Abtak Media Google News

રાણીસાહેબા ઓફ ગોંડલ અને  ધારાસભ્ય ગીતાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે

સતત ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ તેમજ મહિલા સશક્તિકરણની અભિવ્યક્તિને અનોખી રીતે રજૂઆત અને જરૂરિયાત પૂરતી વ્યાવહારિક ધારા-ધોરણની પ્રસ્તુતિ સાથે રાઈઝીંગ રાજપુતાનીઝ ગ્રુપ દ્વારા દિવાળીના શુભ પર્વ નિમિત્તે તા. 7 અને 8 ઓક્ટોબરના રોજ સવારના 10 થી સાંજના 8 સુધી આર. એફ. સી., રાજહંસ પાર્ટી પ્લોટ, સયાજી હોટલ પાછળ, રાજકોટ ખાતે બે દિવસીય ભવ્ય શોપિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. ટીમ રાઈઝીંગ રાજપુતાની દ્વારા રાજકોટની રંગીલી જનતાને આ શોપિંગ કાર્નિવલમાં પરિવાર, સગા -સંબંધી અને મિત્રો સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

7 તારીખ ને શુક્રવારના રોજ સવારના 10:00 કલાકે રાઈઝીંગ રાજપુતાની ગ્રુપના દિવાળી શોપિંગ કાર્નિવલના ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાણીસાહેબ  ગૌરીરાજયલક્ષ્મીદેવી ઓફ ગોંડલ (હવા મહેલ) તેમજ ગોંડલના  ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. નાની મોટી સંસ્થાના મહિલા પ્રમુખની હાજરી નોંધનીય બની રહેશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં મહિલા સંચાલિત નાના-મોટા ગૃહ ઉદ્યોગો તેમજ પ્રદર્શકો બહોળી સંખ્યામાં  નિહાળશે

જેમાં રાજકોટની જનતા વ્યાજબી ભાવે અનેક વસ્તુઓ જોવા-ખરીદવાનો લાભ લઈ શકશે. જેમાં સોના-ચાંદીના દાગીના સાથે રીયલ ડાયમંડ જ્વેલરી, દિવાળી આઈટમ, રાજપુતી પોશાક તેમજ મેરેજ કલેક્શન, પાઘડી, રજવાડી મોજડી, કસ્ટમાઇઝ જ્વેલરી, સુશોભનની વસ્તુઓ આકર્ષણ રૂપ બની રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાર્ગવીબા ગોહિલ, શિવાનીબા ગોહિલ, કિરણબા જાડેજા અને અન્નપૂર્ણા વાઘેલા સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. નં. 9099096499 પર સંપર્ક કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.