Abtak Media Google News
અબતક, અમદાવાદ

ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી ઓફલાઈન પરીક્ષા યોજાવાની હતી. કોરોનાના કેસો વધવાથી ઓફલાઈન પરીક્ષાના નિર્ણયથી વિદ્યાર્થીઓ સહમત નહોતા.જે અંગે દિવ્યભાસ્કર દ્વારા કોરોનાકાળમાં પણ ઓફલાઈન પરીક્ષા યોજવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જીટીયુ દ્વારા 24 કલાકમાં પરિપત્ર કરીને નિર્ણય બદલવામાં આવ્યો છે. રાજ્યમાં રોજ 6 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યાં છે. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી પરીક્ષા આપવા માટે આવવાના હતાં.

નવી તારીખ 10 દિવસ બાદ જાહેર કરવામાં આવશે

આ માટે જીટીયું દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનો વિરોધ હતો તેની સાથે NSUI દ્વારા પણ આજે જીટીયું ખાતે ઉગ્ર પ્રદર્શન કરવાનું આયોજન હતું.જીટીયુંના કુલપતિ નવીન શેઠે તાત્કાલિક નિર્ણય બદલ્યો અને કહ્યું કે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હવે નવી તારીખ આગામી સમયમાં પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે.
કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં 1 થી 9 ધોરણની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી છે અને અન્ય સ્કૂલ તથા કોલેજોને પણ ઓનલાઇન કે ઓફલાઇન ચાલુ રાખવા જેવી નિર્ણય લેવા જણાવ્યું છે. ત્યારે જીટીયુંની 20 જાન્યુઆરીથી શરૂ થનાર પરીક્ષા ઓફલાઇન જ લેવાશે જેવા નિર્ણયની સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.અત્યારે પ્રતિદિન 6000 કરતા વધુ કેસ આવી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવે છે. ત્યારે ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી શક્યતાઓ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન યોજવા માંગણી કરી રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.