Abtak Media Google News

ગઈ કાલે તા.22 ના રોજ આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી વિવિધ આયોજનોની શ્રૃંખલામાં આર્યસમાજ હાથીખાના તથા આર્યસમાજ માયાણીનગર આર્ય સમાજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આર્ય સમાજના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સવારે 6 કલાકે કિસાનપરાચોકથી લાફિંગ ક્લબ સુધી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે 7 કલાકે લાફિંગ ક્લબ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે યજ્ઞ, ભજન, પ્રવચનનું આયોજન સરદારનગર કોમ્યુનિટી હોલ સરદારનગર સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સોનીપત હરિયાણાથી પધારેલા દર્શનાચાર્ય  પૂ.અજયજી આર્યએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રતિપદા એટલે નવું વર્ષ, ચૈત્ર શુકલ પ્રતિપ્રદા એટલે સમગ્ર સૃષ્ટીનું નવ વર્ષ,  આજના દિવસે સર્વપ્રથમ માનવીએ પ્રૃથ્વી પર જન્મ લીધો હતો અને માનવીને વેદ સ્વરૂપે પ્રજ્ઞા (બુધ્ધિ) મળી જેના થકી માનવી આજે આજે આટલો વિકાસશીલ બન્યો છે.બુધ્ધિના કાર્યો તપસ્યા માંગે છે. એ તપસ્યા થોડીક અધરી છે અને આપણા પૂર્વજોએ કરી છે, એના ફળ આપણે મેળવી રહ્યા છીએ. આપણે તપસ્યા કરશું તેના ફળ આપણી આવનારી પેઢીને આપીને જવાનું છે. માનવમાત્રના સર્વાંગીણ વિકાસની અને ઉન્નતિની પવિત્ર ભાવનાથી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી તથા પૂ.અજયજીએ વેદોની મહત્તા સમજાવી તેનું પાલન કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

Vlcsnap 2023 03 23 10H13M50S390

આ તકે મ્યુનિ.કોર્પોરેશનના દંડક સુરેન્દ્રસિંહ વાળા,આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રી બેન ડોડીયા, મંત્રી ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્ય સમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર,આર્યસમાજ જામનગરના મંત્રી મહેશભાઈ રામાણી,આર્યસમાજ ટંકારા ના પ્રમુખ ભગવાનજી ભાઈ ભીમાણી તથા મંત્રી દેવકુમાર પડસુંબિયા,ઉપદેશક મહાવિદ્યાલય ટંકારાના આચાર્ય રામદેવજી શાસ્ત્રી,વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા તથા અનેક ઉદ્યોગપતિ તેમજ આર્ય ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા તથા આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ આર્યસમાજના પ્રમુખ રણજિતસિંહ પરમાર, ઉપપ્રમુખ નટવરસિંહ પરમાર,મંત્રી વિજયભાઈ બોરીચા,સહમંત્રી મૌલીકભાઈ ડોડીયા,કોષાધ્યક્ષ વલ્લભભાઈ પીપરીયા તેમજ આર્યસમાજના પુરોહિતો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.

આર્ય સમાજના સંસ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી વિવિધ આયોજનોની શ્રૃંખલામાં આર્યસમાજ, હાથીખાના તથા આર્યસમાજ-માયાણીનગર રાજકોટ દ્વારા તા. 22મી માર્ચને બુધવારના રોજ, આર્ય સમાજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સોનીપત હરિયાણાથી પધારેલા દર્શનાચાર્ય શ્રી પૂ. અજયજી આર્ય એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રતિપદા એટલે નવું વર્ષ, ચૈત્ર શુકલ પ્રતિપ્રદા એટલે સમગ્ર સૃષ્ટીનું નવ વર્ષ,  આજના દિવસે સર્વપ્રથમ માનવીએ પ્રૃથ્વી પર જન્મ લીધો હતો અને માનવીને વેદ સ્વરૂપે પ્રજ્ઞા (બુધ્ધિ) મળી જેના થકી માનવી આજે આજે આટલો વિકાસશીલ બન્યો છે. બુધ્ધિના કાર્યો તપસ્યા માંગે છે. એ તપસ્યા થોડીક અધરી છે અને આપણા પૂર્વજોએ કરી છે, એના ફળ આપણે મેળવી રહ્યા છીએ. આપણે તપસ્યા કરશું તેના ફળ આપણી આવનારી પેઢીને આપીને જવાનું છે. માનવમાત્રના સર્વાંગીણ વિકાસની અને ઉન્નતિની પવિત્ર ભાવનાથી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ તા. 7 એપ્રિલ 1875, ચૈત્ર સુદ એકમ, વિક્રમ સંવત 1931ના રોજ આર્ય સમાજ નામના મહાન સંગઠનની સ્થાપના કરી હતી.

