પંચનાથ મહાદેવ સાર્વજનિક હોસ્પિટલનું શનિવારે ભૂમિપૂજન

panchnath mahadev
panchnath mahadev

‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સુત્રને કરશે ચરિર્તા

પૂ.રમેશભાઈ ઓઝા, મહંત હરિચરણદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિ: રૂ.૧૫ કરોડી વધુ ખર્ચે અતિ આધુનિક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ: સૌરાષ્ટ્ર-કચ્છનાં દર્દીઓને ટોકન દરે સારવાર: પંચના ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ “અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટના આદિ દેવ ૧૪૦ વર્ષ જુના ર્તિ, હેરીટેજ એટલે પંચનાથ મહાદેવ મંદિર, સૌરાષ્ટ્રના પાટનગર અને સંત, સુવા, સાવજ અને સખાવતની પૂણ્યભૂમિ એટલે કાઠીયાવાડ, જો શિવાલયમાં સ્મરણ કરવું હોય સૌરાષ્ટ્રે સોમના અને રાજકોટે પંચના કહી શકાય.

પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હાલમાં અનેક નોંધનીય સેવાકીય કાર્યો કરી રહ્યું છે. પંચના મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લાખો દર્દી નારાયણ અને દરીદ્ર નારાયણના લાર્ભો અત્યાધુનિક, માનવતાવાદી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. ૭૫૦ વાર વિશાળ જગ્યામાં આ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં નિર્મારનો અંદાજીત ખર્ચ ૧૫ કરોડ રૂપિયાને આંબી જશે.

દાતાઓને સરવાણી વહાવવા ટહેલ

પંચના સર્વજનિક ટ્રસ્ટ હજુ પણ દાતાઓ પાસેી દાનની અપેક્ષા સો જેની વિશેષ માહિતી નીચે મુજબ છે. સંપૂર્ણ હોસ્પિટલ આપના સ્નેહીના નામે કરવા રૂ.૩,૫૧,૦૦,૦૦૦-૦૦, કોઈ પણ એક સંપૂર્ણ માળ આપના સ્નેહી સ્વજનના નામે કરવા રૂ.૧,૧૧,૦૦,૦૦૦-૦૦, ઓપરેશન થીએટર આપના સ્વજનનાં નામે કરવા રૂ.૭૫,૦૦,૦૦૦-૦૦, પેોલોજી લેબોરેટરી આપના સ્વજનો નામે કરવા રૂ.૫૧,૦૦,૦૦૦-૦૦, આયુર્વેદિક વિભાગ આપના સ્વજનો નામે કરવા રૂ.૫૧,૦૦,૦૦૦-૦૦, હોમીયોપેીક વિભાગ આપના સ્વજનો નામે કરવા રૂ.૫૧,૦૦,૦૦૦-૦૦, જુદા-જુદા વિભાગમાં કુલ ૫૦ રૂમોમાંથી કોઈપણ એક રૂમ આપવા સ્વજનનાં નામે કરવા રૂ.૧૫,૦૦,૦૦૦-૦૦ તથા દરેક માળમાં ૨૨ સહયોગી દાતા તરીકે આપના સ્વજન નામે તકતીના રૂ.૫,૦૦,૦૦૦-૦૦ની ટ્રસ્ટ અપેક્ષા રાખે છે.

