જીએસટીમાં સેમ્પલ, ચોરાયેલી અને કટ વસ્તુઓનો પણ હિસાબ રાખવો પડશે

GST | national | government
GST | national | government

ઈનવોઈસ, સપ્લાઈના બીલ, ડિલીવરી ચલણ, ક્રેડીટનોટ, ડેબીટ નોટ, રીસીપ્ટ, પેમેન્ટ અને રિફંડ વાઉચર તથા ઈ-વે બીલનો રેકોર્ડ રાખવાનો રહેશે

જીએસટીમાં ખોવાયેલા, ચોરાયેલા, ભેટમાં મળેલી અને સેમ્પલ તરીકે ફ્રીમા મળેલી વસ્તુઓનો પણ હિસાબ આપવાનો રહેશે ઉપરાંત એકાઉન્ટની બુક તથા રજીસટર્સની પણ સીરીયલ નંબર સાથે એન્ટ્રી બતાવવાની રહેશે.

આગામી તા.૧ જુલાઈથી જીએસટીની અમલવારી થવાની છે. ત્યારે તાજેતરમાં સીબીઈસી દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉત્પાદન, વેચાણ અને સેવાઓ સહિતની દરેક ગતિવીધીનો અલગ રેકોર્ડ રાખવો પડશે. જ‚રી દસ્તાવેજો સાથે એકાઉન્ટની સાતત્યતા જાળવવી પડશે. દેશની આઝાદી બાદ જીએસટીને કરવેરા ક્ષેત્રે સૌથી મોટો સુધારો માનવામાં આવે છે. જીએસટીના કારણે બીઝનેશ સરળ થશે તેમજ અલગ અલગ કરવેરાની જગ્યાએ એક જ કરવેરો ભરવાનો હોવાથી અનેક મુશ્કેલીઓ દૂર થશે તેવો દાવો સરકાર કરી રહી છે.

જીએસટીમાં ઈનવોઈસ, સપ્લાઈના બીલ, ડીલીવરી ચલણ, ક્રેડીટ નોટ, ડેબીટ નોટ, રીસીપ્ટ, પેમેન્ટ અને રીફંડ વાઉચર તથા ઈવે બીલનો હિસાબ પણ આપવાનો રહેશે.