- દાદાનું બુલડોઝર સુરતમાં આર્સેલર મિત્તલ કંપનીના 8,35,000 ચોરસ મીટર દબાણ ઉપર 30 વર્ષ થવા છતાં ચાલતું કેમ નથી: અમિત ચાવડાનો સવાલ
- સુરતમાં આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 8,35,745 ચો.મી. જમીન ઉપર 30 વર્ષ કરતા વધુ સમયથી દબાણ કરેલ છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થીત મુહિમ કરી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના નામે ઘર ઉપર ચાલે છે જ્યારે ઉદ્યોગપતિ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું. એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોઈ ત્યાં રબારી સમાજના લોકોના ઘર પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવનગરમાં ચાલે, પાલનપૂરમાં ગરીબોના ઘર ઉપર ચાલે કે દ્વારકા હોય, આણંદ હોય સરકારની ગરીબો હટાવવાની નીતિ પર આક્ષેપ કર્યો હતો. સુરત જિલ્લામાં લગભગ 8,35,745 ચોરસ મીટર પર આર્સેલર મિત્તલ કંપનીઓ દ્વારા એક વર્ષથી નહી. 30 વર્ષ, 38 વર્ષ, 36 વર્ષ, 33 વર્ષ થી 32 વર્ષથી કે 30 વર્ષ કરતાં વધારે સમયથી આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી. સુરત જિલ્લા એકલામાં જ 20,100,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓનાં દબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના નામે ઘર ઉપર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓ અને ભાજપના મળતીયાઓના દબાણ ઉપર બુલડોઝર ચાલતું નથી.
અમિત ચાવડાએ જણાવ્યું કે આ બુલડોઝર ઉદ્યોગપતિઓના દબાણ ઉપર પણ ચલાવો અને ભાજપના મળતીયાઓ ઉપર ચલાવો. દાદાનું બુલડોઝર જ્યાં ઉદ્યોગપતિઓ અને ભાજપના મળતીયાઓના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલાં માટે જ દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે પણ દાદા ઉદ્યોગપતિઓ અને ભાજપના મળતીયાઓના માટે મૃદુ બની જાય છે.