Abtak Media Google News

રાજકોટ-કલકતાની સીધી હવાઇ સેવા શરુ કરવી એ સમયનો તકાજો

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને કલકતા સાથે સીધી હવાઇ સેવાથી જોડવાના સમયના તકાજાને ન્યાય આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રેટર મેમ્બરના પ્રમુખ રાજીવભાઇ દોશીએ માંગ કરી છે.અત્રેથી કલકતા – રાજકોટ – કલકતાની સીધી હવાઇ સેવા અઠવાડીયામાં બે દિવસ કલકતા – ઇન્દોર- રાજકોટ – કલકતા તથા બે દિવસ કલકતા – જયપુર – રાજકોટ – કલકતા તથા અન્ય દિવસો કલકતા – રાંચી – રાજકોટ – કલકતાના રૂટ ઉપર કલકતા જવા તથા આવવા માટેની સીધી હવાઇ સેવા મળી રહે જેથી પૂર્વ ભારતના પ્રવાસે જનાર વેપાર ઉઘોગના પ્રતિનિધિઓને સરળતા થઇ શકે.

તે ઉદ્ેશથી ઇન્ડીગો એરલાયન્સના મેનેજમેન્ટ સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અગાઉ પણ કરેલ રજુઆતના અનુસંધાને ફરી રજુઆત કરવામાં આવેલ છે.પુના-ભાવનગરની ચાલતી સીધી ફલાઇટ ભાવનગરથી રાજકોટ સુધી વધારી આપવાની રાજકોટના ઉઘોગકારોને પુના આવવા જવામાં સરળતા રહે તે અંગે પણ રજુઆત કરવામાં આવેલ છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.