‘ગુજરાત ઇન્ડિગ્રેટેડ લોજીસ્ટિક અને લોજીસ્ટિક પાર્ક પોલિસી’ સેમિનાર યોજાયો

  • રાજકોટ જિલ્લા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે
  • ઉદ્યોગો ક્ષેત્રે હબ રહેલા રાજકોટને હવે લોજીસ્ટિક ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો પ્રયાસ: જિલ્લા ઉદ્યોગ મેનેજર કે.વી.મોરી, ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, મેટોડા જી.આઈ.ડી.સી. પ્રમુખ નરેન્દ્રસિંહ સહિત 200 ઉદ્યોગ સાહસિકો રહ્યા ઉપસ્થિત

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક અને લોજીસ્ટીક પાર્ક પોલીસી-2021″નો મહત્તમ લાભ ઉદ્યોગ સાહસીકો સુધી પહોંચે તેવા શુભાશય સાથે જિલ્લા સેવા સદન-2 ના સેમિનાર હોલ ખાતે ઓદ્યોગીક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટના ઉદ્યોગિક સાહસિકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા ઉદ્યોગ મેનેજર કે.વી.મોરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, મેટોળા જી.આઈ.ડી.સી. પ્રમુખ નરેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારની પોલીસી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે. લોજીસ્ટીક એ ઈન્ડસ્ટ્રીઝનું હ્રદય છે. ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે અગ્રેસર રહેલું રાજકોટ હવે લોજીસ્ટીક ક્ષેત્રે પણ અગ્રેસર બને તે આવનારા સમયની તાતી જરૂરિયાત છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોજીસ્ટીક ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવી શકવા સામર્થ્યવાન છે.

વ્યક્તિના મગજમાં જન્મેલો વિચાર મેગા ઈન્ડસ્ટ્રીઝમાં પરિણમે ત્યાં સુધી સરકાર વિવિધ યોજનાઓ તથા પોલીસીઓ દ્વારા ઉદ્યોગ સાહસીકોને સહાય આપે છે. ઉદ્યોગ સાહસીકોને અપાતી વિવિધ સહાયના કારણે જ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષ્રેત્રે અગ્રેસર છે તેમ જણાવ્યું હતું.આ તકે એમ.એસ.એમ.ઈ. હેલ્પ ડેસ્કના પ્રતિનીધિ ખીલના મહેતાએ “ગુજરાત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક અને લોજીસ્ટીક પાર્ક પોલીસી-2021” અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે આ તકે મેટોળા જી.આઈ.ડી.સીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જેમ્સ અને જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જગદિશભાઈ જીંજુવાડીયા સહિત ઉદ્યોગ સાહસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શુ છે ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજીસ્ટિક અને લોજીસ્ટિક પાર્ક પોલિસી-2021

  •  રાજ્યમાં નવી જેટીના લોજીસ્ટીક ફેસેલીટીઝ અને ડેવલપમેન્ટ તેમજ મિકેનિઝમ માટે રપ ટકા કેપિટલ સબસિડી એલીજીબલ ફિકસડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મહત્તમ રૂ.1પ કરોડની મર્યાદામાં આપવા, સાત વર્ષ માટે 7 ટકા ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળવાપાત્ર લોન પર આપવા અને વાર્ષિક મહત્તમ રૂ. પ0 લાખની મર્યાદા સુધી વિસ્તારી શકાશે તેવી સૂચિત જોગવાઇ
  •  મૂડી ખર્ચ નીચો લાવવા રાજ્ય સરકાર 100 ટકા સ્ટેમ્પ ડયૂટી પણ રિએન્બર્સ કરી આપશે તેવી સૂચિત જોગવાઇ આ પોલિસી હેઠળ છે.
  •  રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે આ પોલિસી દ્વારા અપાઇ રહેલા વિશેષ ઝોક રૂપે સ્કીલ્ડ મેનપાવરની પણ જરૃરિયાત ધ્યાને લેવામાં આવી છે. આ હેતુસર રાજ્યના યુવાઓના રોજગાર સર્જન માટે સ્કીલ ઇન્હાસમેન્ટ-ક્ષમતા વધારીને પોલિસીમાં ફોકસ કરવામાં આવ્યું છે.
  •  આ અન્વયે 1ર0 કલાક કરતાં વધુ કલાકની તાલિમ માટે તાલિમાર્થી દીઠ 1પ હજાર રૂપિયા રિએમ્બર્સર્ડ કરવામાં આવશે. મહિલા તાલિમાર્થીઓ તાલીમ મેળવી આ નવતર ક્ષેત્રમાં સહભાગીતા વધારવાના ઉદાત ભાવથી મહિલાઓ માટેની તાલિમ ફી 100 ટકા રિએમ્બસર્ડ કરાશે તેવી જોગવાઇ

