સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ:  સામ-સામે પક્ષો તીક્ષ્ણ હથીયાર વડે તૂટી પડયા, 5 ઘાયલ

સુરેન્દ્રનગરના  રતનપર વિસ્તારના વાલ્મિકી નગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. રતનપર વિસ્તારમાં આવેલ વાલ્મીકિ વાસમાં સામાન્ય બાબતે જુથ અથડામણ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂથ અથડામણમાં પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં આવેલા વાલ્મિકી નગર વિસ્તારમાં વસવાટ કરતા સંજયભાઈ અશોકભાઈ દ્વારા જોરાવરનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં વાલ્મિકી નગર વાસમાં પોતાનું બાઇક લઇ અને તેમના પત્ની સાથે રાત્રિ દરમિયાન ઘરે જઈ રહ્યા હતા તે અરસામાં ત્યાંના શખ્સો દ્વારા મોટરસાયકલ સાઈડમાં રખાવી અને આ રોડ તારા બાપનો નથી તેમ કઈ અને જાતિય અપમાનિત કરવામાં આવ્યા હતા અને સંજય ભાઈ અશોકભાઈ ઉપર ધારીયા અને બોથડ પદાર્થથી હુમલો કરવામાં સંજયભાઈ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિકપણે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ સંજયભાઈ ને જાતિય અપમાનિત કરી અને તેમના ઉપર બોથડ પદાર્થ થી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેની પોલીસ ફરિયાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ હુમલો કરનાર યુવકોમાં અજય ભાઈ રાજપુત જયદેવભાઈ રાજપૂત સહિત બે અન્ય યુવકો હોવાનું પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે ત્યારે હાલમાં આ સંજયભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

 

ત્યારે સામે પક્ષે પણ સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ દાખલ કરાવી છે ક્રિસરાજ ચાવડા દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે કે સુરેન્દ્રનગર શહેરની સંજીવની સોસાયટીમાં આવેલા પોતાના ઘરની બહાર ઊભેલા શખ્સોને ગાળો અને અપશબ્દો બોલવાની ના પાડવામાં આવતા સંજયભાઈ અશોકભાઈ પરમાર દશરથ ભાઈ પરમાર શૈલેષભાઇ મકવાણા પરેશભાઈ બકાભાઇ દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર જેટલા શખ્સોને નાની મોટી ઈજાઓ થવા પામી છે

બીજી તરફ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરની સંજીવની સોસાયટી તથા વાલ્મીકિ વાસ વિસ્તારના કોર્નર ઉપર અવાર નવાર ક્રિકેટ રમી અને ત્યાંથી પસાર થતાં વાલ્મિકી સમાજના યુવકો ને  ક્રિકેટનો દડો મારવામાં આવતા હોવાનું અને જાતિ અપમાનીત કરી અને અપશબ્દો કહેવામાં આવતું હોવાનુ પણ જાણવા મળ્યું છે. હુમલામાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.