તમારી આંખો સામે આભાષી સ્ક્રીન ઉપર ગ્રાફિક્સ-વિડિયો કે ઇન્ટરનેટ પેજીસ ખૂલશે !!

સોશિયલ નેટવર્ક હાલતા-ચાલતા થઇ શકશે, ટ્રાફિક અને હવામાનની માહિતી સાથે વિડિયોચેટ, ગુગલ સર્ચ, ફોટો, વિડિયો શેરીંગ હવે તમે ચશ્મામાં જોતા હોય તે રીતે થઇ જશે, ગુગલ ગ્લાસની કમાલ આવી રહી છે

હાલની 21મી સદીમાં હજી બે દશકા જ ગયા છે. ત્યાં ઘણી ટેકનોલોજી આપણને મળવા લાગી. 5 જી નેટવર્ક સાથે વિદેશોમાં આગળના જનરેશન સાથે નેનો ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. એક નાનકડી ચીપમાં દુનિયા સમાય જાય છે. હજી આઠ દશકા બાકી છે સદીના આગામી વર્ષોમાં ટેકનોલોજીના વિવિધ રંગો યુવાધનને મળવાના છે.

તમારી આંખ સામે આભાષી સ્ક્રીન ઉપર ગ્રાફિક્સ કે વિડિયો, ઇન્ટરનેટ, સર્ચીંગ જેવી તમામ સુવિધા એક ચશ્મામાં આવી રહી છે. જેનાથી સોશ્યલ નેટવર્ક, ડેટા શેરીંગ કે વિડિયો ચેટ બધુ હાલતા-ચાલતા થતું જોવા મળે છે. આ બધુ ગુગલ ગ્લાસની કમાલ હશે. માણસની આંખો સામે ગ્રાફિક્સ કે ઓડિયોને ઇમ્પોઝ કરવાનો આઇડીયો કે વિચાર નવો નથી વર્ષોથી વૈજ્ઞાનિકના દિમાગમાં છે. આવા અખતરા તો ભૂતકાળમાં થયા છે. પરંતુ તે સમયે નાના પ્રોજેક્ટ-સ્માર્ટ ફોન કે અરીસાનો ઉપયોગ થયો હતો.

હવે અદ્યતન ટેકનોલોજીના સથવારે ગુગલ ગ્લાસમાં વાઇ-ફાઇ ટેકનોલોજી ઉમેરાતા તેમાં જી.પી.એસ. સીસ્ટમ પણ આવી ગઇ છે. 3 ડી મોડેલ પણ તેમાં તમે જોઇ શકો છો. તાજમહાલ જેવી કોઇપણ જાણીતી તસ્વીર વિશ્ર્વભરની મૂકી તમે વીકી પીડીયાનો લેખ કે વિગત વાંચી શકશો. જો કે આ ટેકનોલોજી હજી પ્રારંભિક તબક્કામાં છે, પણ આવનારા દિવસોમાં ફેરફાર થતાં બહું જ અચંબિત કરે તેવા પરિણામો મળી શકશે. આજે પણ તમે 640ડ્ઢ360 પિક્સલ સાથે અઢી મીટર દૂરની વસ્તુ 25 ઇંચના સ્ક્રીન પર જોઇ શકો છો. ગુગલ ચશ્મા તમને આંખની અંદર આવેલા દ્રશ્યપટલ પર સીધા જ પ્રોજેક્ટ કરે છે.

આ ટેકનોલોજીને વી.આર.ડી કે વર્ચ્યૂઅલ રેટિનલ ડિસ્પ્લે કહેવાય છે. કીકી કે નંબરવાળા ચશ્માને કે આંખની ખામીને બાજુમાં મૂકીને પણ વી.આર.ડી. દ્રશ્યો જોઇ શકો છો. ચશ્માની દાંડીમાં જી.પી.એસ. કે સી.પી.યુ., બેટરી, સ્પીકર, માઇક્રોફોન, કેમેરા, પ્રોજેક્ટર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી તમોને હાલતા-ચાલતા જ બધી સુવિધા ઉપલબ્ધ થશે.

ત્યાં સુધી સગવડતા મળે કે તમે કોઇપણ પુસ્તક ખોલ્યા વગર સાદું વાંચી શકો છો. ચાલુ કારે ડ્રાઇવીંગ કરતી વખતે તમારી આંખો સામે લોકલ મેપ જોવા મળે છે. પાંચ કલરમાં ગુગલ ગ્લાસ ઉપલબ્ધ છે. 16 જી.બી. ફ્લેશ મેમરી સાથે તેના સ્ટોેરેજ માટે પણ તેટલી જ સ્પેસ મળે છે.

ક્લાઉડ કોમ્પ્યૂટરીંગ મારફતે તમે ગુગલ ડ્રાઇવ સાથે સીધા જોડાણ કરી શકો છો. બ્લ્યૂ ટૂથ અને વાઇ-ફાઇ ઇનબીલ્ટ હોવાથી જી.પી.એસ. સાથે તમારે પેર કરવી પડશે.

