Abtak Media Google News

એક માસ પહેલાં કચ્છના દરિયામાંથી 50 કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની શખ્સ પકડાયા તે પૈકીનો 50 કિલો ડ્રગ્સ અફઘાનિસ્તાનના શખ્સ મેળવ્યાની શંકા

કચ્છ અને સૌરાષ્ટ્રના સાગર કાંઠેથી અવાર નવાર ચરસ, હેરોઇન અને કોકીન જેવા માદક પદાર્થોનો જંગી જથ્થો એટીએસની ટીમ દ્વારા પકડવામાં આવે છે. ડ્રગ્સ સાથે ઝડપાતા વિદેશી નાગરિકોની ધનિષ્ટ પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો સગેવગે કરાયોલો જથ્થો પણ પગેરૂ દબાવી પકડવામાં આવે છે. કચ્છથી દિલ્હી પહોચેલો ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનના નાગરિક પાસે હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડો પાડી રૂા.40 કરોડના કિંમતના 8 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે.

ઓકટોમ્બર માસ દરમિયાન ગુજરાત એટીએસ અને દરિયાઇ સુરક્ષા એજન્સી દ્વારા 50 કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા. પાકિસ્તાની શખ્સોની પૂછપરછ દરમિયાન અંદાજે 50 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનના અમન નામનો શખ્સ નવી દિલ્હી લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું.

ગુજરાત એટીએસ દ્વારા અમનને ઝડપી લેવા ઝાળ બીછાવી ટેકનિકલ સોસ દ્વારા અફઘાનિસ્તાનના અમન નામના શખ્સને રૂા.40 કરોડની કિંમતના 8 કિલો હેરોઇન સાથે ઝડપી લીધો છે. અફઘાનિસ્તાનનો અમન હેરોઇનનો જથ્થો કોને આપતો અને કંઇ રીતે નેટવર્ક ચલાવતો તે અંગેની ગુજરાત એટીએસ દ્વારા સઘન પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જખૌ ખાતેથી ગત માસે પકડાયેલા રૂા.350 કરોડની કિંમતના 50 કિલો ડ્રગ્સ પૈકીનું 50 કિલો ડ્રગ્સ અફઘાનિસ્તાનનો અમન લઇ ગયો હોવાનું અને તેને 42 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો એક માસમા જ સગેવગે કરી નાખ્યાની શંકા સાથે હેરોઇનનો જથ્થો કયા અને કોને વેચાણ આપ્યો તે અંગે ગુજરાત એટીએસની ટીમ દ્વારા દેશના ઉતરના રાજયમાં ઠેર ઠેર દરોડાનો દોર જારી રાખ્યો છે.

દરિયામાં ખરાબ વાતાવરણ હોવા છતાં ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટને મહા મહેમતે જખૌના દરિયા કિનારે લાવવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત એટીએસની ટીમ દ્વારા ડ્રગ્સ અંગે છ મોટા દરોડા પાડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.