Abtak Media Google News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ધોરાજીમાં ઉજ્જવળ ભારત ઉજ્જવળ ભવિષ્ય, વીજ મહોત્સવ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ-ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા ઉજ્જવળ ભારત ઉજ્જવળ ભવિષ્ય વીજ મહોત્સવ 2022 રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો. વીજ ઉત્પાદન અને વપરાશમાં થયેલ વિકાસ અને આગામી વર્ષ 2047 સુધીમાં અપેક્ષિત આયોજન અંતર્ગત ધોરાજી ખાતે આયોજિત વીજ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય  જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વીજળીના યોગ્ય અને કરકસરયુકત ઉત્પાદનમાં ખૂબ સહયોગી બન્યા છે અને લોકો આજે વીજળીને યોગ્ય પ્રમાણમાં વપરાશ કરતા પણ થયા છે અને સરકાર દ્વારા વીજ ઉત્પાદન માટે ના નક્કર આયોજન થી ગુજરાત રાજ્ય વીજ વપરાશ – ઉત્પાદન તેમજ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે  અગ્રેસર બન્યું છે આમ સરકાર ઊર્જા વિકાસમાં અગ્રેસર કામગીરી કરી લોકો ને અવિરત વીજ પુરવઠો આપી રહ્યું છે.

પાવર ગ્રીડ ભારતના મેનેજર  સતીશકુમાર અતરામે  જણાવ્યું હતું કે વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. આ તકે તેએાએ ભારત સરકાર દ્વારા ઊર્જા વિકાસના વિવિધ કાર્યો અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે ધોરાજી અગ્રણી  વી ડી પટેલ   મનીષભાઈ ચાંગેલા જિલ્લા અગ્રણી    નીતાબેન ચાવડા  હરસુખ ટોપિયા  હરકિશન માવાણી     વીનું ભાઈ માંથુકિયા વિરલ ભાઈ પનારા  લલિત વોરા ઉપલેટા તાલુકાના અગ્રણી વિનુભાઈ ચંદ્રાવાડિયા રાજશી હુંબલ   મયુરભાઈ સુવા,  હરીભાઈ ઠુંમર, ડી એલ ભાષા મામલતદાર કે ટી જોલાપરા, પી આઈ ધોરાજી ગોહિલ પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ    પી જી વી સી એલ ના અધિકારી  એમ જે લાલકિયા વી જે ખુંટ   આર એન ચોટલિયા આર એન રાદડિયા પી એન સાવલીયા  એચ બી વાધમસી  આર એલ ઢોલ આર આર પેથાણી  એમ જે  સોલંકી   ડી સી વ્યાસ   એ અધેરા   ડી વી માવાણી  સી એન કગથરા   એ એન અજાગિયા તેમજ કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.