Abtak Media Google News

હરિવંદના ફીઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા 30 વિદ્યાર્થીઓ દર્દીઓને કરાવે છે વિવિધ એકસરસાઈઝ

હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજમાંથી સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે ફીઝીયોથેરાપીનો અભ્યાસ કરતા સેકેન્ડયર, થર્ડ યર, ફાઈનલ યર તથા પાસઆઉટ ઈન્ટર્ન મળીને 30 જેટલા વિદ્યાર્થીઓને કોરોનો પોઝીટીવ દર્દીઓની સેવા માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં દરેક વિદ્યાર્થીઓ વોરીયર તરીકે કામ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા અહિંયા ચેસ્ટ એકસપાન્સ એકસરસાઈઝ પ્રોનીંગ પોઝીસનીંગ થેરાપી તથા બ્રીધીંગ એકસરસાઈઝ કરાવવામાં આવે છે. જે દર્દીના ઓકિસજન લેવલ ઘટયા હોય તેવા દર્દીઓ માટે એકસરસાઈઝ અગત્યનો ભાગ ભજવે છે. ઓકિસજન લેવલ અપ કરવા માટે કસરત એજ એક ઉપાય છે. હરીવંદના ફિઝિયોથેરેપી કોલેજના 30 વિદ્યાર્થીઓ અહિંયા સેવા આપે છે.

બ્રીધીંગ એકસરસાઈઝ

કોરોના દર્દીઓને શ્ર્વાસ કંઈ રીતે લો છો તે પણ અગત્યનું છે. બ્રીધીંગ એકસરસાઈઝના બે પ્રકાર છે. એક છે. ડાયાફાઈગમેટીક બ્રીધીંગ એકસરસાઈઝ જેમાં બે હાથને પેટ પર રાખી ઉંડા શ્ર્વાસ લેવાના જેમાં નાકથી શ્ર્વાસ લઈ ધીમે ધીમે શ્ર્વાસ છોડવો ઉંડા શ્ર્વાસ લેવાથી ફેફસામાં કફ છૂટો થાય છે. બીજી છે. પર્સલી બ્રીધીંગ એકસરસાઈઝ કે જેમાં નાકથી શ્ર્વાસ લઈ મોઢામાંથી બહાર કાઢવાનો હોય છે.જેનાથી ફેફસામાં ભરાયેલ કોલેબ્સ તથા કફ સરળતાથી ફેફસામાંથી નીકળી જાય છે.

પ્રોનીંગ પોઝીસનીંગ

કોરોના પોઝીટીવ દર્દીને ઓકિસજન લેવલ જાળવી રાખવા સુવાની રીત અતી મહત્વની છે. જે તે વ્યકિતએ પડખુ ફેરવી ને અથવાતો ઉંધુ સુવુ જોઈએ જે ખૂબજ મહત્વપૂર્ણ છે. ઉંધા સુવાથી ફેફસાના લુપ્સમાં કુદરતી ઓકિસજન મળી રહે છે. જેથી દર્દીમાં રીકવરી જલદી થવાના ચાન્સ વધી જાય છે. જેથી દર્દીએ ઉંધુ સુવુ જોઈએ અથવા પડખુ ફેરવીને સુવુ જોઈએ.

આજે લોકો મને પણ કોરોના વોરીયર ગણે છે તેનો ખૂબ આનંદ છે:
નમ્રતા ત્રિવેદી, વિદ્યાર્થીની હરિવંદના ફીઝીયોથેરાપી કોલેજ

Vlcsnap 2021 05 11 08H38M45S845

હરિવંદના ફિઝીયોથેપી કોલેજના ફાઈનલ યર સ્ટુડન્ટ નમ્રતા ત્રિવેદીએ જણાવ્યું કે અમારી કોલેજમાંથી કહ્યું કે જે લોકો કોવિડ સેન્ટરમાં ડયુટી માટે જવા ઈચ્છુક હોયતે જઈ શકે છે. આ પેન્ડેમીક સમયમાં અમારૂ કંઈક યોગદાન રહે તેના માટે અને અહિયા આવીએ છીએ ઉપરાંત પરિવાર તરફથી પહેલા તો ના જ કહેવામાં આવી હતી. પરંતુ તેમને મે સમજાવ્યું કે ઘણા બધા ડોકટર સેવાઓ આપી રહ્યા છે. તેવો સાવચેતી રાખીને દર્દીઓની સેવા કરી શકે છે. તો હું કેમ ના જાવ.

જેથી વાલીને મનાવીને કોવિડ હોસ્પિટલમાં ડયુટી શરૂ કરી આજે એક ગર્વ એ પણ છે કે લોકો અમને કોરોના વોરીયર તરીકે જોવે છે. જેથી મને તો ગર્વ છે જ પરંતુ મારા પરિવારને મારી ઉપર સવાયો ગર્વ છે. ઘણી વખત દર્દીનાં સગાઓ સાથે વાત થાય તેઓ એવું કહે છે અત્યારે તમે જ ભગવાન છો. આ સાંભળીને લોકોને મદદરૂપ થવાનો અનેરો આનંદ થાય છે.

