Abtak Media Google News

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી હૈદરાબાદની એક ટુકડી વિશ્ર્વ સ્તરે ચાલી રહેલા આ ગ્રેવિટેશનલ વેવ્સની ઓળખાણ અને માપનના પ્રયોગમાં જોડાઈ છે, ભારત આ ટુકડી સાથે પલસાર ટાયમિંગ એરેના પ્રયોગમાં કાયમી સભ્ય બન્યું છે

નાસા અને ઇસરોના ફોટોમાં જોયેલ કાળું ડિબાંગ બ્રહ્માંડ એ એક અદ્રશ્ય ચાદર જેવુ જ છે, આ જ અવકાશરૂપી ચાદરમાં આપણાં ધરતી માતા ખાડો કરીને બેઠા છે

બ્રહ્માંડમાં ઘણી એવી ઘટનાઓ થઈ રહી છે જે આપણી જાણ કરતાં ક્યાય બહાર છે. આપણી રોજબરોજ ની દિનચર્યા પર જોતાં વિજ્ઞાન ના છુપાયેલા પાસાઓ તરફ આપણું ધ્યાન જ જતું નથી. ખરેખર તો આ પાસાઓ પર ધ્યાન આપવું એ આપણે જરૂરી નથી સમજતા. રોજ ની મગજમારી આપણને આપણી આ દુનિયા તથા બ્રમ્હાંડ ને સમજવા જ ક્યાં સમય આપે છે. સમય થી યાદ આવ્યું કે તમે જાણો છો કે સમય પણ એક બ્રમ્હાંડનું બદલતું પરીમાણ છે?

શું કોઈ દિવસ એવું વિચાર્યું કે આ બ્રમ્હાંડ માં લાખો કિલોમીટર દૂર શું થઈ રહ્યું હશે? શું કોઈ દિવસ આપણી આસપાસ ની સામાજિક દુનિયા માથી ક્ષણભર નો વિરામ લઈ ને દુનિયા પાછળ ના વિજ્ઞાન સમજવા ની ઈચ્છા થઈ છે? મોટા ભાગ ના લોકો ને નહીં જ થઈ હોય! આ જ ક્ષણ હા અત્યાર ની… તમારી હાથ ઘડિયાળ માં ટકોરા મારતી આ જ ક્ષણ માં તમારાથી લાખો કે કદાચ કરોડો કિલોમીટર દૂર કોઈ એવી ઘટના થઈ રહી હોય શકે છે, કે જેમાથી આવતા તરંગો આપણી જ આજુબાજુ અસ્તિત્વ ધરાવે છે. વધુ માં એ કે આ જ તરંગો હાંફતા – હાંફતા પૃથ્વી પર પહોંચ્યા ત્યારે એમણે સમય ના સંકોચન ની ચાડી ફૂકેલી હશે! પણ એટલું સહેલાઈ થી થોડું સાંભળી શકાય! જો સાંભળીએ અને સમજી જઈએ તો બ્રમ્હાંડ સમજાય જાય!

અહી વાત થઈ રહી છે ગ્રેવીટેશનલ વેવ્સ ની. હા, એવા તરંગો જેને ઓળખવા આંતરરાષ્ટ્રીય ટુકડીઓ અબજો ના ખર્ચ કરી ને મહેનત કરી રહ્યા છે. એકાદ વાર તેના અસ્તિત્વ ને પણ ઓળખી પામ્યા છે. આ તરંગો ની એવી માયા છે જેને આજ થી લગભગ શતક પહેલા આઇન્સટાઇન એ વર્ણવી હતી. આ ગ્રેવીટેશનલ વેવ્સ ની માયા એટલી જટિલ છે કે વર્ષો સુધી ખુદ આઇન્સટાઇન ને પોતાના જ અભ્યાસ પર પૂરતો ભરોસો નહોતો!

Img 20210330 Wa0003

#વાઇરલ કરી દો ને

વર્ષ 3021:

ટાઇમ મશીન માં કાલે ભૂરો અકબર ના જમાના માં ગયો હતો. ત્યાર નો પોતાને બાદશાહ માને છે! આને કોઈ સમજાવો!