રાજકોટના ઉદ્યોગકારો સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લે : વી.પી.વૈષ્ણવ

ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગ માટે જે નવી લોજિસ્ટિક પોલીસી જાહેર થઈ જેને ધ્યાનમાં રાખીને આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નાના ઉદ્યોગકારોને કેવી રીતે બેનિફિટ્ મળશે તેની કાયમી ખેવના કરી છે ત્યારે આવનારા દિવસોમાં આ ઉદ્યોગ વધુમાં વધુ કેવી રીતે આગળ વધે લોજિસ્ટિક પોલિસીમાં ગત વર્ષમાં પણ ગુજરાત નંબર વન હતું ત્યારે આવનારા દિવસોમાં પણ નંબર વન બની રહે અને તેનો પ્રચાર અને પ્રસાર કઈ રીતે થાય તેને લઈને  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કાયમી ધોરણે પ્રચાર-પ્રસાર કરતી આવી છે. ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસ પણે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો આનો લાભ લેશે તેમ જણાવ્યું હતું, તેમજ વધુ વાત કરતા જણાવ્યું હતુ કે દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી પોલીસે છે કે જે ફાઇનાન્સિયલ ક્ષેત્રે, એક્સપોર્ટ ક્ષેત્રે બીઝનેસને આગળ ધપાવે  અને ઉદ્યોગકારોને ફાયદો થઈ શકે છે પરંતુ રાજકોટમાં માત્ર પાંચથી સાત ટકા જ ઉદ્યોગકારો લાભ લઇ શકે છે તો તમામ ઉદ્યોગકારોને વિનંતી કરું છું કે આવી પોલીસીનો લાભ ઉઠાવે કારણ કે ઉદ્યોગ જગતમાં ગુજરાત હબ છે ત્યારે સૌરાષ્ટ્ર પણ સાથ પુરાવે તેવી આશા રાખું છું…તેમ જણાવ્યું હતું..

ઉદ્યોગ પોલિસીનો મહત્તમ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે: કે.વી.મોરી

જિલ્લા ઔદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરીએ અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોજીસ્ટિક પોલીસી 2021નું પ્રચાર પ્રસાર માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,લોજીસ્ટિક પોલીસી 2021ના ઘણા બધા પ્રોત્સાહનો પુરા પાડવાના છે. જેમાં ઉપસ્થિત 200 જેટલા ઉદ્યોગસાહસિકોને માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેપિટલ સહાય, વ્યાજ સહાય, ક્વોલિફિકેશન સર્ટીફીકેટ, પેટન્ટ સહાય સહિતના પ્રોત્સાહન પુરા પાડવામાં આવે છે લઈને ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં કેપિટલ સબસીડી 15 કરોડ, ઇન્ટરેસ્ટ સબસીડી 7 ટકા સાત વર્ષ સુધી મળવા પાત્ર છે, તેમજ અનેક લાભ પણ આ પોલિસીમાં મળવા પાત્ર છે તેમ જિલ્લા ઉદ્યોગ જનરલ મેનેજર કે વી મોરીએ જણાવ્યું હતું.