ગુગલ ગ્લાસમાં તમારી પસંદગીના કાચ અને નંબર વાળા લેન્સ ફીટ કરી શકો છો. અવાજનો તમારી ખોપરીના હાડકાને વાહક બનાવીને કાનની અંદર અવાજ પહોંચે છે.

ગુગલની તમામ એપ, એપ ગ્લાસ અને તમારા ફોન વચ્ચે કનેક્શન કરી આપતા ઘણી સુવિધા આ નાનકડા ગેઝેટમાં જોવા મળશે. માઇક્રોફોન અને ટચ પેડ વડે ગ્લાસને કમાન્ડ પણ આપી શકશો તેવી સુવિધા આ ગુગલ ગ્લાસમાં જોવા મળશે.જી. ગ્લાસની પ્રચલિત આ ગેઝેટ્સનો ઉપયોગ કાન પાસેની દાંડી ઉપર આવેલ ટચપેડથી થશે.

એક હલકી ટપલી મારવાથી જ ડીવાઇસ ચાલુ થઇ જાય છે. સ્ક્રીન ઉપર વિવિધ કાર્ડ ડિસ્પ્લે જોવા મળે છે. આપણાં કોમ્પ્યૂટરમાં જેમ નવી વિન્ડો ખૂલે છે તેમજ તમે તમારી આ સીસ્ટમમાં સ્લાઇડ કરી શકો છો.

એક કાર્ડમાં હવામાન, ઘડિયાલ, તમારૂં શિડ્યુલ હોય તો બીજા કાર્ડમાં વિડિયો, ફોટા, મેસેજ હોયને ત્રીજાકાર્ડમાં ફેસબુક, ગુગલ, એમેઝોન જેવી સાઇડ ખૂલ્લી જાય છે. કેમેરો ઓન કરીને તમે વિડિયો પણ ઉતારી શકો છો ને ફોટા પણ પાડી શકો છો.

ડિવાઇસ પ્રારંભિક તબક્કે હોય હાઇરીઝોલ્યુશન જેવી થોડી તકલીફ કદાચ પડશે પણ સાથે એક વાત એ પણ છે કે તમારો તમામ ડેટા તમારા ગુગલ એકાઉન્ટસમાં જમા થતો હોવાથી પ્રાઇવશી જેવું રહેશે કે કેમ તે એક પ્રશ્ર્ન છે. તેની સામે આ ડીવાઇસથી ઘણા ફાયદાઓ પણ છે જેમાં તમે હાલતા-ચાલતા બધુ જ કરી શકશો. જેમ કે વિડિયો ચેટ, સર્ચ, ફોટા વિડિયો શેરીંગ પણ તમે બધુ તમારા ચશ્મામાં જોતા હોય તેમ કરી શકશો.

સોશ્યલ નેટવર્ક સાથે તીથી-એપોઇન્ટમેન્ટ જેવી વસ્તુ યાદ રાખવાનું સરળ બનશે.પબ્લિક ટ્રાન્સપોર્ટ, દિશાશોધન જેવી વિગતો તમારા ચશ્મામાં ઉપલબ્ધ હોવાથી હવે ઘણી મુગમતા રહેશે.

આના ચાર્જીંગ માટે માઇક્રો યુ.એસ.બી. કેબલ લાગેલો જ રહે છે. માઇક્રોફોન અને ટચ પેડ વડે તમે ગ્લાસને કમાન્ડ આપી શકો છો. વાસ્તવિક દુનિયાને એક નવું વિઝન ગુગલ આપશે. આજથી 10 વર્ષ પહેલા મીટની એક કોન્ફરન્સમાં આનો ડેમો બતાવાયો હતો ને હવે થોડા દિવસોમાં બજારમાં પણ જોવા મળશે.

વર્ચ્યુઅલ રેટિનલ ડિસ્પ્લે ટેકનોલોજી

વી.આર.ડી. ટેકનોલોજીનું પુરૂ નામ વર્ચ્યુઅલ રેટિનલ ડિસ્પ્લે છે. આજે પણ આપણે 640ડ્ઢ360 પિક્સલ સાથે અઢી મીટર દૂરની વસ્તુ 25 ઇંચના સ્ક્રીન પર જોઇ શકીએ છીએ. આ નવી ટેકનોલોજી આંખની અંદર આવેલ દ્રશ્યપટલ પર સીધા જ પ્રોજેક્ટ કરે છે. કીકી કે નંબરવાળા ચશ્માને કે આંખની ખામીને બાજુમાં મૂકીને પણ તમો વી.આર.ડી. દ્રશ્યો નિહાળી શકો છો. માણસની આંખો બહુ જૂનો છે. આ નવા યુગમાં આવનારા દિવસોમાં ઘણી બધી વિવિધ ટેકનોલોજીના માધ્યમોથી અચંબિત કરે તેવા ગેઝેટ્ આવી રહ્યાં છે.