Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રીએ બાળ કલાકારના વખાણ કરીને આશિષ પાઠવ્યા

સ્મિત વેરતા નાનકઇા બાળ કલાકાર સિધ્ધરાજ સિંઘવને રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો. નિતીનભાઇ પટેલે આ બાળ હાસ્ય કલાકારના વખાણ કરીને તેને આશિષ પાઠવ્યા હતા.

નવ રસ પૈકીનો એક હાસ્યરસ સૌ કોઇનો પ્રિય હોય છે. હાસ્ય વેરીને ડોલાવતા અનેક મોટા ગજાના કલાકારોને પોતાની કલા પ્રદર્શન માટે અનેક વખત વિવિધ સેલિબ્રિટીઓ દ્વારા બિરદાવવામાં આવે જ છે. અને તેવો જ એક મોકો ગઇ કાલે નાનકડા એવા હાસ્યકલાકાર સિધ્ધરાજ સિંઘવને પણ મળ્યો હતો. ગાંધીનગર ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલ સાથે બાલ હાસ્ય કલાકાર સિદ્ધરાજ સિંધવને શુભેચ્છા મુલાકાત કરવાનો જબરદસ્ત મોકો મળ્યો હતો. સાથે સાથે નિતીન ભાઈ પટેલે સિદ્ધરાજ સિંધવની ટેલેન્ટ ના પણ વખાણ કર્યા હતા. સિદ્ધરાજ સિંધવ તેના ક્ષેત્રમાં ખૂબજ આગળ વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતા સાથે સાથે નિતીન ભાઈ પટેલે સિદ્ધરાજ સિંધવ ને ખૂબજ હૃદયથી શુભકામના પાઠવી હતી અને આગળ વધવાના આશીષ પણ આપ્યા હતા, તથા સિદ્ધરાજ ને સાંભળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.