતિબંધિત કરવામાં આવી છે તે ચેનલોમાં 33 લાખથી વધુ સબસ્ક્રાઇબ કરો પણ હતા અને દરેક ચેનલ પાસે 30 કરોડ જેટલા વ્યુ પણ જોવા મળ્યા હતા છતાં પણ સરકારે ભ્રામક માહિતી આપતા હોવાની જાણ થતા ની સાથે જ આ યૂટ્યૂબ ચેનલને પ્રતિબંધિત કરી દીધી છે. અત્યાર સુધીના ઐતિહાસમાં પ્રથમ વખતે એવું બન્યું છે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ તમામ યૂટ્યૂબ ચેનલને એક્સપોઝ કરી હોય અને તેના ઉપર કાર્યવાહી હાથ ધરી હોય. સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ ચેનલો દ્વારા વહી મનુષ્ય ફેલાવે તેવા લોગોની સાથોસાથ ઘણી ખરી એવી ફોટો ઇમેજ પણ મૂકવામાં આવતી હતી જેનાથી સમાજમાં અરાજકતા ફેલાય.

આગામી દિવસોમાં પણ સરકાર આ તમામ યૂટ્યૂબ ચેનલ ઉપર આંકડા પગલાં લેશે એટલું જ નહીં નવા નીતિ નિયમો ની પણ અમલવારી શરૂ કરવામાં આવશે જેથી આ પ્રકારની ચેનલ દ્વારા કોઈ પણ પ્રકારે માહિતીનું આદાન-પ્રદાન ખોટી રીતે ન થાય અને લોકોને ભ્રામક માહિતી આપવામાં ન આવે. ઘણા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સરકારનો અંકુશ ન હોવાના કારણે આ તમામ ચેનલો દ્વારા મન મરજી મુજબ ક્ધટેન્ટ અપલોડ કરવામાં આવતા હતા અને તેની અસર સમાજ ઉપર પણ જોવા મળતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.