શ્રી પૂ. અજયજી એ વેદોની મહત્તા સમજાવી તેનું પાલન કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આર્ય સમાજના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજરોજ સવારે 6 કલાકે કિસાનપરા ચોકથી લાફિંગ ક્લબ સુધી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.  સવારે 7 કલાકે લાફિંગ ક્લબ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5.30થી 8 વાગ્યા સુધી યજ્ઞ, ભજન, પ્રવચનનું આયોજન  સરદારનગર કોમ્યુનિટી હોલ, સરદારનગર સોસાયટી, પટેલ બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે મ્યુનિ. કોર્પોરેશનના દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા,આરોગ્ય સમિતિ ના ચેરમેન બહેન શ્રી રાજેશ્રી બેન ડોડીયા, મંત્રીશ્રી ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્ય સમાજ જામનગરના પ્રમુખશ્રી દીપકભાઈ ઠક્કર, આર્યસમાજ જામનગરના મંત્રી શ્રી મહેશભાઈ રામાની,આર્યસમાજ ટંકારા ના પ્રમુખ શ્રી ભગવાનજી ભાઈ ભીમાણી તથા મંત્રી શ્રી દેવકુમાર પડસુંબિયા,ઉપદેશક મહાવિદ્યાલય ટંકારા ના આચાર્ય શ્રી રામદેવજી શાસ્ત્રી, વિજ્ઞાન જાથાના પ્રમુખ શ્રી જયંત પંડ્યા તથા અનેક ઉદ્યોગપતિ તેમજ આર્ય ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ આર્યસમાજના પ્રમુખશ્રી રણજિતસિંહ પરમાર,  ઉપપ્રમુખ શ્રી નટવરસિંહ પરમાર મંત્રીશ્રી વિજયભાઈ બોરીચા, સહમંત્રીશ્રી મૌલીકભાઈ ડોડીયા, કોષાધ્યક્ષ શ્રી વલ્લભભાઈ પીપરીયા તેમજ આર્યસમાજ ના પુરોહિતો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.

 

બહોળી સંખ્યામાં આર્ય ભાઈઓ તથા બહેનો ઉપસ્થિતિ રહયા: નટવરસિંહ પરમાર

Vlcsnap 2023 03 23 10H12M32S740

આર્યસમાજ રાજકોટના ઉપપ્રમુખ નટવરસિંહ પરમાર અબતકને જણાવે છે કે,આજરોજ 149માં આર્ય સમાજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારે પ્રભાતફેરીનું તથા સાંજે યજ્ઞ, ભજન અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે 6 કલાકે કિસાનપરાચોકથી લાફિંગ ક્લબ સુધી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે 7 કલાકે લાફિંગ ક્લબ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે યજ્ઞ, ભજન, પ્રવચનનું આયોજન સરદારનગર કોમ્યુનિટી હોલ સરદારનગર સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું.આર્યસમાજના પુરોહિતો, કાર્યકરો હાજર આર્ય ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા.

 

સંપૂર્ણ માનવ સમાજની ઉત્પત્તિનો એક જ કાળ છે: દર્શનાચાર્ય અજયઆર્ય

Vlcsnap 2023 03 23 10H12M41S081

અબતક સાથેની વાતચીતમાં આર્ય સમાજના પ્રચારક દર્શનાચાર્ય અજયઆર્ય જણાવે છે કે, ચૈત્ર શુકલ પ્રતિપ્રદાને સમગ્ર સૃષ્ટીના નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ.સૃષ્ટિમાં જેનો જન્મ થયો છે તેની કોઈ તિથિ,વાર,તારીખ તો હોય જ છે એ જ રીતે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કહીએ,માનવ સમાજની ઉત્પતિ કહીએ કે વેદોનું ધરતી પર અવતરણ કહીએ,આ સમસ્ત પ્રકૃતિની ઉત્પત્તિના સમયને આપણે આજે મનાવી રહ્યા છીએ.એક અરબ છનું કરોડ આઠ લાખ છપ્પન હજાર એક સો ત્રેવીસ વર્ષ આજે પૂરા કરી રહી છે.સંપૂર્ણ માનવ સમાજની ઉત્પત્તિનો એક જ કાળ છે એ લોકોને સમજાવવું અને લોકો આ વાતને જાણી શકે એ ઉદ્દેશ્યથી આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે.આજના દિવસે સર્વપ્રથમ માનવીએ પ્રૃથ્વી પર જન્મ લીધો હતો અને માનવીને વેદ સ્વરૂપે પ્રજ્ઞા (બુધ્ધિ) મળી જેના થકી માનવી આજે આજે આટલો વિકાસશીલ બન્યો છે.બુધ્ધિના કાર્યો તપસ્યા માંગે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.