Abtak Media Google News

ઓનલાઇન વિન્ડો પર સાઇકલ ખરીદનારને સબસિડી આપવા અરજી સ્વીકારવાનું દસ દિવસથી બંધ

રાજકોટવાસીઓ સાઇકલ ખરીદવા માટે પ્રોત્સાહિત થાય તેવા આશય સાથે કોર્પોરેશન દ્વારા બે વર્ષથી સાઇકલ ખરીદનારને ૧૦૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. ગત વર્ષે બજેટમાં એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી જેની સામે માત્ર ૧૪૫૦ લોકોએ જ સબસીડીનો લાભ લીધો હતો. આ વર્ષે કોરોનાકાળમાં જાણે લોકોમાં સાઈકલ પ્રત્યેનો ક્રેઝ વધ્યો હોય તેમ નાણાકીય વર્ષના આઠ માસમાં જ ૩૦૦૦ જેટલા લોકોને સાઇકલ ખરીદી સબસિડીનો લાભ લઈ લીધો છે. જેથી ૩૦ લાખની ગ્રાન્ટ હવે પૂરી થઈ ગઈ હોય વર્ગફેર કરવા માટે કમિશનર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો કોઈ અન્ય હેડમાંથી વર્ગફેર કરવામાં નહીં આવે તો સાઇકલ ખરીદનારે એક હજારની સબસીડી માટે ચાર મહિના રાહ જોવી પડશે.

આ અંગે મહાપાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સાયકલ પ્રોત્સાહક યોજના અંતર્ગત ચાલુ સાલના બજેટમાં ૩૦ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજનામાં ભારતીય બનાવટની સાઇકલ ખરીદનારને કોર્પોરેશન દ્વારા  એક હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૫૮૬ લોકોને સબસિડીની રકમ ચુકવી દેવામાં આવી છે અને ૧૪૧૪ અરજીઓ હાલ પ્રોસેસમાં છે. જેથી ૩૦ લાખની ગ્રાન્ટ સંપૂર્ણપણે વપરાય ગઈ હોય છેલ્લા દસ દિવસથી ઓનલાઇન વિન્ડો મારફત સાઇકલ સબસીડીની અરજી સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સાઇકલ ખરીદનારને પ્રોત્સાહન વળતરની ગ્રાન્ટ મળે તે માટે અન્ય હેડમાંથી વર્ગફેર કરી રકમ ફાળવવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વત્સલ પટેલ દ્વારા ફાઇલ રજૂ કરવામાં આવી છે. જે અંગે આગામી બેથી ત્રણ દિવસમાં કોઇ નિર્ણય લઈ લેવામાં આવશે. જો ગ્રાન્ટ માટે વર્ગફેર નહીં કરવામાં આવે તો તો સાયકલ ખરીદનારે એક હજારની સબસીડી માટે નવા નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ માસ સુધી રાહ રાહ જોવી પડશે. ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦  રૂપિયા ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેની સામે ૧૪૫૦ લોકો એ સાઇકલ ખરીદી ૧૦૦૦ રૂપિયાની સબસીડનો લાભ લેતા ૧૪.૫૦ લાખ ગ્રાન્ટ વપરાય ન હતી.જેથી  આ વર્ષે બજેટમાં માત્ર ૩૦ લાખની જ ફાળવણી કરવામાં આવી હતી. આરોગ્ય પ્રત્યે લોકોનો આરોગ્ય પ્રત્યે લોકોની જાગૃતિ વધતા ૮ મહિનામાં જ ત્રણ હજારથી વધુ લોકોએ સાઇકલની ખરીદી કરી લેતા હવે ગ્રાન્ટ પૂરી થઈ જવા પામી છે. આગામી સોમવારથી મહાપાલિકામાં વહીવટદાર શાસન આવી જશે આવામાં વર્ગફેર કરાશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થયા છે. જો એક ફેર નહીં કરવામાં આવે તો સાઇકલ ખરીદનારને એપ્રિલથી સબસીડી ચૂકવવાનું ફરી શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.