Abtak Media Google News

સંસદના ચોમાસુ સત્રની તૈયારીઓ વચ્ચે પેન્શન બિલ સહિતના મહત્વના બિલો માટે શાસક પક્ષની કવાયત 

સંસદના ચોમાસુ સત્રની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, ચોમાસાની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે ખેતી કાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ નો માહોલ જામ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા આગામી સંસદના ચોમાસુ સત્રની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.આ વખતે કેટલાક મહત્વના ખરડાઓ માટે સરકાર ભારે ઉત્સાહ માં છે તેમાં ટેન્શન ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ ની ટકાવારી વધારવાની મંજૂરી આપતું બિલ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી ચોમાસું સત્રમાં જ ટેન્શન ક્ષેત્રે એફડીઆઇ નું પ્રમાણ 74 ટકા સુધી વધારવાનું વિધેયક લાવવામાં આવશે ગયા અઠવાડિયે સંસદે વિદેશી મૂડીરોકાણ પરમાર વીમા ક્ષેત્રમાં વધારીને 49 ટકા માંથી 74 ટકા કરવામાં આવ્યું સરકારે વીમા અધિનિયમ 1938 મ 2015ના સુધારામાં વિદેશી મૂડી રોકાણની મર્યાદા 49 ટકા કરવામાં આવી હતી તેનાથી છેલ્લા પાંચ વર્ષમાં વીમા ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ મ 26 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. સંસદના ચોમાસુ સત્રમાં બીપી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી  2013માં સુધારો કરીને અત્યારે એફડીઆઈ નું પ્રમાણ 49 ટકા છે જેમાંથી વધારો કરીને 74 ટકા જેટલું કરવામાં આવશે નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ અધિનિયમ 2015 માં સુધારો કરવામાં આવશે 15 સભ્યોની સમિતિ માંથી મોટાભાગ ના સરકારી પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા આ વિધેયકને ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે અત્યાર સુધી પેન્શન ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણની મર્યાદા રાખવામાં આવતી હતી પરંતુ કેન્દ્ર સરકારે દેશના વિકાસને વધુ વેગવાન બનાવવા અને સરળતા ઉભી કરવામાટે સરકારે તજવીજ હાથ ધરી છે સરકાર દ્વારા આગામી ચોમાસું સત્રમાં જ ટેન્શન ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની વિધેયક લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.