કોરોનાનો વધતો પ્રકોપ: 1128 નવા કેસ, ત્રણને ભરખી ગયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 169 કેસ: 6128 એકિટવ કેસ, 10 દર્દીઓ વેન્ટીલેટર પર

તહેવારોની સીઝન કોરોના ફરી બેઠો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં કોરોનાના કેસમાં એકધારો વધારો નોંધાય રહ્યો છે. રોજ એકાદ બે દર્દીઓ દમ તોડી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 3 દર્દીઓનાં મોત નિપજતા રાજયભરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં 169 સહિત ગુજરાતમાં નવા 1128 કેસ નોંધાયા હતા. 902 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. એકિટવ કેસનો આંક 6128 એ આંબ્યો છે. જે પૈકી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જયારે 6208 દર્દીઓની હાલત સ્થીર છે.

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 1128 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 391 કેસ, વડોદરા કોર્પોરેટરમાં 121 કેસ સુરત કોર્પોરેશનમાં 52 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 29 કેસ, ભાવનગર કોર્પોરેશનમા 16 કેસ, જામનગર કોર્પોરેશનમાં આઠ કેસ અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નવા બે કેસ નોંધાયા હતા.જયારે મહેસાણા જિલ્લામાં નવા 79 કેસ, સુરત જિલ્લામાં 64 કેસ, ગાંધીનગર જિલ્લામાં 37 કેસ, કચ્છ જિલ્લામાં 37 કેસ, વડોદરા જિલ્લામાં 31 કેસ, ભરૂચ જિલ્લામાં 22 કેસ, રાજકોટ જિલ્લામાં 22 કેસ, વલસાડ જિલ્લામાં 22 કેસ, અમરેલી જિલ્લામાં 16 કેસ, નવસારી જિલ્લામાં 15 કેસ, પાટણ જિલ્લામાં 15 કેસ, મોરબી જિલ્લામાં 14 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 12 કેસ, સાણંદ જિલ્લામાં 10 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 10 કેસ, અમદાવાદ જિલ્લામાં 9 કેસ, અરવલ્લી જિલ્લામાં નવા 7 કેસ પોરબંદર જિલ્લામાં નવા 6 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 6 કેસ, તાપી જિલ્લામાં 6 કેસ, ગીરસોમનાથ જિલ્લામા 4 કેસ, જામનગર જિલ્લામાં 4 કેસ, પંચમહાલ જિલ્લામાં 4 કેસ, ભાવનગર જિલ્લામાં નવા 3 કેસ, બોટાદ જિલ્લામાં નવા બે કેસ, ખેડા જિલ્લામાં બે કેસ, અને દાહોદ જિલ્લામાં નવો એક કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 3 કેસ નોંધાયા છે.