Abtak Media Google News

ગત વર્ષના એપ્રીલની સરખામણીએ ચાલુ વર્ષે નિકાસે રંગ રાખ્યો: જેમ્સ એન્ડ જવેલરી, એન્જીનીયરીંગ ગુડ્ઝ અને પેટ્રોલીયમ પ્રોડકટની નિકાસમાં વધારો

કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને સંક્રમણ લાગશે તેવું નિષ્ણાંતોનું કહેવું હતું પરંતુ પરિણામો કંઈક જૂદા જ જોવા મળી રહ્યાં છે. નિકાસનો આંકડો આસમાને આંબી રહ્યો છે. છેલ્લા આંકડા મુજબ એપ્રીલ મહિનામાં જ 2.70 લાખ કરોડની નિકાસ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એપ્રીલ મહિનામાં જીએસટી કલેકશન પણ 1.41 લાખ કરોડથી વધુનું થયું છે. આંકડા મુજબ ઓકટોબર મહિનામાં 1 લાખ કરોડથી વધુ જીએસટી કલેકશન થવા લાગ્યું હતું જે એપ્રીલ મહિનામાં 1.41 લાખ કરોડથી વધી જવા પામ્યું છે.

ભારતના અર્તથંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં મક્કમપણે પગલા ભરાઈ રહ્યાં છે તેવા સંજોગોમાં દેશના નિકાસ ક્ષેત્રમાં કુબેરનું ધન ભંડાર પણ ટૂંકુ પડે તેવી અધધધ… આવકનું કારણ બન્યું છે. આર્થિક મંદીની વાતો વચ્ચે વિક્રમજનક નિકાસ અને જીએસટીમાં પણ 1,41,384 કરોડ રૂપિયા ઉમેરાયાના પગલે નિકાસનું 2.70 લાખ કરોડનો આંકડો પાર થઈ જવા પામ્યો છે. દેશના નિકાસ ક્ષેત્રમાં જેમ એન્ડ જ્વેલરી, એન્જીનીયરીંગ સ્પેર-પાર્ટસ, સંશાધનો, પેટ્રોલીયમ પેદાશને સંલગ્ન ચીજવસ્તુઓએ એપ્રીલ મહિનામાં વિદેશમાં મોકલાયેલી વસ્તુઓનું મુલ્ય 197.03 ટકા વધારીને 30.21 બીલીયન અમેરિકન ડોલર એટલે કે, અઢી લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

એપ્રીલ મહિનાની નિકાસમાં ગયા વર્ષની સાંપેક્ષમાં 60.28 ટકા જેટલું વધ્યું છે. ગયા વર્ષે લોકડાઉન અને ઉત્પાદન રાકાયેલી પરિસ્થિતિમાં કોરોનાને લઈ આવેલી મંદી સામે આ વખતે નિકાસમાં ભારે તેજી ઉભી થઈ છે. 2021ના પ્રથમ મહિનામાં જ આયાતમાં 165.99 ટકાના ઉછાળા સાથે 45.45 બીલીયન અમેરિકન ડોલરની આયાત થઈ છે. જેનાથી વ્યવસાયીક ખાદ્ય 15.24 બીલીયન ડોલર સુધી પહોંચી હતી જે 120.34 ટકા ઉંચી હતી.  ભારતમાં હવે આ ખાદ્ય પૂરી કરવા નિકાસ ક્ષેત્ર મહત્વનું બની રહ્યું છે. આ વખતે એપ્રીલ મહિનાની નિકાસનો આંકડો અઢી લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. બીનતૈલી, સોના-ચાંદી અને કિંમતી ધાતુઓમાં વધેલી માંગને પગલે 111.3 ટકા વૃદ્ધી જોવા મળી છે. દેશના આયાત ક્ષેત્રમાં પેટ્રોલીયમ, સોનુ, ઈલેકટ્રોનિક આઈટમો, આયાતી સોનુમાં ગયા વર્ષની સરખામણીમાં 215906 .91 ટકા વધ્યો છે.

સોનાની આયાતમાં 2.15 લાખ ટકા ઉછાળો

કોરોના મહામારી દરમિયાન સોનાની માંગ પણ સતત વધી જવા પામી છે. ચોંકાવનારા આંકડા મુજબ સોનાની આયાત ગત વર્ષની સરખામણીમાં 2.15 લાખ ટકાથી વધી છે. માત્ર ગોલ્ડ જ નહીં પેટ્રોલીયમ, ઈલેકટ્રાનિક ગુડઝમાં પણ વધારો જોવા મળ્યો છે. 2020ના એપ્રીલ મહિનામાં 6.92 બીલીયન ડોરનો ટ્રેડ થયો હતો જે ચાલુ વર્ષે એપ્રીલ મહિનામાં 2 ગણાથી વધી 15 બીલીયન ડોલર જેટલો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.