Abtak Media Google News

સેવાયજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ તથા  શાળાના ટ્રસ્ટી દ્વારા નિ:શુલ્ક  વ્યવસ્થા

લીંબડી થી હાઇવે રોડ તરફ જતા લીંબડી ની પ્રખ્યાત નીલકંઠ વિધાલય આવેલ છે આ વિધાલય માં સેવા યજ્ઞ ચેરી ટ્રેબલ ટ્રસ્ટ, પાણશિણા અને લીંબડી નીલકંઠ વિધાલય ના ટ્રસ્ટી દ્વારા લીંબડી તાલુકા અને શહેર સહિત ગ્રામ્યવિસ્તારો ના લોકો માટે હાલ આવા કપરા સમયે કોરોના વાયરસના સંક્રમણ માં આવેલ દર્દીઓ માટે કુદરતી અને શાંત વાતાવરણ સાથે 50 બેડ ની કોવિડ આયશોલેશન સેન્ટર ઉભું કરાયું હતું.

કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધવાને કારણે ગામના યુવાનોએ લોક ભાગીદારી થી  જમવા થી લઈને તમામ પ્રકારની સુવિધાઓ વાળી શહેર ના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ ઉભી કરવામાં આવી. લીંબડી પંથકના ઘણા ગામો હોસ્પિટલ માં સારવાર માટેની સગવડ સાથે કોવિડ આયોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવી છે. લીંબડી ના યુવાનો દ્વારા આરોગ્યની ટીમ ની સાથો સાથ ઊભા રહી અને રાત દિવસ તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે.

ફ્રુટ જ્યુસ લીંબુ શરબત જમવાની વ્યવસ્થા જેવી તમામ વસ્તુઓ દર્દીઓને આ યુવાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.આરોગ્ય અને લીંબડી નીલકંઠ વિધાલય ના ટ્રસ્ટી ઓ માં લાલાભાઈ પટેલ, ખુમાનસિંહ પરમાર તેમજ યુવાનો માં ભરતભાઇ પટેલ, કિશોરભાઈ પટેલ, હસુભાઈ રામી, રાજેશભાઇ ખાંદલા, પ્રકાસભાઈ અલગોતર  સહિતના યુવાનોએ એક ઉમદા ઉદાહરણ અહીં પુરું પાડ્યું છે.તાત્કાલિક ધોરણે બેડ થી લઇ  જમવા સુધીની તમામ સુવિધાઓ, અને યોગચાર્ય દ્વારા રોજ યોગ, અને પ્રાણાયામ તેમજ આરોગ્ય માં રાજકોટ સજીવન ફાઉન્ડેશન દ્વારા આર્યુવૈદીક માં ડો. અવની વ્યાસ, અને જાણીતા આર્યુવૈદ નિસ્નાત ડો. નિતુબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ થી અહીં કોવિટ આયશોલેશન  સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.