- બેટ દ્વારકામાં સતત સાતમાં દિવસે પણ ડિમોલીશન ચાલુ
- 370થી વધુ દબાણોનો સફાયો બોલાવી દેવાયો
બેટ દ્વારકામાં આજે સતત સાતમા દિવસે ડિમોલીશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવી હતી. 370થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 55 કરોડથી વધુની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. અંદાજે 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યું હતું. આગામી એકાદ-બે દિવસ હજી દબાણ હટાવ કામગીરી ચાલુ જ રાખવામાં આવશે. બીજી તરફ ડિમોલીશન બાદ ફરી દબાણો ન ખડકાય જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.
બેટ દ્વારકા યાત્રાધામમાં 11મી જાન્યુઆરીથી શરૂ કરાયેલ મેગા ડીમોલીશનની કામગીરી આજે છઠ્ઠા દિવસે પણ યથાવત રહી હતી અને બેટના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર તેમજ ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અત્યાર સુધીમાં આશરે 350થી વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરી આશરે પંચાવન કરોડ રૂપિયાની એક લાખ ચોરસ મીટર સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.