Abtak Media Google News

અબતક, રાજકોટ:

ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા. ગુજરાત એટીએસ દ્વારા 10 વર્ષથી વોન્ટેડ સિરિયલ કિલરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પાંચ જેટલી હત્યાના કેસમાં સંડોવાયેલા કિલરને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસની પકડમાં આવેલો આરોપી ટ્રેકટર ચાલકને ટાર્ગેટ કરી લૂંટ કરતો અને લૂંટી લીધા બાદ વ્યક્તિને જીવતો પાણીમાં નાંખી દેતો હતો.

સિરિયલ કિલરે પોલીસથી બચવા માટે પોતાની ઓળખની સાથે ધર્મ પણ છુપાવી રાખ્યા હતા. તે અમીર પરિવારમાંથી આવતો હતો અને પ્રેમ લગ્ન પણ કર્યા હતા. પોલીસના મત મુજબ સિરિયલ કિલર અસલમે પોતાની ગેંગ બનાવી હતી. પતિનો રક્તરંજીત ભૂતકાળ જાણીને પત્ની પણ ચોંકી ઉઠી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.