- જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા
- રાજકપૂરના જન્મથી લઈને સંઘર્ષ ચડતી-પડતી તેમજ સફળતા સાથે આંતરિક સૂઝ ધરાવતા મહાન વ્યક્તિત્વના ઘણી રાજકપૂરના જન્મદિનની રંગે ચંગે ઉજવણી
- નામી-અનામી 50થી વધુ કલાકારોએ કલા પ્રદર્શન કરી રાજકપૂરના યુગને પુન: કર્યો “સજીવન”
રાજકોટમાં સૌપ્રથમ વાર ભારતીય સિનેમાના શો મેન રાજ કપૂરની સુવર્ણ જન્મ શતાબ્દી અનુલક્ષીને હેમુ ગઢવી નાટ્ય ગુરુ ખાતે ભવ્ય શો “The Show Must Go On” આયોજન કરવામાં આવ્યું છે. સરકારના સહયોગ થકી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પ્રમુખ સ્થાને રહી તેમની ટીમ જય કારીયા,અભિષેક કારીયા, સંજય ગોહિલ, ઓમ ભટ્ટ, આર્ષ વ્યાસ, રાધિકા ભટ્ટી, ઓમ ભટ્ટે કાર્યક્રમ આયોજન કર્યું હતો, તે અંતર્ગત જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા, એ ભાઈ જરા દેખ કે ચલો, પ્યાર હુઆ ઇકરાર હુઆ, રાજા કી આયેગી બારાત, મેરા જૂતા હૈ જાપાની, ડમ ડમ ડિગા ડિગા સહિતના ગીતો સાથે તેમજ 50 થી વધુ કલાકારોએ કલા પ્રદર્શન કરી રાજ કપૂરના યુગ ને પુન: સજીવન કર્યો હતોરાજ કપૂર વિશે બોલવું, લખવું કે પર્ફોમન્સ કરવું એટલે ગાગરમાં સાગર સમાવવો સૂરજને દીવા બતાવવા જેવી વાત ગણાય! રાજ સાહેબના જન્મથી લઈને તેમના સંઘર્ષ, ચડતી પડતી, તેમના અનુભવો, સફળતા, તેમનું કુટુંબ,ફિલ્મ, હીરો,હીરોઇનો, ગીતકાર,સંગીત કેમેરામેન પાસેથી કામ લેવાની તેમની જન્મજાત આંતરિક સુઝ જેને કારણે તેઓ સો મેન ગણાયા, દરેક વાત લાઈવ પર્ફર્મન્સ સાથે જીવંત થયું હતું નામી અનામી કલાકારોએ રાજકપૂર ના વ્યક્તિત્વને બખૂબી રજૂ કર્યું હતું તેમજ “અબતક” ચેનલ ના માધ્યમથી લાખો લોકોએ રાજ કપૂર ના ધ સો મસ્ટ ગો ઓન કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો, તેમાં સ્ક્રીન પ્લેટ, નિર્માણ સંયોજક, સંજય ગોહિલ, સંશોધન લેખક કિશોર ડોડીયા, સો અને વિડીયો ડિઝાઈનર એડિટર કેયુર અંજારિયા, પ્રોપ્સ ઇન્ચાર્જ મોહિત કથેરેચા, મ્યુઝિક ડાયરેક્ટર શૈલેષ પંડ્યા,, નાટક દિગ્દર્શક ગૌતમ દવે, કાર્યોગ્રાફર મેઘાબેન વિઠલાણી તેમની ટીમ, મેકઅપ હિમાંશુ પાડેલીયા, સિસબ ગીત જય ડોડીયા, લાઇટ્સ ગુલામ હુસેન અગવાન, મ્યુઝિક આર્ષ વ્યાસ, વોઈસ ઓવર અપૂર્વ પટણી, તૃપ્તિ દવે, ગાયક રાજેશ વ્યાસ, પિયુષ દવે, અશ્વિની મહેતા, ગીતોની પૂર્ણ પસંદગી વિજયભાઈ કારિયાની છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂજા ઓબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, ડોક્ટર વિજય દેસાણી, સુનિલ શાહ, જનકભાઈ ઠક્કરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમંત ઉઠાવી હતી.કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, વજુભાઈ વાળા, હેમાંગ વસાવડા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કાર્યક્રમને નિહાળ્યો હતો.
રાજકપૂરના દરેક ગીતોની વિશેષતા નિરાલી: વજુભાઈ વાળા
અબતક સાથેની વાતચીતમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આટલા વર્ષોથી સંગીત ક્ષેત્ર અને ફિલ્મી ક્ષેત્રે આવું આયોજન થયેલ નથી. એક અનોખું આયોજન હતું ,હિન્દુસ્તાનનો સારામાં સારો કલાકાર ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સમરસતા ના સિદ્ધાંત ઉપર આખી જિંદગી કામ કરીને હિન્દુસ્તાનની
પ્રજાને ઉપદેશત્માક ફિલ્મો આપી છે. રાજકપૂરની આજે અદિત્ય પ્રસ્તુતિ થઈ છે. સંગીતમાં જ્યારે જુના ગીત વાગતા હોય ત્યારે આપણે એકરસ થતા હોય છે. રાજ કપૂરના એક પણ ગીત એવા નથી કે જેની કોઈએ ક્યારેય ટીકા કરી હોય. રાજકપૂરના ગીતો માનવ જીવનને ખૂબ જ ઉપયોગી અને સંદેશાત્મક ગીતો હોય છે. રાજ કપૂરના દરેક ગીતની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે.
રાજકપૂરનો અનોખો કાર્યક્રમ પ્રથમ વખત જીવંત નિહાળયો: ગિરધરભાઈ
અબતક સાથેની વાતચીતમાં ગિરધરભાઈ કુંડલીયા એ જણાવ્યું હતું કે”The Show Must Go On” કાર્યક્રમ ખૂબ જ સારો હતો. રાજ કપૂરના બધા જ ગીતો ખૂબ જ સારા હોય છે. જેમકે જોકર, સત્યમ શિવમ સુન્દરમ, સંગમ જેવા ઘણા બધા પિક્ચરોના ગીતો ખૂબ જ ગમ્યા. હેમુ ગઢવી હોલમાં ઘણા સમયથી અલગ અલગ કાર્યક્રમો જોવા આવીએ છીએ પણ આવો લાઈવ પ્રફોમન્સ કાર્યક્રમ પ્રથમ વખત જોયો.