Abtak Media Google News

પૂજ્ય લાલબાપુએ એકતા યાત્રાને આવકારી ફૂલહાર કર્યું

ભારતમાં ક્ષત્રિય સમાજમાં સૌથી વિશાળ સંગઠન ધરાવતા રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજમાં વિવિધ ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે કચ્છ માતાના મઢથી સોમનાથ સુધીની 2000 કિલો મીટર આયોજન એકતા યાત્રા ઉપલેટા, ભાયાવદર, ગધેથર ગામે પહોંચતા વિવિધ જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ગુજરાતના સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી ક્ષત્રિય સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને ક્ષત્રિય સમાજમાં સામાજીક, રાજકીય તથા શૈક્ષણિક જાગૃત્તિ આવે તથા નાના મોટા કુરિવાજો નાબૂદ થાય તેવા ઉદેશથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા બે હજાર કિલો મીટર એકતા યાત્રા આજે તાલુકાના ભાયાવદર ગામે આવી પહોંચતા તા.જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ જાડેજા, ઉપલેટા ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયદેવભાઇ વાળા, આઇ.ડી.જાડેજા, ઘનશ્યામસિંહ ગોહિલ, તાલુકા કરણી સેનાના પ્રમુખ મહાવીરસિંહ વાળા, યુવક મંડળના યુવરાજસિંહ ચુડાસમા, સુધિરસિંહ સોલંકી, કૃષ્ણસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઢેર સહિતના યુવાનોએ ભવ્ય સ્વાગત કરાયુ હતું.

Capture 22

ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કરણી સેનાના આગેવાનો દ્વારા ભાયાવદરમાં ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતીમાને ફૂલહાર કરેલ હતા જ્યારે ભાયાવદરમાં ભાજપના આગેવાનો અતુલભાઇ વાછાણી, સરજુભાઇ માકડીયા, વી.સી.વેગડા, ગીરીશભાઇ રામાણી, રમણીકભાઇ સતવારા, પ્રવિણભાઇ લવા સહિત વિવિધ સમાજના આગેવાનોએ એકતા યાત્રાનું સ્વાગત કરી ફૂલહાર કરેલા હતા. એકતા યાત્રા ઉપલેટા થઇ ગધેથર ગામે ગાયત્રી આશ્રમ આવતા ત્યાં મંદિરના મહંત પૂ.લાલ બાપુ, સમાજ શ્રેષ્ઠી હકુભા વાળા, રણુભા જાડેજા, નગર પ્રાથમીક શિક્ષણ સમિતના ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા સહિતનાઓએ ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રમુખ જે.પી.જાડેજા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, તાલુકા કરણી સેનાના પ્રમુખ મહાવીરસિંહ વાળા સહિતનાઓનું ફુલહાર કરી એકતા યાત્રાને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.