દ્રાક્ષ દુનિયાનું એકમાત્ર ‘ફ્રૂટ’ જેમાંથી ‘ડ્રાયફૂટ’ કિશમિશ બને છે

ઉનાળામાં સૌના માનીતા ફળ ‘દ્રાક્ષ’માં ૮૦ ટકા પાણીની માત્રા રહેલી છે

દ્રાક્ષની સાપેક્ષમાં કિશમિશ લગભગ ત્રણ ગણી એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર છે

ઉનાળો આવતાની સાથે જ બજારમાં સૌ કોઈની નજર હોય છે. દ્રાક્ષ પર, દ્રાક્ષ કેળા પછીનું એવું એક ફળ છે. જેમાં ‘બી’ નથી હોતા અને દ્રાક્ષ એક એવું ફળ છે, જેને ખાવામાં વધારે મહેનત નથી કરવી પડતી, દ્રાક્ષ મૌસમી ફળ છે. મીઠુ અને રસીલુ આ ફળ સૌનું ફેવરીટ હોય છે. દ્રાક્ષને સૂકવીને કિશમિશ બનાવવામાં આવે છે, અને તે ખૂબજ લોકપ્રિય ડ્રાયફૂટસ પૈકીનું એક છે. કિશમિશ ખૂબ લોકપ્રિય ડ્રાયફૂટ છે.

દ્રાક્ષમાં ૮૦ ટકા પાણી હોય છે. જયારે કિશમિશમાં ૧૫ ટકા પાણી હોય છે. તેમ છતાં કિશમિશમાં દ્રાક્ષની સાપેક્ષમાં લગભગ ત્રણ ગણા એન્ટીઓકિસડન્ટની ક્ષમતા હોય છે. પણ વિટામીન્સ દ્રાક્ષમાં વધારે હોય છે.

દ્રાક્ષમાં વિટામિન કે,ઈ,સી, બી.૧ અને બી.૨ની ભરપૂર માત્રા રહેલી છે.

દ્રાક્ષ અને ક્રિશમિશમાં વેરાયટી ઉપલબ્ધ છે.જેમાં લીલા, લાલ અને કાળા રંગમાં દ્રાક્ષ મળી આવે છે. લાલરંગની દ્રાક્ષમાં રેસ્વેરાટ્રોલ નામનું તત્વ મળી આવે છે, આ એક એન્ટીઓકસીડેન્ટ છે. લાલ રંગના દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. અને હૃદયસંબંધી બીમારીઓ પણ ઘટાડે છે.

તેવી જ રીતે ભારતમાં કિશમિશમાં પણ ગોલ્ડન, લીલી અને કાળા રંગની કિશમિશ મળીઆવે છે. ગોલ્ડન કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયી છે. કારણ કે અન્ય દ્રાક્ષની સાપેક્ષમાં વધારે પ્રમાણમાં ફલેવોનોઈડ હોય છે. એ સિવાય દ્રાક્ષમાં પ્રચૂર માત્રામાં ફાયબર મળી આવે છે જે કેલરી ઘટાડવામાં મદદરૂપ થાય છે. દ્રાક્ષથી ભૂખને કંટ્રોલ કરી શકાય છે. દ્રાક્ષને સૂકવીને તેમાંથી કિશમિશ બનાવવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં એન્ટીઓકિસડેન્ટ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. જે કિશમિશ બની ગયા બાદ કેલરીના રૂપમાં તબદીલ થાય છે. અડધા કપ કિશમિશમાં આશરે ૨૫૦ કેલરી હોય છે, જયારે અડધા કપ દ્રાક્ષમાં માત્ર ૩૦ કેલરી જ હોય છે.