Abtak Media Google News

પોરબંદરના દરિયામાંથી રૂ.1000 કરોડનું અને જામનગરમાંથી રૂ.6 કરોડનું ડ્રગ્સ પકડી પાડતી સુરક્ષા એજન્સી, મુંબઈમાં ડ્રગ્સની ફેકટરી ઉપર પણ દરોડા

દરિયાની સુરક્ષાને લઈને સરકાર સતત હરકતમાં છે. ત્યારે હવે ડ્રગ્સનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતના દરિયા કિનારેથી પસાર કરવું લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે.સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરિયામાંથી રૂ. 1000 કરોડનું અને જામનગરમાંથી રૂ. 6 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે અને હજુ પણ આ બન્ને મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

ભારતીય નૌસેનાએ દરિયામાં એક ભારે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. નેવીએ ઈરાનથી ડ્રગ્સનો ભારે મોટો જથ્થો લઈને નીકળેલી બોટને ઝડપી પાડી છે. બોટમાંથી આશરે 1,000 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો 200 કિગ્રા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તે બોટ ઈરાનથી નીકળી હતી અને તે સમયે તેમાં 4 લોકો સવાર હતા. ત્યાર બાદ પાકિસ્તાનથી તેમાં વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેનાએ ડ્રગ્સના આ ભારે મોટા જથ્થા સાથે 6 લોકોને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Guj

જામનગરમાંથી રૂપિયા 6 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. નેવી ઇન્ટેલિજન્સ દ્વારા ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.  મુંબઈથી જામનગર શહેરમાં આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

જામનગરના શરૂ સેક્શન રોડ પર રાત્રિના સમયે આરોપી નેવી ઇન્ટેલિજન્સની ઝપટે ચડ્યો હતો. જો કે, જામનગર જિલ્લા પોલીસ આ ઓપરેશનથી અજાણ રહી હતી. નેવી ઇન્ટેલિજન્સે દ્રગ્સ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કરવામાં આવ્યો છે. જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જો કે આ શખ્સની પુછતાછ કરતા તેની પાસેથી મુંબઇની ડ્રગ્સ ફેકટરીની વિગતો મળી હતી. સુરક્ષા એજન્સીએ મુંબઈ જઈને ડ્રગ્સની ફેકટરી ઉપર દરોડો પાડ્યો છે અને ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય 3 શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતનો દરિયાકિનારો નશાના કાળા કારોબાર માટે નથી: સરકારનો સ્પષ્ટ સંદેશ

ગુજરાત સરકાર દરિયાકિનારાને સુરક્ષિત કરવા માટે છેલ્લા ઘણા સમયથી કવાયત હાથ ધરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અગાઉ આ બાબતે રાજકીય ટિપ્પણીઓ કરનારાને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે ડ્રગ્સ પકડાતું નથી. ડ્રગ્સને પકડી પાડવામાં આવે છે. બીજી તરફ સરકાર હાલ જે રીતે એક્શનમાં છે સરકારે ડ્રગ્સ માફિયાઓને સંદેશ આપી દીધો છે કે ગુજરાતનો દરિયા કિનારો નશાના કાળા કારોબાર માટે નથી.

દરિયાકાંઠાને સુરક્ષિત કરવા સરકારે રીતસર ઝુંબેશ છેડી છે

દરિયાકાંઠા વિસ્તારોની સુરક્ષા રાષ્ટ્રવ્યાપી મુદ્દો હોય, અગાઉ થયેલી ભુલોનું પુનરાવર્તન ન થાય અને દેશની સુરક્ષા ન જોખમાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ બની છે. સરકારે દરિયાકાંઠાની સુરક્ષા માટે રીતસરની ઝુંબેશ છેડી દીધી છે. જેના ભાગરૂપે સરકારે બેટ દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જેવા દરિયા કિનારાના પંથકોમાં ગેરકાયદે બાંધકામ કે જે ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા અને તેને મદદરૂપ થવાની શકયતાને ધ્યાને રાખીને તોડી પાડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.