Abtak Media Google News

નેવીના જવાનો દ્વારા  હેરતઅંગેઝ કરતબો અને પીટીના દાવ કરાયા

જામનગર આઈએનએસ વાલસુરા નેવી દ્વારા નેવી ડે નિમિતે બિટિંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવી ના જવાનો દ્વારા હેરતઅંગેઝ કરતબો અને પીટી ના દાવ કરવામાં આવ્યા હતા

જામનગર આઈએનએસ નેવી દ્વારા આઈએનએસ નેવી વાલસુરા ખાતે બિટિંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું નેવી વીક ના ઉજવણી ના ભાગરૂપે બિટિંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમની માં નેવી ના જવાનો દ્વારા નેવલ બેન્ડ કોન્ટ્યુનીતિ ડ્રિલ, પીટી ના દાવ અને મશાલ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું

ઉપરાંત નેવી બેન્ડ માં કર્નલ બોગી, વંદે માતરમ, જય ભારતી જેવી વિવિધ ધુનો વગાડી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ સનસેટ સેરેમની માં નેવી નો ધ્વજ ચડાવી ને ફટાકડા ફોડી દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં નેવી ના કમાન્ડિંગ ઓફિસર જે.એસ.ધનોઆ, એરફોર્સ કામાંડિંગ ઓફિસર , જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સહિત ના લોકો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.