Abtak Media Google News

હાજર ઉમેદવારોના બેંક ખાતામાં રૂ.254 જમા થશે રકમ: કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઉમેદવારોએ બેંકની માહિતી આપવી પડશે

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે.રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને  ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા આજે  બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે  31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.

એપ્રિલમાં પરિક્ષા આવે તેવી તૈયારી આ ત્રણ મુદા પર વિઘાર્થીઓના હિતમાં ધ્યાન કેન્દ્રીત કરીશુ. સૌ પ્રથમ તો પેપરલીક ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બીજુ પરિક્ષામાં અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને ખાસ કરીને પરિક્ષા પછી પારદર્શક રીતે પરિણામ આપવાનો પુરો પ્રયાસ કરવામા આવશે. આ સાથે ધ્યાન રાખવામા આવશે કે, જે પરિક્ષા આપતા વિધાર્થીઓ છે તેની સાથે યોગ્ય કોમ્યુનિકેશન જળવાઇ રહે, જેમાં તેને સતત યોગ્ય અપડેટ અને માર્ગદર્શન મળતુ રહે તે મુજબ પ્રયાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.