Abtak Media Google News

પેન્ડિંગ ફાઈલોનો  ઝડપી નિકાલ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આદેશ: ઓીમક્રોન સામે રાજય સરકાર સજજ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2022માં યોજાવાની છે ત્યારે   રાજય સરકાર  આગામી બજેટને ચૂંટણી લક્ષી ટચ આપી મત અંકે કરવાનો  પ્રયાસ કરશે લોકાનુભાવન બજેટ તૈયાર કરવા આગામી  9મી ડિસેમ્બરના રોજ પ્રથમ બજેટ મળશે કેટલીક નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ  કરવામા આવશે.

રાજ્યના પ્રવકતા મંત્રી  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરાલે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં, રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા અને જનસુખાકારીના કામોનું સત્વરે આયોજન કરવા માટે મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરાશે.

શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા 27,000/-ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ 7 તાસ લેશે.

પ્રવક્તા મંત્રી  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વસ્પર્શી – સર્વસમાવેશક બજેટ તૈયાર થાય તેવું નક્કર આયોજન કર્યું છે. તા. 9મી ડિસેમ્બર બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે નાણામંત્રી  કનુભાઈ દેસાઈ બજેટ સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બેઠક યોજશે. રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી કેટલીક નવી વિકાસલક્ષી યોજનાઓ તૈયાર કરવા વિવિધ વિભાગો નાણામંત્રી સાથે બેઠક કરી બજેટને આખરી ઓપ અપાશે.

મંત્રી  વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યનું નવનિયુકત મંત્રીમંડળ પુરજોશથી જનહિતના કર્યો કરી રહ્યું છે. ત્યારે આ કાર્યોને વધુ ઝડપી બનાવવા મુખ્ય મંત્રીએ મંત્રી મંડળને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

વાસ્તવમાં નિકાલ થઇ ચૂકી હોય તેવી વિવિધ વિભાગોની કેટલીક ફાઈલો ઓનલાઇન પેન્ડિગ બતાવતી હોય છે જેનો ઓનલાઇન સત્વરે નિકાલ કરવા મુખ્યમંત્રીશ્રીએ મંત્રીમંડળને જરૂરી સૂચનાઓ આપી હતી.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર0રરના સંદર્ભમાં ગુરૂવાર તા. ર ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શો યોજશે. તેઓ શ્રી ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શો પૂર્વે  બિઝનેસ લીડર્સ,અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક પણ યોજવાના છે.મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સવારે 11 કલાકે યોજાનારા રોડ-શો માં વાયબ્રન્ટ સમિટ-ર0રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે.મુખ્યમંત્રીશ્રી સાથે નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ઊદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા સહિત ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વાયબ્રન્ટ સમીટ -2022 સંદર્ભે તા. 8,9  ડિસેમ્બરે દુબઇનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના પેવેલિયન, એપેક્સ શો – 2021 તથા અબુધાબી ખાતે ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે.મંત્રીએ ઉમેર્યું કે ઓમિક્રોન વાયરસ સંદર્ભે પણ રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. એરપોર્ટ પર બહારના દેશોમાંથી આવતા નાગરિકોના સ્ક્રિનિંગ સહિત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ટેસ્ટિંગમાં નેગેટિવ હોય અને જરૂરીયાત જણાય તો આવા નાગરિકોને 7 દિવસ આઈસોલેશનમાં પણ રાખવામાં આવશે.તેમણે કહ્યું કે, સદભાગ્યે ઓમિક્રોન વાયરસનો દેશમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી અને આગામી સમયમાં પણ ન નોંધાય એ માટે પ્રભુને પ્રાર્થના. આ સંદર્ભે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે જઘઙ નિયત કરાઈ છે એ અંગે પણ ગુજરાતમાં સંપૂર્ણ પાલન સાથે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ વાયરસ અંગે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી માત્ર ને માત્ર તકેદારી સાથે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ નું પણ મોનિટરિંગ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં મુખ્યમંત્રીનો રોડ-શો ઉદ્યોગપતિઓ સાથે વનટુ વન બેઠક

વિશ્ર્વભરના ઉદ્યોગપતિઓને મૂડી રોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત  ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજવામાં આવે છે. આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટેની તૈયારીઓ રાજય સરકાર દ્વારા  શરૂ કરી દેવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુંબઈમાં રોડ શો  યોજયો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના સંદર્ભમાં આજે  મુંબઈમાં રોડ શો યોજાયો હતો. સવારે મુંબઈની ધી તાજમહાલ પેેલેસ હોટલમાં રોડ શો પૂર્વે બિઝનેશ લીડર્સ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન  બેઠકપણ કરી હતી. ત્યારબાદ સવારે 11 કલાકે  રોડ શોમાં વાયબ્રન્ટ સમિટ 2022ની વિશેષતાઓ પ્રસ્તુત  કરી હતી. મુખ્યમંત્રી સાથે નાણશ મંત્રી કનુભાઈ  દેસાઈ, ઉદ્યાગે રાજયમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા સહિત ગુજરાતનાં  ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.