#આફ્ટર ઇફેક્ટ ઓફ ટાઇમ મશીન

ટાઇમ ઝીરો

વર્ષ 1916 માં આઇન્સટાઇન એ પોતાની થિયરી માં આ તરંગો વિશે નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તો એ ફક્ત કાગળ પર લખાયેલ એવી ગણતરી હતી કે જેનો વાસ્તવિક પુરાવો નહોતો. આમ તો એ સમયે ટેક્નોલોજી પણ એટલી વિકસિત નહોતી કે તેના પ્રયોગો શક્ય બને. છેક વીસ વર્ષ બાદ આ કાગળ પર લખાયેલ ગણતરી નો પુરાવો મળ્યો! આ બાદ વધુ વર્ષો વિત્યા અને વર્ષ 2015 માં આખરે આપણે બનાવેલા ઉપકરણો થી ગ્રેવીટેશનલ વેવ્સ ને શોધી ને ઓળખી શકાયા. પરંતુ આ ગ્રેવીટેશનલ વેવ્સ છે શું?

આ અતિ જટિલ તરંગો ને સમજવા એક ખૂબ જ સામાન્ય પ્રયોગ પ્રચલિત છે. એક ચાદર કે કોઈ કપડું ફેલાવી દો. આ ચાદર માં એક દડા કે કોઈ પણ ગોળ વસ્તુ ને મુક્ત ગતિ દ્વારા પડવા દો. શું જોયું? એ ચાદર ને સંકોચી ને આ દડા એ તેમાં ખાડો કરી દીધો. જો આ ઘટના ને વધુ ઊંડાણ માં એકાગ્રતા થી જુવો તો જ્યારે આ દડો ચાદર માં પડ્યો ત્યારે ક્ષણિક તરંગો જેવુ દેખાયું હશે. આ જ તરંગો ગ્રેવિટેશનલ વેવ્સ સમજાવી શકે છે.

હવે શું આવી જ એક અનંત સુધી પથરાયેલ ચાદર ની કલ્પના થઈ શકે? જો હા તો એ વાસ્તવ માં અસ્તિત્વ ધરાવે છે. નાસા અને ઇસરો ના ફોટો માં જોયેલ કાળું ડિબાંગ બ્રમ્હાંડ એ એક અદ્રશ્ય ચાદર જેવુ જ છે. આ જ અવકાશરૂપી ચાદર માં આપણાં ધરતીમાતા ખાડો કરી ને બેઠા છે. ફક્ત ધરતી માતા જ નહીં પરંતુ બધા જ અવકાશીય પદાર્થો આ જ ચાદર માં બેઠેલા છે. તેમના હલન ચલન અને પરીભ્રમણ થી આ ચાદર સંકોચાય છે અને એક નિશ્ચિત પ્રકાર ના તરંગો ઉત્પન્ન કરે છે. જેને ગ્રેવીટેશનલ વેવ્સ કહેવાય છે. ગુરુત્વાકર્ષણ બળ પાછળ આ જ તરંગો જવાબદાર છે. આ ગ્રેવીટેશનલ વેવ્સ એટલા સૂક્ષ્મ હોય છે કે તેને સહેલાઈ થી ઓળખી શકાતા નથી. જો તેના માપ ની વાત કરીએ તો તેઓ અમુક નેનો હર્ટ્ઝ જેટલા સૂક્ષ્મ હોય છે!

Tech Show Logo Niket Bhatt

તથ્ય કોર્નર

વર્ષ 1916 માં આઇન્સટાઇન ની થિયરી બહાર પડ્યા બાદ લગભગ વર્ષ 1974 માં તેમના મૃત્યુ ના વીસ વર્ષ પછી ગ્રેવીટેશનલ વેવ્સ નો પ્રથમ પુરાવો મળ્યો હતો.

