Abtak Media Google News

સરકારી કચેરીઓ, શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓમાં સોશિયલ ડિસ્ટન્સના ચૂસ્ત પાલન સાથે ધ્વજવંદન કરાયું

સૌરાષ્ટ્રભરમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નીતી નિયમો સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ મંદિરો, ગુરુકુળ જગ્યાએ આન બાન શાનથી તિરંગાને સલામી અપાઇ હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી લોકોએ ધ્વજવંદન કર્યુ હતુ.

સ્વાતંત્ર્ય પર્વ મંદિરોમાં તિરંગાનો શણગાર, વૃક્ષારોપણ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કોરોના મહામારીને દૂર કરવા સતત પ્રયત્નશીલ કોરોના વોરિયર્સનું આ તકે ગૌરવભેર સન્માન કરાયુ હતુ.

ભુજ

Img 20200815 Wa0205

૭૪માં સ્વાતંત્ર્યદિન નિમીતે કચ્છ જીલ્લા મથક ભુજ મધ્યે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ દરમ્યાન રાષ્ટ્રધ્જનને સલામી પ્રક્રિયામાં જીલ્લા સેવાદળ પ્રમુખ રધુવીરસિંહ જાડેજા સાથે રહ્યાં હતા.

ઝંડાગીત બાદ અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં હોનહાર પ્રવકતા રાજીવ ત્યાગીજીનાં આકસ્મીક નિધન બદલ ઉંડા શોકની લાગણી સાથે બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. કાર્યક્રમ દરમ્યાન જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રફીકભાઇ મારા, ડો. રમેશ ગરવા, પી.સી. ગઢવી, ધમેન્દ્ર ગોહિલ, ઇલીયાસ ધાંચી, દીપક ડાંગર, ગનીભાઇ કુંભાર, રાજેશભાઇ ત્રિવેદી, રજાક ચાકી, જગદીશભાઇ ઠકકર, મુસ્તાક હિંગોરજા, હરીસિંહ રાઠોડ, કાસમભાઇ સમા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિનદયાલ પોર્ટ-ગાંધીધામ

દેશના સૌથી મોટાં બદરો પૈકી એક દિનદયાલ પોર્ટ દ્વારા ૭૪માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી ખૂબજ ઉત્સાહ ભેર કરવારમાં આવી હતી. આ કાર્યક્રમમાં મહામારી સંદર્ભના નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવ્યું. આ પ્રસંગે આઝાદીમાં બલીદાન આપનાર તમામ શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ચાલુ વર્ષ કોરોના મહામારી વચ્ચે અધિકારીઓ, કર્મચારીઓ અને પોર્ટના અન્ય ઉપયોગ કર્તાના સહયોગથી લોકડાઉનના સમયમાં ખુબ સારા કાર્યો કરાયા છે. દિન દયાલ પોર્ટ દ્વારા જીલ્લા પ્રશાશન સાથે મળી ૫ હજાર કિટોનું વિતરણ કરવા સહીતના કાર્યો કરવામાં આવ્યા હતાં. ‚.૧૧ લાખના ખર્ચે થેન્ટીલેટર પણ તાલુકા કક્ષાએ અર્પણ કરવામાં આવ્યાં હતા.

લોધિકા

લોધીકા મા ૭૪ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી મામલતદાર શ્રી  જે.આર.હિરપરા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. લોધીકા તાલુકા મામલતદાર કચેરી એ લોધીકા પોલીસ જવાનો ની પરેડ સાથે લોધીકા મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ આ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી મા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ  જાડેજા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલિમી નાયબ કલેકટર શ્રી બીજેષ કાલરીયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા નાયબ મામલતદારે તેમજ મામલતદાર કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કોરોના વોરીયસ યોધ્ધા ઓનુ મામલતદાર કચેરી લોધીકા તેમજ સંબંધીત વિભાગ દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર  પરિસર માં આવેલ  સરદાર  ચોક ખાતે ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવામાં  આવી હતી, ધ્વજવંદન  સોમનાથ ટ્રસ્ટના માનદ ટેમ્પલ  મેનેજર ધનંજયભાઇ  દવે દ્વારા  કરવામાં  આવેલ, આ  પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા  મંદિર ડીવાયએસપી  એમ ડી ઉપાધ્યાય, તેમજ  પોલીસ, ટ્રસ્ટ, એસઆરપી,જીઆરડીના સુરક્ષા જવાનો અધિકારીઓ સૌ ઉપસ્થીત  રહ્યા  હતા.

