Abtak Media Google News

વોર્ડ નં.6 અને 7માં વંદે ગુજરાત વિકાસ યાત્રાને અનેરો આવકાર

વોર્ડ નં.6 અને 7માં વંદે ગુજરાત વિકાસ યાત્રાને શહેરીજનોએ ઉમળકાભેર આવકારી હતી. ઠેર-ઠેર આ યાત્રાને અનેરો આવકાર મળી રહ્યો છે. વોર્ડ નં.6માં વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, વોર્ડ નં. 6ના કોર્પોરેટરો દેવુભાઈ જાદવ, મંજુબેન કુંગશિયા, ભાવેશ પીપળીયા, પૂર્વ કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી તથા મુકેશભાઈ રાદડિયા, વોર્ડ પ્રભારી રમેશભાઈ પરમાર, વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશિયા, વોર્ડ મહામંત્રી વિરમભાઈ રબારી, લઘુમતી મોરચાના યસુફભાઈ પઠાન તથા વોર્ડ નં. 6ના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નંબર-7 માં વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, દેવાંગભાઈ માંકડ, ડો. નેહલભાઈ શુક્લ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ પ્રભારી પ્રતાપભાઈ વોરા, વોર્ડ મહામંત્રી રાજુભાઈ મુંધવા, શિક્ષણ સમિતિ સભ્ય કિરીટ ગોહેલ પ્રદેશ કારોબારી જીતુભાઈ મહેતા, શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંદીપભાઈ ડોડીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, યુવા મોરચાના ઉપપ્રમુખ સહદેવસિંહ, અનુસુચિતજાતિ મોરચાના ઉપપ્રમુખ રાજકોટ શહેર દિનેશભાઈ સોલંકી, પૂર્વ મહામંત્રી વોર્ડ નં.7 રમેશભાઈ પંડ્યા તથા વોર્ડ નં. 7નાં તમામ કાર્યકર્તાભાઈઓ અને બહેનો તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વવાળી સરકાર દ્વારા ગુજરાતનો ખુબ જ વિકાસ થયેલ છે. ગુજરાતના વિકાસના કારણે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે નામના મેળવેલ કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી અનેક યોજનાઓ આપેલ છે. નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી, આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની આરોગ્યની સુવિધા આપવામાં આવી રહેલ છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ પુરવાર થયેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.