કુદરતની કૃપા એટલે “મેથેમેટિક્સ: આજે નેશનલ મેથેમેટિક્સ ડે

અત્ર, તત્ર અને સર્વત્ર ગણિતનું અસ્તિત્વ

આજે ૨૨ ડિસેમ્બર એટલે નેશનલ મેથેમેટિક્સ ડે….. હકિકતમાં તો કુદરતની જ કૃપા એટલે “મેથેમેટિક્સ”. કુદરતે બધાને પોઝિટિવિટી જ આપી છે કોઈ ને નકારાત્મકતા નથી આપી પરંતુ જ્યાં જ્યાં આપણી સમજણમાં ફેર થાય અથવા તો ગેરસમજણો ઉભી થાય તો જ નકારાત્મકતા જન્મ લે છે. આવી જ રીતે મનોવિજ્ઞાન, અકડયાત્મકતા, જીવ વિજ્ઞાન અને તત્વજ્ઞાનથી જ ગણિતનો ઉદભવ થયો છે.

જ્યારે બાળક જન્મ લે એ પહેલાં જ તેની પોષણની વ્યવસ્થા વૃદ્ધિ, વિકાસ અને આખા જીવનની વ્યવસ્થા કરીને પછી જ અવતાર આપે છે. કુદરત ક્યારેય કોઈ વસ્તુની કચાસ રાખતું નથી. કુદરત ક્યારેય કોઈથી રૂઠતું નથી આપણા કર્મ જો એવા નકારાત્મક હશે તો જ કુદરત રૂઠે છે.

જીવનમાં કુદરતે ફક્ત ને ફક્ત સરવાળો જ આપ્યો છે. માણસના જન્મથી લઇ મરણ સુધી આપણે જો સકારાત્મક રહીએ તો બધું સારૂ જ થશે તે નક્કી છે.પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી ગેરસમજણો અને વાદ-વિવાદને લીધે આપણે આપણા કર્મથી હેરાન થતાં હોય છીએ પરંતુ જો ગણિતની જેમ જીવનમાં પણ પ્લસ એટલે કે પોઝિટિવ રહીએ તો જીવન ખૂબ જ સરળ બની જાય.

જીવનમાં કોઈ ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી કરવાની જરૂર નથી જો આવી રીતે સકારાત્મકતાથી જીવન જીવાય તો લાઇફમાં કોઈ જ અડચણ નહીં આવે.બધું પ્લસ જ થશે.

રાષ્ટ્રીય ગણિત દિવસ રર ડિસેમ્બરના રોજ ઉજવાય છે. આજે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ છે. જેની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે. તેમણે ૧ર વર્ષ ની ઉમંરે ત્રિકોણ મિતિમાં મોહર કરી દીધી અને કોઇપણ સહાયતા વિના પોતાના પર ઘણા પ્રમેયો વિકસાવ્યા.