હનુમાન જયંતિ નિમિતે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ગુરૂવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

પ1 થી વધુ ફલોટસ સાથે યાત્રા રાજમાર્ગો પર ફરી ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરે પૂર્ણ થશે: આયોજકોએ લીધી ‘અબતક’ની મુલાકાત

રાજકોટમાં શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 1પમાં વર્ષે હનુમાન જન્મોત્સવ રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. આ યાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય બનાવવા રાજકોટની 100 થી વધુ હિન્દુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે અને યાત્રાને વધુ વિશાળ બનાવવાના પ્રયાસ  કરી રહી છે.શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ વર્ષમાં એક વખત હનુમાન જન્મ મહોત્સવના દિવસે રાજકોટના રાજ માર્ગો પર નગરયાત્રાએ નીકળીને લોકોની મનોકામના પુર્ણ કરી છે. લોકો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

બડા બજરંગ ફાઉન્ડેશન  દ્વારા શોભાયાત્રાના આયોજનનો એક હેતુ એવો છે કે સમગ્ર સમાજનું સંગઠન થાય અને હિંદુ ધર્મનો વર્ગ જે પશ્ર્ચિમી સંસ્કૃતી તરફ આકર્ષા ઇ રહ્યો છે. તેને જાણવવા કે સનાતન ધર્મના તહેવારો પશ્ર્ચિમી સંસ્કૃતી કરતા પણ ભવ્ય રીતે ઉજવી શકાય છે.આ શોભાયાત્રાની શરુઆત માત્ર 10 ફલોટથી કરવામાં આવી હતી જે આજ 60 થી પણ વધુ ફલોટે યોગી  છે જેનો એક માત્ર ઉદે ભાઇચારાની ભાવના, ધર્મ પ્રત્યયનું સંગઠન જે શોભાયાત્રામાં જોવા મળે છે અને દાદાના આર્શિવાદથી નિરસ્વાર્થ કાર્ય કરવામાં આવે છે.ત્યારે બડા બજરંગફાઉન્ડેશન આયોજીત યાત્રામાં આશરે પ1 થી વધુ આકર્ષણ ફલોટસ જોડાશે જેમાં 51 ફુટનો ભગવો ઘ્વજ લઇને ભકતો ચાલશે. બડા બજરંગ દાદાની મૂર્તિ જે રાજમાર્ગો પર રજવાડી રથમાં નીકળશે જેની સાથે લોકોની શ્રઘ્ધા જોડાયેલી છે. જ રજવાડી રથને રસ્સા દ્વારા ખેચવામાં આવશે.

108 કિલોનો મણીદાનો પ્રસાદ શોભાયાત્રાના રૂટમાં આપવામાં આવશે. ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પવર્ષાથી તેમજ ફટાકડા ફોડી યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યાત્રાના સમગ્ર રૂટ પર ઠંડા પીણા, શરબત, છાશ, પ્રસાદની વ્યવસ્થા ભકતો દ્વારા કરવામાં આવશે.બડા બજરંગ ફાઉન્ડેશનના ભુદેવ એવા અજય મહારાજ અને સાધુ સંતોના શુભ હસ્તે અને વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનું પ્રસ્થાન થશે.યાત્રાનો રૂટ તા. 6 એપ્રિલને ગુરુવારે સવારે 8.30 કલાકેથી બડા બજરંગ હનુમાનજી મંદિરથી રામનાથપરા-16 થી યાત્રાનો પ્રારંભ થશે.

જે બડા બજરંગ ચોક, રામનાથપરા મેઇન રોડથી ગરુડ ગરબી ચોક થઇને વિરાણી વાડી રોડથી હાથીખાના મેઇન રોડ, કેનાલ રોડથી ગુંદાવાડી પોલીસ ચછકી થઇને, પેલેસ રોડથી સંતોષ ડેરી સામેનો રોડ થઇ, કરણપરા ચોકથી પ્રહલાદ મેઇન રોડ, ભુપેન્દ્ર રોડથી શ્રી બાલાજી મંદિરે ખાતે યાત્રાની પુર્ણાહુતિ થશે. ત્યારે આજરોજ કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, વિશાલ કવા, રવિ ભટ્ટી, સહદેવસિંહ ડોડીયા, ઋષભભાઇ દેવડા, રાજા જાદવ, અંકિત બોસમીયા, મીત જાદવ, યશ આડેસરા, ચીરાગ જોશી, અજય મકવાણા અને વિકમભાઇ ડાંગરએ વિગત આપવા ‘અબતક’ ની મુલાકાત લીધી હતી.