Abtak Media Google News

હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરતા મુખ્યમંત્રી

 

અબતક,રાજકોટ

ગુજરાતમાં પી.એમ.જે.એ.વાય. અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનિટરીંગ હવે વધુ સુદ્રઢ અને સરળ બન્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર એચ.એસ.એમ.સી.નો નો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના નાગરિકો, જરૂરતમંદ પરિવારો અને વ્યક્તિઓની આરોગ્ય સુખાકારીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અભિનવ પ્રયોગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવેલી આ સેવાના પરિણામે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવી સગર્ભા માતા અને બાળકોની આરોગ્ય સેવા સુરક્ષાની યોજનાઓના લાભાર્થીઓને મળેલા લાભનું મોનિટરીંગ થઇ શકશે.

આ નવિન સેવા અન્વયે અર્લી ચાઇલ્ડ હૂડ ડેવલપમેન્ટ અંતર્ગત સગર્ભા માતાને પ્રસુતિ સુધી દર મહિને એક કોલ કરીને તેમજ બાળકના બે વર્ષ સુધી દર 3 મહિને એક કોલ કરીને માતા-બાળકની આરોગ્ય સેવાઓ માટે કાઉન્સેલીંગ કરવામાં આવવાનું છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓમાં આ નવતર અભિગમનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.

આ સેવાઓમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં લાભાર્થીઓને મળેલ લાભ, સેવાની ગુણવત્તા વગેરેનું પણ મોનિટરીંગ થશે. રાજ્યમાં બિનચેપી રોગોના નિદાન સારવાર કેમ્પ અંતર્ગત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સરના દર્દીઓને જે મફત નિદાન સારવાર અપાય છે તેનું પણ મોનિટરીંગ, સમીક્ષા આ એચ.એસ.એમ.સી. દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એચ.એસ.એમ.સી.ના નેજા તળે ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફરમેશન સિસ્ટમ પોર્ટલ પણ લોંચ કર્યુ હતું.

આ પોર્ટલ રાજ્યની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ વેન્ટીલેટર, ઓક્સીજન બેડ અને અન્ય સામાન્ય બેડ ઉપલબ્ધિ વગેરેની  જાણકારી-માહિતી લોકોને મળે તે માટે રોજબરોજ મોનિટરીંગ કરશે. આ વિગતો મેળવવા માટે  ૂૂૂ. લીષવયફહવિં. લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ અથવા ૂૂૂ.લયળિશત. લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ વેબસાઇટ પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરીને જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મુખ્યમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં જન-જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ સેવાઓનો પ્રારંભ સેતુરૂપ ભૂમિકા નિભાવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.