ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે બાગાયત કૃષિ ક્ષેત્રે જોઇન્ટ વર્કિંગ ગ્રુપ બનશે

vijay-rupani
vijay-rupani

મુખ્યમંત્રીની ઇઝરાયેલની મુલાકાતનો બીજો દિવસ

ઇઝરાયેલ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ડિજિટલ ફાર્મિંગનો ઉપયોગ કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઇઝરાયેલની મુલાકાતનાં બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ત્યાંના કૃષિ-ગ્રામીણ વિકાસ મંત્રી ઉરી એરીયલને મળ્યા હતા. આ મીટીંગ બાદ તેઓએ જાહેર કર્યું હતું કે કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ જોઇન્ટ વર્કીંગ ગુ્રપની રચના કરશે. ગુજરાતના કૃષિ વિકાસ માટે ઇઝરાયેલની ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ડીજિટલ ફાર્મીંગ પદ્ધતિનો ઉપયોગ કરાશે એવું મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ જોઇન્ટ વર્કીંગ ગુ્રપ અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદના નેતૃત્વમાં ગર્વમેન્ટ ટુ ગર્વમેન્ટ G2G બેઝીઝ પર સાથે મળીને કાર્યરત થશે. ઉપરાંત B2B સ્તરની વાટાઘાટો થશે. ગુજરાત સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કટીબદ્ધ છે.

ગુજરાત ડેલિગેશનની નેટાફિમ સહિતની અન્ય એગ્રી ફાર્મની મુલાકાતનાં સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતનાં ખેતી ક્ષેત્રમાં ઇઝરાયેલ પ્રો-ઓક્ટિવની ભૂમિકા નિભાવી શકે છે.
જ્યારે ઇઝરાયેલના કૃષિ ગ્રામ વિકાસ મંત્રી ઉરી એરીયલે જણાવ્યું કે, ગુજરાતે કૃષિ વિકાસની નવી રાહ અપનાવી છે. કૃષિ ક્ષેત્ર નવિનતમ સંશોધનો અને ઇનોવેટીવ પગલાઓથી હંમેશા દેશમાં કૃષિક્રાંતિમાં અગ્રેસર રહ્યું છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રની ગુજરાતની આવી પહેલ અને સિદ્ધિઓ ભારતનાં અન્ય રાજ્યો માટે પણ કૃષિ વિકાસનું આગવું મોડેલ બની રહેશે. આ મુલાકાત સમયે મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્યમંત્રીનાં સચિવ અશ્વીનીકુમાર પણ સાથે રહ્યા હતા