Abtak Media Google News

એકતા રથને ઝંડી આપી પ્રસન કરાવતા સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગ્રામજનોએ બેંડ વાજા, ફટાકડા ફોટી ઉત્સાહભેર એકતા રથને આવકાર્યો

સણોસરા ગામેથી એકતા યાત્રાનો શાનદાર પ્રારંભ થયો છે. એકતા રથના પ્રસ્થાન પૂર્વે સણોસરા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ બેંડ વાજા, ફટાકડા ફોટી ઉત્સાહભેર એકતા રથને આવકારી, તેને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કહ્યું કે, સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા વૈશ્વિક ઓળખ બનશે. રાજ્ય સરકારે આ કાર્ય કરી સરદાર પટેલને સારી આદરાંજલિ આપી છે.

સાંસદ કુંડારિયાએ કહ્યું કે, ભારતની આઝાદી પછી જુદાજુદા પ્રાંતમાં પથરાયેલા ૫૦૦થી વધુ રજવડાઓને એક સરદાર પટેલે એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ જટીલ કાર્ય સરદારે પોતાની મુત્સદ્દગીરી અને કુનેહી પાર પાડ્યું હતું. નર્મદા ડેમ ખાતે નિર્માણ પામેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની આવનારી પેઢીને સામાજિક એકતા અને સદ્દભાવની પ્રેરણા પૂરૂ પાડતું રહેશે.

તેમણે એક પણ કહ્યું કે, નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ થશે. રાજ્ય સરકાર આ માટે આવાસ અને રમણીય સ્થળ બનાવી રહી છે. લોકો ત્યાં જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અચંબિત થશે.

આ તકે અગ્રણી ડી. કે. સખિયા તથા ગામના સરપંચ નફીસાબેન શેરસિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સણોસરા ગામમાં આવેલા ઐતિહાસિક દરબાર ગઢના વિકાસ માટે રૂ. બે કરોડની ગ્રાંઢ ફાળવી છે.

અહીં કસ્તુરબા તથા મણીબેનને નજર કેદ રાખવામાં આવ્યા હતા, તે બાબતને ધ્યાને રાખી દરબાર ગઢનું રિસ્ટોરેશન કરવામાં આવશે. તેના પ્લાન એસ્ટીમેટ ઝડપી પૂરા કરી દેવામાં આવશે.  બેન્ડવાજાની સૂરાવલિઓ વચ્ચે ગ્રામજનો સાથે મહાનુભાવોએ એકતા રથમાં રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મિનિએચરને પુષ્પાંજલિ આપી હતી. બાદમાં જાહેરસભાના સ્થળે પહોંચ્યા હતા. અહીં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. એ પૂર્વે ગ્રામજનોના માટે આકર્ષણરૂપ રંગલોરંગલીનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં સરદાર પટેલના કાર્યોને આલેખતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન થયું હતું. જેને લોકોએ રસપૂર્વક નિહાળી હતી.

ગ્રામજનોએ સામાજિક એકતા અને સદ્દભાવના શપ ગ્રહણ કર્યા હતા. આ વેળાએ પદાધિકારી વલ્લભભાઇ શેખલિયા, બાબુભાઇ ડાભી, લખધીરસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, શૈલેષભાઇ અજાણી, ઘોઘુભા જાડેજા, બાબુભાઇ ડાભી, હિતેશભાઇ પલસાણા, હનિફભાઇ શેરસિયા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, પોલીસ વડા બલરામ મીણા, પ્રાંત અધિકારી જસવંત જેગોડા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.