જૂનાગઢ

15 August Function Jnd 12

જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ તાલીમ મહાવિદ્યાલય પટાંગણમાં કરવામાં આવી હતી. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી ઝીપમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજાની સાથે પરેડનું નિરક્ષણ કર્યુ હતુ.  આ તકે મંત્રી ચાવડાએ જૂનાગઢ જિલ્લાએ પણ રાજ્યની સાથે સર્વાંગીક્ષેત્રે વિકાસમાં વિશેષ યોગદાન આપ્યુ છે, તેમ જણાવી કોરોનાની મહામારી સામે સૈા કોરોના વોરીયર્સ, જિલ્લા વહિવટીતંત્રનાં અધિકારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફની કામગિરીને બીરદાવી હતી. કોરોના મહામારી સામે લડવા વિશેષ યોગદાન આપનાર ૧૭ કોરોના વોરીયર્સનું પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાનાં હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતુ. ઊપરાંત આશાવર્કર મીનાક્ષી પરમાર, વોર્ડબોય વિશાલ પરમાર, પોલીસ સબ ઈન્સ્પેકટર કે.જે.પટેલ, જે.એચ. કચોટ, આસી. પી.એસ.આઇ. હસુભાઇ કટારા, પોલીસ કોન્સટેબલ કૈલાસ નાનજીભાઇ, યુ.એલ.આર. કરણ વાળા ૧૦૮નાં ડોક્ટર જયદિપ સિંધવા અને ડ્રાઇવર આસિફ સાંધનું પણ મંત્રી ચાવડાનાં હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી શહેર ના રાજકીય, સામાજિક, તેમજ શહેરીજનોની હાજરી માં કરવામાં આવી હતી.

ગોંડલ

Img 20200815 Wa0042

ગોંડલ ખાતે તાલુકા સેવા સદનના પટાંગણમા ગોંડલ મામ. જાડેજાની આગેવાનીમાં તાલુકા કક્ષાની તમામ સરકારી કચેરીના અધિકારીગણ અને કર્મચારીઓ સાથે ગોંડલ શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના સભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. ધ્વજવંદન બાદ વૃક્ષો નું વાવેતર કરી પર્યાવરણ ની સંભાળ લેવામાં આવી હતી. કોરોના મહામારી ને દૂર કરવામાં સતત સઘન કાર્ય કરતા આરોગ્ય,નગરપાલિકા,પોલીસ,વહીવટી કચેરી,સ્વૈચ્છિક સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં હતી. શૈક્ષણિક સંસ્થા  પટેલ કેળવણી મંડળ ગોંડલ દ્વારા સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરાઈ હતી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઈ હતી. આ તકે પ્રમુખ પોપટભાઈ પટોડીયા સહીત ના સદસ્યો, ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ

Img 8138

દેશનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં ઇ હતી. જિલ્લા કલેકટર અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટર ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સો જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કોરોના વાયરસની મહામારીમા જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો અને વહીવટી તંત્રના કર્મયોગી કોરોના વોરિર્યસને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું. સરકારની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુબજ ગીર સોમના જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

દામનગર

Img 20200815 Wa0082

દામનગર શહેરના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરુકુળ ખાતે વરિષ્ઠ સંતો અને શિક્ષકઓની ઉપસ્થિતિ કરવામાં આવી હતી. ૭૪માં રાષ્ટ્રીય પર્વની પુરા અદબથી ઉજવણી સ્વામી  ચંદ્રપ્રકાશદાસજી સ્વામી  વિષ્ણુપ્રસાદ દાસજી શાસ્ત્રી, દઆંનદસ્વરૂપદાજી પ્રિન્સિપાલ  ડોબરિયા, નિયામક  કોલડીયા, સહિત શેક્ષણિક સંસ્થાના શિક્ષક શાળા પરિવાર, સ્ટાફ દામનગર પીએસઆઈ   વી એલ પરમાર,  સહિતની ઉપસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્ટના ચુસ્ત પાલન સાથે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. દામનગર શહેર નગર પાલિકા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શેઠ એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે કરાઇ હતી. ૭૪માં રાષ્ટ્રીય પર્વની પુરા અદબ સાથે નાયબ મામલતદાર  ડી બી બાયલના હસ્તે ધ્વજવંદન કરી સલામી અપાઇ હતી.