ઇંડિયન પલસાર ટાયમિંગ એરે (InPTA)

આટલી જટિલ તરંગો વિશે વાત તો થઈ પરંતુ તેનું મહત્વ શું? બ્રમ્હાંડ ના એવા કયા તથ્યો છે જે આ ગ્રેવીટેશનલ વેવ્સ દ્વારા જાણી શકાય? આ જવાબ જાણવા વર્ષો થી એક પ્રયોગ ચાલી રહ્યો છે. જેનું નામ છે પલસાર ટાયમિંગ એરે. આ જટિલ પ્રયોગ એ પોતાની વૃદ્ધાવસ્થા માં આવેલ તથા બ્લેક હોલ બનવા જઈ રહેલ ન્યુટ્રોન સ્ટાર માં થી ઉત્સર્જિત થતાં કિરણો નું માપન કરે છે. જ્યાં સુધી અવકાશીય ચાદર માં કોઈ અનિશ્ચિતતા ન આવે ત્યાં સુધી ગ્રેવીટેશનલ વેવ્સ ને ઓળખી ન શકાય. આ કારણે ખૂબ ગતિ થી ભ્રમણ કરતા ન્યુટ્રોન સ્ટાર પોતાના માંથી ઉત્સર્જિત થતાં કિરણો દ્વારા ગ્રેવીટેશનલ વેવ્સ ને ઓળખી શકે છે. પરંતુ કેવી રીતે?

પલસાર ટાયમિંગ એરે એ ન્યુટ્રોન સ્ટાર માથી આવતા તરંગો નો આગમન સમય એકબીજા સાથે સરખાવે છે. પૃથ્વી થી લાખો કિલોમીટર દૂર રહેલા કોઈ ન્યુટ્રોન સ્ટાર જ્યારે પોતાની પરિભ્રમણ ની ગતિ ના લીધે અનંત અવકાશીય ચાદર માં અનિશ્ચિતતા ઉત્પન્ન કરે છે ત્યારે પ્રમાણ માં વધુ માત્રા માં ગ્રેવીટેશનલ વેવ્સ ઉત્પન્ન થાય છે. આ ગ્રેવીટેશનલ વેવ્સ ના લીધે સમય ના પરિમાણ માં ઘટાડો વર્તાય છે. હવે જો આ સમય ની વધઘટ માપી લેવામાં આવે તો તેના દ્વારા આ અદ્રશ્ય ગ્રેવીટેશનલ વેવ્સ ને આલેખી શકાય! પલસાર ટાયમિંગ એરે આ જ કર્યા કરે છે.

ભારત દ્વારા આ પ્રયોગ માટે ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી હૈદરાબાદ ની એક ટુકડી વિશ્વ સ્તરે ચાલી રહેલા આ ગ્રેવીટેશનલ વેવ્સ ની ઓળખાણ અને માપન ના પ્રયોગ માં જોડાયા છે. ભારત આ ટુકડી સાથે પલસાર ટાયમિંગ એરે ના પ્રયોગ માં કાયમી સભ્ય બન્યું છે. લગભગ       25 વૈજ્ઞાનિકો અને 15 સંસ્થાઓ જોડાઈ ને પલસાર ટાયમિંગ એરે ના ભારતીય વર્ઝન પર કામ કરી રહ્યા છે. આ પ્રયોગ માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ ખાતે આવેલ જાયંટ મિટરવેવ રેડિયો ટેલિસ્કોપ નો ઉપયોગ થઈ રહ્યો છે.

આ ગ્રેવીટેશનલ વેવ્સ એક એવા તરંગો છે જે અવકાશીય પદાર્થો ના દ્રવ્ય, પરિભ્રમણ કક્ષા તથા બ્રમ્હાંડ ના બંધારણ સુધી ની માહિતી આપી શકવા સક્ષમ છે. કદાચ એવું પણ શક્ય બને કે એક પરિમાણ સ્વરૂપે સમય ના થતું સંકોચન બ્લેક હોલ જેવી જટિલ ઘટના સમજાવી શકે અને ટાઇમ મશીન જેવુ કલ્પનાતીત ઉપકરણ પણ બનાવી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.