આ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં નામાંકિત તબીબો ટીમો પણ કાર્યરત રહેશે. પંચના મહાદેવ હોસ્પિટલમાં દર્દી નારાયણ અને દરીદ્ર નારાયણની દીલ થી સેવા, દવા, સ્મિત સો ભોળાનાની દુઆ પણ મળી રહેશે. આગામી તા.૪ માર્ચ ૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રાજકોટની ધર્મધજા પંચના દાદાના સાંનિધ્યે પંચના સાર્વજનિક હોસ્પિટલનાં ભૂમિપૂજન કાર્ય વા જઈ રહ્યું છે. આ તકે રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)-સાંદિપની આશ્રમ, પોરબંદર તેમજ મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પ.પૂ.મહંત હરિચરણદાસજી મહારાજ (શ્રીરામજી મંદિર-ગોંડલ)ના હસ્તે કરવામાં આવનાર છે. આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ-ગુજરાત), નરેશભાઈ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ), મૌલેશભાઈ ઉકાણી (એમ.ડી.બાન લેબ્સ લી.), મોહનભાઈ કુંડારીયા (સાંસદ રાજકોટ), અરવિંદભાઈ પટેલ (ચેરમેન ગુજરાત ફોર્જીંગ), મનીષભાઈ મદેકા (એમ.ડી.રોલેક્ષ બેરીંગ), અરવિંદભાઈ દોમડીયા (એમ.ડી.કુણાલ કનસ્ટ્રકશન), કમલેશભાઈ મીરાણી (પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), જયોતિન્દ્રભાઈ મહેતા (પ્રમુખ એનએએફસીયુવી), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય રાજકોટ), રામભાઈ મોકરીયા (ચેરમેન મા‚તી કુરિયર), સુભાષભાઈ બોદર (સામાજીક અગ્રણી), ભાનુબેન બાબરીયા (ધારાસભ્ય રાજકોટ), જયંતિભાઈ ચાંદ્રા (એમ.ડી. અતુલ ઓટો), કલ્પકભાઈ મણીઆર (પૂર્વ ચેરમેન રાજકોટ નાગરિક બેન્ક), ડો.જૈમનભાઈ ઉપાધ્યાય (મેયર રા.મ્યુ.કો.), અનિલભાઈ દેસાઈ (જાણીતા ધારાશાસ્ત્રી), રાજનભાઈ વડાલીયા (એમ.ડી.હાઈ બોન્ડ સિમેન્ટ), નીતિનભાઈ ભારદ્વાજ (પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), વિક્રાંત પાંડે (કલેકટર રાજકોટ), ઉમેશભાઈ નંદાણી (એમ.ડી.પરીન ફર્નિચર), અંજલીબેન ‚પાણી (મહિલા અગ્રણી રાજકોટ ભાજપ), અનુપમસિંહજી ગૈહલોત (પોલીસ કમિ.રાજકોટ), નિતીનભાઈ કામદાર (જૈન શ્રેષ્ઠી), ડો.દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર રા.મ્યુ.કો), બંછાનિધિ પાની (કમિશ્નર રાજકોટ મ્યુ.કો), ચમનભાઈ લોઢીયા (સોની સમાજ અગ્રણી), પુષ્કરભાઈ પટેલ (ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી), નરેન્દ્રસિંહ જાડેજા (એમ.ડી.જીવન બેંક), કમલેશભાઈ જોષીપુરા (પૂર્વ વાઈસ ચાન્સલર: સૌ.યુનિ.) સહિતના અનેક લોકો ઉપસ્તિ રહેશે. આધુનિક બાંધકામ સોની આ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં લેટેસ્ટ અને અત્યાધુનિક સાધનોી સજ્જ લેબોરેટરી, દર્દીઓ માટેના વિવિધ ઓપીડી સેન્ટર, આંખના વિવિધ રોગો માટે આઈ કેર સેન્ટર, કાર્ડીયાડ વિભાગ, ગેસ્ટ્રો એન્ડ્રોલોજી સેન્ટર, ર્ઓોપેડીક સેન્ટર, વેલ ઈકવીપડ્ ઓપરેશન થીએટર ઉપરાંત આ આયુર્વેદિક સેન્ટરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટોપ ફલોર ઉપર ખાસ સમયે ઉપયોગી થાય તેવો વિશાળ એક મલ્ટી પર્પઝ મેડીકલ એકટીવીટી હોલનું નિર્માણ પણ નાર છે.  આ કાર્યમાં દાનની સરવાણી વહેવડાવનાર દાતા સ્વ.સંજયભાઈ મણીઆર (એચ.એસ.એમ.ફુડ), હેતલભાઈ રાજયગુરુ (જાણીતા બિલ્ડર), અચ્યુતભાઈ જશાણી (જાણીતા ઉદ્યોગપતિ), ભરતભાઈ ગાજીપરા (ચેરમેન સર્વોદય સ્કુલ), રાજુભાઈ પોબારુ (પ્રમુખ રાજકોટ કોમોડીટી એક્ષચેંજ), દર્શનભાઈ નંદાણી (જાણીતા ઉદ્યોગપતિ), યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), રામજીભાઈ સીયાણી (ચેરમેન તિ‚પતિ કુરીયર), રશ્મીકાંતભાઈ મોદી (ચેરમેન મોદી સ્કુલ), જીતુભાઈ બેનાણી (જાણીતા બિલ્ડર), સર્વાનંદભાઈ સોનવાણી (ચેરમેન આર.કે.ફાયનાન્સ), હસુભાઈ ભગદે (રઘુવંશી સમાજ અગ્રણી), ભુપતભાઈ બોદર (જાણીતા ઉદ્યોગપતિ), વિવેકભાઈ મણીઆર (જૈન શ્રેષ્ઠી), વસંતભાઈ પાઠક (મેને. ટ્રસ્ટી પાઠક સ્કુલ, જતીનભાઈ ભરાડ (ચેરમેન ભરાડ વિશ્ર્વ વિદ્યાલય), કુમારભાઈ દોશી (જૈન શ્રેષ્ઠી), વિરલભાઈ સોનેચા, ભરતભાઈ તંતી (જાણીતા ઉદ્યોગપતિ), સુદિપભાઈ મહેતા (ટ્રસ્ટી શક્તિ સ્કુલ), સુનીલભાઈ શાહ (એમ.ડી. આર્કેડીયા શેર્સ), કીરીટભાઈ આદ્રોજા (મેનેજીંગ ડિરેકટર એન્જલ પંપ પ્રા.લી.), સ્વ.પ્રદ્યુમનભાઈ માંકડ (પૂર્વ પ્રમુખ પંચના ટ્રસ્ટ)નો સહયોગ સાંપડયો છે. પંચના મહાદેવ નિદાન કેન્દ્રની શરૂઆત વર્ષ ૨૦૦૩માં રાજકોટના ગરીબ દર્દીઓ માટે કરવામાં આવી હતી.જેમાં ૫૫ જેટલા નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યાં છે. પંચના સાર્વજનિક હોસ્પિટલના કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને મંત્રી તનસુખભાઈ ઓઝા ઉપરાંત ટ્રસ્ટી મંડળનાં નારણભાઈ પી.મહેતા, મયુરભાઈ બી.શાહ, મહેન્દ્રસિંહજી આર.ગોહિલ, ડી.વી.મહેતા, મિતેશભાઈ એમ.વ્યાસ, મનુભાઈ એ.પટેલ, વસંતભાઈ કે.જસાણી, નિતીનભાઈ ડી.મણીઆર, નારણભાઈ કે.લાલકીયા કાર્યરત છે. તેમજ કિશોરભાઈ ત્રિવેદી, પ્રજ્ઞેશભાઈ જાની, નિરજભાઈપાઠક, ભવ્યભાઈ પારેખ, ખીમભાઈ જોગરાણા, જયેશભાઈ રાજપુત અને આશીષભાઈ વાગડીયા “અબતકની શુભેચ્છા મુલાકાતે ઉપસ્તિ રહ્યાં હતા.