જામજોધપુર

20200817 080918

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે સત હરિરામ વિદ્યાલય મુકામે ૧૫મી ઓગષ્ટના રોજ ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરનારને સન્માનપત્ર મામલતદાનર કચેરી દ્વારા એનાયત કરવામાં આવેલ જે સન્માન પત્ર વેપારી અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવારે સ્વીકાર્યુ હતુ.

તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા, મામલતદાર કાથડ, નગરપાલિકા પ્રમુખ સોનલબેન તથા નગરપાલિક સદસ્યા મીરાબેન ભાવેશભાઇ ખાંટ, હેપીબેન ભાલોડીયા, સદસ્યા મમતાબેન રવીભાઇ સિહોરા, વલ્લભભાઇ પટેલ દ્વારા હાર્ઇસ્કૂલ મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

લાઠી

લાઠી તાલુકાના માલવીયા પીપરિયા પ્રાથમિક શાળા ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પૂર્વની ઉજવણી કરાઇ હતી. લાઠી તાલુકા ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયાના હસ્તે સલામી આપી ધ્વજવંદન કરાયું હતું.

ભાવનગર

Img 20200815 Wa0075

ભાવનગર શિશુહિાર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરનાં વરિષ્ઠ આયુર્વેદચાર્ય અને કવિ ડો. નટુભાઇ પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શરીર અને મનના આરોગ્ય ને સાંકળતી બે પુસ્તિકાઓનું વિમોચન થયું. આ પ્રસંગે ડો. શૈલેષભાઈ જાની તથા  જે. જે. ચૌહાણનું અભિવાદન કરવામાં આવેલ. ક્રીડાગણનાં તલિમાર્થિઓની બેન્ડ સલામી બાદ નગરપાલિકાની શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ  નિલેશભાઈ રાવલની ઉપસ્થિતિમાં ૨૪  બાળ ચિત્રકારોને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.તેમ ભાવનગરનાં વરિષ્ઠ કવિ  કિસ્મતભાઈ કુરેશીનાં જન્મ શતાબ્દી વર્ષ પ્રસંગે ગઝલ સ્પર્ધાનાં પાંચ વિજેતા ઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ. સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાનાં ઉપપ્રમુખ  રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે ૧૭  બહેનોને રોજગારલક્ષી સાધન સહાય તેમ ૨૪ પરિવારોને પ્રતીક સ્વરૂપે અનાજ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માધવપુર(ધેડ)

માધવપુર ઘેડ ખાતે  ૧૫મી ઓગસ્ટ નિમિતે જુદા જુદા બે સ્થળોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો હતો. સજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીયસ્વયમ સેવક સંઘ દ્વારા  સોશ્યલ ડિસ્ટટ નું પાલન કરી ને ધ્વજવંદન બાદ ભારતમાતા નું પૂજન કરી  ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગરીયાના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. ત્યાર બાદ કોરોના વોરિયર એવા હોમગાડ જવાનોનું  પુષ્પ ગુચ્છથી સલમાન કરાયું સાથો સાથ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યુંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 સુત્રાપાડા

સ્વતંત્રતા દિવસની ઉજવણી ડો. ભરત બારડ કોલેજ કેમ્પસમાં કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી. પ્રિન્સીપાલ રાજેશભાઇ પી પાઠક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલા: સાવરકુંડલા જલારામ બાપાના મંદિરે પૂ.જલારામ બાપા અને  રામ,લક્ષ્મણ,જાનકી,ગણપતિ બાપા,હનુમાનજી અને ઠાકોરજીને સ્વાતંત્ર્ય પર્વ દીને ત્રિરંગા વસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો હતો જેના ભકતો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સુરેશ્વરમહાદેવજીને ફૂલોથી રાષ્ટ્રધ્વજનો શણગાર

Img 20200816 Wa0010

શ્રાવણ માસના છવ્વીસમાં દિવસે સ્વાતંત્ર્ય પર્વે પ્રાચીન સુરેશ્વર મહાદેવજી મંદિરે ફૂલથી રાષ્ટ્રધ્વજનો શણગાર કરવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે બહોળી સંખ્યામાં ભક્તજનો એ દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.