સમરસ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં 200 બેડ ખાલી થયા:
પ્રાંત ચરણસિંહ ગોહિલ

Vlcsnap 2021 05 11 08H38M07S995

 

ડે. કલેકટર ચરણસિંહ ગોહિલએ જણાવ્યું કે રાજકોટ કલેકટરની પ્રેરણાથી સમરસ કોવીડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. નોડલ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સૌ કોઈ કાર્યરત છે. તાત્કાલીક ધોરણે 800 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર રાજયની પહેલી હોસ્પિટલ છે. અહિંયા મનોચિકિત્સક દ્વારા દર્દીનું કાઉન્સેલીંગ કરાતા જાણવા મળ્યું કે લોકોમાં કોરોનાથી ડરનો માહોલ ખૂબજ છે. નિર્ભયતાથી કોરોના સામે લડે તોસરળતાથી કોરોના હારે સમરસમાં 800 બેડની વ્યવસ્થા છે. હાલ 450 જેટલા બેડ પર જ દર્દી છે. બાકીનાં ખાલી છે. ખાસ તો છેલ્લા 3 દિવસમાં 200 પથારી ખાલી થઈ છે.જેથી કોરોનાનો ડાઉન ફલો દેખાઈ રહ્યો છે. અહિયા જે કોઈ પણ કોરોનાના દર્દી છે. તેમના માટે મ્યુઝીક થેરેપી, રાસ ગરબા, ભજનો વિવિધ સંભળાવીએ છીએ જેથી દર્દી ખુશમીજાજી રહે છે. ખાસ તો સતત દર્દીઓને કહીએ છીએ કે કોરોના હમણાજ જતો રહેશે. માત્ર અમુક દિવસોનો જ રોગ છે. જેથી ડરવાની જરૂર નથી. કોરોના સામે લડવાની જરૂર છે.

દર્દીના ઓકિસજન લેવલને અપ કરવા માટે કસરતો કરાવીએ છીએ: દેવાંશી મહેતા

Vlcsnap 2021 05 11 08H38M54S666

હરિવંદનામાં ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરતા ફાયનલયર સ્ટુડન્ટ દેવાંશી મહેતા જણાવ્યું કે;, સમરમાં કોવિડ ડયુટી પર અમે છીએ ત્યારે હાલમાં સારા નરસા તમામ અનુભવો થાય છે. કયારેક દર્દીઓ એમ પણ કહે છે કસરત નથી કરવી ત્યારે તેઓને નાના બાળકની જેમ સમજાવી કસરતના મહત્વ વિશે જણાવી તેઓ કસરત કરે તેવા પ્રયત્નો કરીએ છીએ. તો બીજી બાજુ એવું પણ બને કે અમે જઈએ એટલે જે તે વ્યકિત કસરત માટે તૈયાર જહોય છે. અહિંયા વિવિધ કસરતો કરાવી દર્દીનું ઓકિસજન લેવલ કંઈ રીતે અપ થાય તેના માટેના પ્રયાસો કરી તેમને કસરત કરાવીએ છીએ.

હું પંદર દિવસથી અહી સેવા આપું છું હું  સ્વસ્થ છું, કારણ કે હું સાવચેતી રાખુ છું: ડો. રેન્સી જોશી

Vlcsnap 2021 05 11 08H39M20S463

હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજ પાસઆઉટ સ્ટુડેન્ટ ડો. રેન્સી જોશીએ જણાવ્યું કે ખાસ તો સમરસ કોવિડ હોસ્પિટલમાં હું છેલ્લા 15 દિવસથી સેવા આપું છું પરંતુ પુરી સાવચેતી પણ રાખું છું ત્યારે ખાસ લોકોને એ કહેવાનું કે કોરોનાથી લોકોમાં ડર છે. ડરવું નહિ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ તો આજે હું ફીટ એન્ડ ફાઈન છું એક અનુભવ મને એ થયો છે કે કોરોના પોઝીટીવ જ લોકો અહિયા એડમીટ છે.

તેઓને એક ભય છે કે અમે પાછા ઘરે જઈ શકશું કે કેમ? જેને ધ્યાને લઈને અમે તેમને પોઝીટીવીટી આપી બનતા પ્રયત્નો કરીએ છીએ દર્દીઓને કઈ રીતે સમજાવવા તે અમે અમારી ટીમમાં પણ ચર્ચા કરીએ છીએ કારણ કે સારવાર પહેલા દર્દીનું માનસીક સ્વસ્થ રહેવું જરૂરી છે.

કસરતો કરાવી દર્દીનાં ઓકિસજન લેવલ સરળતાથી આવી શકે: ફિરદોશ શેખ

Vlcsnap 2021 05 11 08H39M08S182

હરિવંદના કોલેજમાં ફિઝીયોથેરાપી ફાઈનલ યરમાં અભ્યાસ કરતા ફિરદોશ શેખે જણાવ્યું કે છેલ્લા પંદર દિવસથી સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી રહ્યા છીએ. અત્યાર સુધી એવા અનેક અનુભવો થયા છે. કે જે તે વ્યકિતનું ઓકિસજન લેવલ ખૂબ નીચુ હોય છે.પરંતુ તેમને કસરત તથા શ્ર્વાચ્છોશ્ર્વાસ કરાવ્યા બાદ ઓકિસજન લેવલમાં ખાસ એવો વધારો થાય છે. દર્દી સાજા થયા બાદ રોયા હોય તે પણ અમે જોયું છે. તેઓ કહે છે કે તમે અમારા માટે ભગવાન છો. ખાસ તો મારા ફલોરનાં એક દર્દીનું ઓકિસજન લેવલ આવતું જ ન હોતું ત્યારે કસરતો થકી તેવોનું ઓકિસજન લેવલ આવ્યું ત્યારે માથે હાથ મૂકીને તેઓએ આર્શીવાદ આપ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.