Abtak Media Google News

રાજય સરકાર દ્વારા જીટીયુને એસએસઆઇના પ્રશંસા

એવોર્ડ સહિત કુલ ૩ એવોર્ડ એનાયત કરાયા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી  અંતર્ગત નેશનલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ મીટ – ૨૦૨૦ યોજવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી માટે કાર્યરત સંસ્થા અને રાજ્યની ૩ યુનિવર્સિટીને જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી  પ્રકાશ જાવડેકરના હસ્તે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) જજઈંઙ- પ્રશંસા એવોર્ડ સહિત બેસ્ટ કોઓર્ડિનેટર અને બેસ્ટ મેન્ટર્સ સહિત કુલ ૩ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.  જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે આ પ્રસંગે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત રહે છે. રાજ્ય સરકાર દ્વારા પણ જીટીયુની આ કામગીરીને ધ્યાનમાં લઈને પ્રશંસા એવોર્ડ એનાયત કર્યો છે. આ બદલ સમગ્ર જીટીયુ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે પણ એવોર્ડ મેળવનાર કર્મચારી સહિત તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. જીટીયુને પ્રશંસા એવોર્ડ સહિત ઈન્ક્યુબેશન મેનેજર  તુષાર પંચાલને બેસ્ટ એસએસઆઇપી  કો.ઓર્ડિનેટર અને  કરણ સારગરાને બેસ્ટ જજઈંઙ મેન્ટર્સનો  એવોર્ડ આપીને સન્માનવામાં આવેલ છે.  રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૭થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી  શરૂ કરવામાં આવેલ છે. સરકારશ્રીની  આ પોલિસીમાં સહભાગી થવા હેતુસર જીટીયુ દ્વારા પણ રાજ્યમાં અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ સહિત ૪ રીજનલ સેન્ટર્સ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે યોગ્ય મેન્ટર્સની પણ નિમણૂક કરવામાં આવેલી છે. આ ઉપરાંત ઈનોવેશનના આઈડિયાથી લઈને ફાઈનલ પ્રોડક્ટ નિર્માણ સુધીની તમામ પ્રકારની સહાય જીટીયુ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી જીટીયુ દ્વારા ૩૧૩ સ્ટુડન્ટ ઈનોવેશન અને સ્ટાર્ટઅપને ૧.૦૪ કરોડની  સહાય આપવામાં આવી છે. જ્યારે ૧૧૬ ઈનોવેશનની પેર્ટન ફાઈલ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.