Abtak Media Google News

સપ્તસુર સંગીત વિદ્યાલયમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓની ટી.વી. અને ફિલ્મક્ષેત્રે પણ આગેકુચ

રાજકોટ બૃહદ ગુજરાત સંગીત વિઘાલય દ્વારા એપ્રિલ ૨૦૧૭ ની સાલ માટેની ઓર્ગન માટે લેવાયેલી પરીક્ષાઓમાં પુજીત ‚પાણી ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિઘાલયના વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેના તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં સપ્તસુર સંગીત વિઘાલયનાં ૭ બાળકો વિશેષ યોયતા સાથે ઉર્ત્તીણ થયા છે. સપ્તસુર સંગીત વિઘાલયમાં દરરોજ બોરે ૪.૪૫ થી સાંજે ૭.૪૫ દરમીયાન વિવિધ વાદ્યો ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન, સહીતની તાલીમ મામૂલી દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી અંજલીબેન ‚પાણીના માર્ગદર્શન હેઠળ ગીતાબેન તન્ના તથા શિતલબેન સુરાણી દ્વારા થાય છે. જેમા ડી.કે.ઉપાઘ્યાય, પ્રિતેશભાઇ પરમાર, દર્શીતભાઇ કાનાબાર, તથા નીતાબેન મેર સહીતના સંગીત શિક્ષકો દ્વારા વ્યકિતગત તાલીમ આપવામાં આવે છે.આ અગાઉ તાલીમ લઇ ચૂકેલા વિઘાર્થીઓ ટ્રસ્ટ આયોજીત ટોપ ટવેન્ટી કાર્યક્રમમાં નંબર લઇ ચૂકયા છે. ઉપરાંત ટી.વી. તથા ફિલ્મક્ષેત્રે પણ સંગીતકલાનો કસબ બતાવી ચૂકયા છે.શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમા વસતા પરીવારોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા પુજીત ‚પાણી મેમો. ટ્રસ્ટ સંચાલીત સપ્તસૂર સંગીત વિઘાલય ૪-આફ્રિકા કોલોની, અમૃતા સોાસયટી મેઇન રોડ, પાણીના ટાકા પાછળ ૧૫૦ ફુટ રીગ રીડ પાસે રાજકોટ ખાતે આવેલ છે. જેમાં શહેરના તમામ વર્ગોના તમામ પરીવારોને અપાતી સંગીતની તાલીમનો લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન ‚પાણીએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.