Abtak Media Google News

મારી પાસે નાણા છે પણ જ્ઞાન નથી અને સમય નથી,  તમારી પાસે નોલેજ છે અને તમે સમય ફાળવી શકો છો, તો આવો આપણે ધંધો કરીએ અને થનારી કમાણીનો અમુક હિસ્સો વહેંચી લઇએ..! આ ક્નસેપ્ટ એટલે મ્યુચ્યુઅલ ફંડ..! જેમાં ફંડ મેનેજરો તમારી મુડીનો ઉપયોગ કરીને તેમના રિસર્ચના આધારે શેર બજારમાં કે અન્ય ફાઇનાશ્યલ માકેર્ટમાં કામ કરે છે. અને તમારા ફંડને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સાથે લગાવે છે જેનાથી તમારી આવકમાં વધારો થાય.  ભારતીય શરબજારોમાં 21 મી સદીના પ્રારંભે આવેલો આ ક્ધસેપ્ટ હવે ભારતમાં પુર બહાર ખિલ્યો છે. એટલી હદે કે તેમાં પણ સ્મોલ કેપ કે મિડ કેપ જેવા વિકલ્પો મળી રહ્યા છે.

આંકડા જોઇએ તો છેલ્લા એક વષમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરનાઓને 200 થી 225 ટકા સુધીનું વળતર મળ્યું છે. ખાસ કરીને સ્ટાર્ટ અપ કંપનીઓએ કરેલી એન્ટ્રી અને લોકડાઉનમાં તેમને મળેલી તકોના કારણે આ સેક્ટરનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. સામાન્ય રીતે 500 કરોડ રૂપિયાથી ઓછા માકેર્કેટ કેપિટલાઇઝેશન વાળી કંપનીઓના શેર સ્મોલ કેપ સેક્ટરમાં આવતા હોય છે. બીજી ભાષામાં કહીએ તો એવી નવી કંપનીઓ જે મોટા પાયે એક્સપાન્સન કરવા માંગતી હોય છે અને આવી કંપનીઓને લિક્વીડીટીની જરૂર હોય છૈ. હાલમાં મોટા ભાગનાં ફંડ મેનેજરો  તેમના ગ્રાહકોના નાણાનો 65 થી 85% ટકા સુધીની મુડી સ્મોલ કેપ ફંડમાં રોકતી હોય છે.

આજના સંજોગો જે રોકાણકાર પોતાના રોકાણનું જોખમ ઉઠાવી શકે તે રોકાણકારે સ્મોલ કેપમાં રોકાણ કરવું હિતાવહ છે. કારણ કે અહીં શેર દિઠ રોકાણ ઓછું રહે છૈ પરંતુ વળતર મળવાનાં ચાન્સ બહુ લાભદાયક હોય છૈ.

આમ તો સ્મોલ કેપ ગ્રુપ ત્રણ વર્ષ રાહ જોવરાવ્યા બાદ છેલ્લા એક વર્ષમાં સોળે કળાઐ ખિલ્યું છે. એનાલિષ્ટો કહે છે કે સતત મંદી બાદ સ્ટોકસનાં વેલ્યુએશનમાં મોટો ગેપ દેખાતો હતો. અચાનક મંદી બાદ આવેલી મોટી તેજીમાં આ ગેપ પુ્રાયો છે અને તેમના વેલ્યુએશનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ક્વાન્ટ સ્મોલ કેપ ફંડમાં રોકાણકારોને એક વર્ષમાં 217 ટકા જેટલું વળતર મળ્યું છે તો કોટક સ્મોલ કેપમાં 139 ટકા જેટલું વળતર મળ્યું છે.

આમતો 2018 માં સ્મોલ કેપ સેટરનાં વળતાં પાણી શરૂ થયા હતા પરંતુ ગત વર્ષે કોવિડ-19 ના કારણે જે લોકડાઉન આવ્યું તેમાં આ સેક્ટરનાં ભાવ એકદમ તળિયે ગયા હતા. ત્યારબાદ શરૂ થયેલી તેજીમાં સ્મોલ કેપ શેરોએ સતત તેજીનો ગ્રાફ દેખાડ્યો છે. આ સેક્ટરમાં અમુક શેરો એવા પણ છે જે નબળાં હતા અને વધુ નબળાં થયા છે પરંતુ ઘણા ફંડ એવા છે જેમણે બેલેન્શીટ ક્લીન કરીને લિક્વીડીટીની વ્પવસ્થા કરી તેથી તેમના કારોબાર દિવસ-રાત વધ્યા છે.  આમેય તે હાલમાં મિડ કેપ તથા લાર્જ કેપ શેરોનો હસ્સો 92 ટકા જેટલો ઉંચો છે જે સંકેત આપે છે કે હવે આ બન્ને સેક્ટરમાંથી ફંડને ડાયવર્ટ કરવાનો સમય પાકી ગયો છે. આ તબક્કો એવો છે કે રોકાણકારે પોતાના પોર્ટફોલિયોના આઠ થી 10 ટકા જેટલો હિસ્સો સ્મોલ કેપ ફંડ માટે ફાળવવો જોઇએ અને જ્યાં સુધી વાર્ષિક 15 થી 17 ટકા જેટલું વળતર મળતું રહે ત્યાં સુધી મુડીરોકાણ કરી રાખવું જોઇએ. બેશક રોકાણકારની મુડીનો એક મોટો હિસ્સો લાર્જ કેપમાં હોવો જોઇઐ જે તમને સરવાળે નુકસાનીથી દૂર રાખશે.

આ ઉપરાંત ફંડના ઓપરેટરો અને મેનેજરોની ડિટેલ પણ ઘણી મહત્વની સાબિત થાય છે. ક્વાન્ટ સ્મોલ કેપ કે જેમાં સવથી વદારે વળતર મળ્યું છે તે અગાઉ અનિલ અંબાણી ગ્રુપનાં રિલાયન્સનો હિસ્સો હતો. હવે આ એસેટના મેનેજરો બદલાયા છે. જેના પરિણામે તેનું પર્ફોમન્સ પણ બદલાયું છે. ખાસ કરીને સ્મોલ કેપ સેક્ટર માટે નાણાકિય મામલાઓની ટકછઝ સિસ્ટમ અર્થાત વેલ્યુએશન, લિક્વીડીટી, રીસ્ક તથા ટાઇમીંગ જોવા જ્રુરૂરી બને છે. આ બધા માટે સતત રિસર્ચ જરૂી છે જો તમે એ કરી શકતા હોયતો ડાયરેક્ટ શેરમાં રોકાણ કરો નહીતર મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.