વેરાવળમાં સસ્તા અનાજની દુકાનો દ્રારા રેશનકાર્ડ ધારકોને આનાજ વિતરણ કરાયું

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૭ મે થી અનાજ વિતરણ શરૂ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણા દાળ અને ૧ કિલો ખાંડ વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યું છે. વેરાવળમાં સસ્તા અનાજની દુકાનો દ્રારા પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આી રહ્યું છે.

વેરાવળના નવા રબારી વાડામાં સસ્તા અનાજની દુકાનના ધરાવતા પ્રકાશ મોહનલાલ ખીમાણીને ત્યાં કુલ ૨૩૭૪ રેશનકાર્ડ ધારકો નોંધણી થયેલ છે. તેમાં ૧૧૪૯ નોન એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. આ દુકાનેથી પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને લોકડાઉનમા સરકારે નક્કી કરેલા નિયમ મુજબ અનાજ આપવામાં આવી રહ્યું છે. બાકી રહેલા પાત્રતા ધરાવતા કાર્ડધારકોને ૧3 મે પછી વહેલી તકે અનાજ આપવામા આવશે.

લાભાર્થી મેહુલભાઈ કારીયાએ જણાવ્યું હતું કે, હું વેરાવળનો રહેવાસી છું. મારા રેશનકાર્ડ પરથી નવા રબારી વાડામાં આવેલ સસ્તા અનાજની દુકાનેથી અનાજ આપવામાં આવ્યું છે. લોકડાઉનમાં ગુજરાત સરકાર દ્રારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજ આપવામાં આવી રહ્યું છે. તે સરકારનું સરસ કાર્ય છે. મને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઘઉં, ચોખા, ખાંડ અને ચણાદાળ આપવામાં આવી હતી. સરકારે ગુણવત્તાયુક્ત સારુ અનાજ આપ્યું છે જેનાથી મને સંતોષ છે.