Abtak Media Google News

એક મહિના જેટલો સમય થયો છતાં આરોગ્ય અધિકારીએ બેદરકાર બનીને કોઈ વસ્તુની ખરીદી ન કરતા સભ્યોમાં રોષ કોરોનાની મહામારી સામેના જંગમાં

કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળમાંથી રૂ. ૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી પરંતુ આરોગ્ય અધિકારીએ એક મહિનો થયો હોવા છતાં બેદરકાર બનીને કોઈ વસ્તુની ખરીદી ન કરતા સભ્યોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલ કોરોનાનું સંકટ સમગ્ર જિલ્લા ઉપર ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ સંકટને અટકાવવા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સુધી માસ્ક, સેનિટાઈઝર,કિટ સહિતની ચીજ વસ્તુઓ પહોચે તે માટે જિલ્લા પંચાયતનાં સભ્યોએ રૂ.૪૮.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી આ ગ્રાન્ટ ફાળવ્યાને એક મહિના જેટલો સમય વિત્યો છે. છતા આજ દિન સુધી કોઈ પણ વસ્તુની ખરીદી થઈ નથી. આરોગ્ય અધિકારીની આ ગંભીર બેદરકારી બદલ સભ્યો રોષે ભરાયા છે. સભ્યો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વખ્તો વખત આ ગ્રાન્ટનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે. પરંતુ આરોગ્ય અધિકારીએ માત્ર બહાને બાજી કરવામાં આવી રહી છે.

આરોગ્ય અધિકારીની અણધડ નીતિના કારણે હજુ ગ્રાન્ટ વપરાઈ નથી: અર્જુનભાઈ ખાટરીયા

Vlcsnap 2020 05 15 13H16M26S050

રાજકોટ જિલ્લા પંચાયતના વરિષ્ટ સદસ્ય અર્જુનભાઈ ખાટરીયાએ મીડીયા સમક્ષ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુકે સમગ્ર વિશ્ર્વમાં જયારે કોરોનાની મહામારી છે. ત્યારે જીલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના દરેક સભ્યએ સાથે મળીને નિર્ણય કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં એ સ્વભંડોળની ગ્રાન્ટ કોરોના સામેના જંગમાં વાપરવામાં છે. આરોગ્ય વિભાગની અણધણ નીતિ ને કારણે અત્યાર સુધી અમે ફાળવેલી ગ્રાન્ટનું કોઈ નિરાકરણ થયેલું નથી વહીવટી એસ્ટીમેન્ટ થયેલું છે. પણ અધિકારી પોતે રસ લઈને જે ગ્રાન્ટ વાપરવાની હોય તે હજુ સુધી નિર્ણય કરી શકાયો નથી આરોગ્ય અધિકારી વહીવટી બાબતમાં કયાંકને કયાંક કાચા પડયા છે જેનાથી તમામ સહયોગબમાં ખૂબ રોષ છે. ઝડપથી આ ગ્રાન્ટ કોરોનાની મહામારી વચ્ચે વપરાશમાં આવે તેવી મહેનત અમારા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય વિભાગની આળસના કારણે તે ગ્રાન્ટ વપરાતી નથી સમિતિ બનાવીને કામ મોડુ કરવામાં આરોગ્ય અધિકારીઓનો મુખ્ય રોલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.