સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર ગઈ કાલે રવિવારે 23 ફેબ્રુઆરીના રોજ સાયલા-લીંબડી વચ્ચે મોરવાડ ગામ નજીક ટેમ્પો ટ્રાવેલર્સ અને ડમ્પર વચ્ચે અક*સ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મો*ત નીપજ્યા છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક મો*ત થતા મૃત્યુઆંક વધીને 6 થયો છે. જ્યારે 4 વ્યક્તિઓ હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટેમ્પો ટ્રાવેલરમાં ડ્રાઈવર તથા પશ્ચિમ બંગાળના પરિવારના 9 સભ્યો હતા.
ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ટક્કર
અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના નજીક ગમખ્વાર અ*કસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે.
5 વ્યક્તિના ઘટના સ્થળે જ મો*ત
લીંબડી રાજકોટ હાઈવે પર આજે એક ગોઝારી ઘટના બની છે. મોરવાડ ગામ નજીક બ્રિજ પર ડમ્પર અને મીની ખાનગી ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મો*ત નિપજ્યા છે. આ અકસ્માતમાં 10 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ કરૂણ અ*કસ્માત અમદાવાદ રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર બન્યો હતો. રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી મીની બસ અને સામેથી આવી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અ*કસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બસમાં સવાર અન્ય મુસાફરોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની પાંચથી છ ગાડીઓ દ્વારા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃ*તકોની ઓળખવિધિ શરૂ કરી દેવામાં આવી છે અને અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ટેમ્પો ટ્રાવેલરમાં સવાર પશ્ચિમ બંગાળના પ્રવાસીઓના નામ
1. સોમનાથ તાહ (50) બર્દવાન
2. મુકુલ તાહ (48) બર્દવાન
3.નિકટ તાહ (25) બર્દવાન
4. રિમ્પા હઝરા (25) બર્દવાન
5. રીટા મુખોપાધ્યાય (51) બર્દવાન
6. ડેબાબ્રાતા મુખોપાધ્યાય (62) બર્દવાન
7.રિત્વાબ્રાતા મુખોપાધ્યાય (24) બર્દવાન
8. મનાબેન્દ્ર ચેટર્જી (64) આસનસોલ
9.શુકલા ચેટર્જી (55) આસનસોલ