Abtak Media Google News
રાષ્ટ્રિય પંચાયત દિન નિમિતે મોરબી જિલ્લાના ગામોમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની અને પંચાયત-પદાધિકારીઓની ઉપસ્થિતમાં ગ્રામસભાનું આયોજન થયું હું જે અંતર્ગત મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ ખાતેની પ્રાથમિક શાળામાં આજે બપોરે મોરબી જિલ્લાના સહાયક માહિતી નિયામકની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી.બેઠક બાદ વડાપ્રધાનનું મંડલા મધ્યપ્રદેશથી સીધું લાઇવ પ્રસારણ રજુ થયું હતું જેને ગ્રામજનો શાંતિ પુર્વક સાભળ્યું હતું આમ મોરબી તાલુકામાં ૧૦૧ ગામોમા ગ્રામસભા યોજાઇ હતી.
ગ્રામસભામાં સહાયક માહિતી નિયામક વી.બી. જાડેજાએ ઉપસ્થિત  પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજજવલા યોજના, ઉજાલા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત વીમા યોજના, મા અમૃતમ યોજના તેમજ શિક્ષણને લગતી યોજનાઓની વિસ્તૃત જાણકારી આાપી હતી.
ગ્રામસભામાં જાડેજાએ વિવિધ સરકારની યોજના અંતર્ગત  થયેલ, ભુર્ગભ ગટર, વ્યકિતગત સૌચાલય પાણી પાઇપ લાઇનના કામો, આવાસ યોજનાઓના કામો અંગેની જાણકારી મેળવી હતી. તેમજ ગ્રામ્ય સરપંચ અને ઉપસરપંચ દવારા પ્રાથમિક શાળા કંપ્પાઉન્ડમાં પેવરબ્લોક પાથરવા તથા રફાળેશ્વર પ્રાથમિક શાળાના  ઝર્ઝરિત શાળાના ઓરડાઓને તોડી પાડવાની મંજુરી મળવા અંગેના પ્રશ્નો રજુ થયા હતા.
ગ્રામસભામાં નવા જાંબુડીયા ગામમાં સરપંચ  રમેશભાઇ પાંચીયાએ ભુગર્ભગટર, સી.સી. રોડ, સૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ છે. તથા શાળાના આચાર્ય નયનભાઇ ભોજાણીએ પ્રાથમિક શાળાના ૧૫ શિક્ષકોનો સ્ટાફ તથા ૫૪૦ બાળકો ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરી રહયા હોવાનું જણાવ્યુ હતું.
ગ્રામસભામાં રેવન્યુ તલાટી જી.આર. બોસીયા, ઉપ સરપંચ શીવુભા રમુભા ગઢવી, પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજીભાઇ ખરા, આરોગ્ય વર્કરો તથા ગ્રામ્ય ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.