ગુજરાત જાગ્યુ, કોરોના ભાગયુ: મહામારીમાંથી મુક્ત થવા ગુજરાતવાસીઓની નેમ !!

0
110

ગુજરાતના યુવાનો જાગૃત થઇ વેક્સીન લેવામાં ઉત્સાહ દાખવ્યો

કોરોનાની મહામારીમાં સરકાર તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર અતિગંભીર છે. ત્યારે હવે લોકો સમજતા થયાં છે. જાગૃતતા સર્તકતા આવી છે. કોરોનાની ચેઇનને તોડવા સ્વૈચ્છીક લોકડાઉન, ગાઇડ લાઇનનું પાલન કરવું વગેરે બાબતો પણ સર્તકતા દાખવી રહ્યાં છે. હાલ કોરોના રીકવરી રેટ વધી રહ્યો છે જે હાલ દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેકસીનેશન ઝુંબેશ ચાલી રહી છે. યુવાઓ ઉત્સાહભેર વેકસીન મુકાવી રહ્યાં છે. તંત્રના પ્રયાસો અને લોકોની જાગૃતતા અને સર્તકતાથી ગુજરાતમાં કોરોનાને ભગાડીશું છેલ્લા એક અઠવાડીયામાં કોરોના રીકવરી રેટ વઘ્યો છે. મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.


ઉદ્યોગોએ આરોગ્યની સાથોસાથ ડગમગી રહેલી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી :
લોથડા-પડવલા-પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન

લોથડા-પડવલા-પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી પ્રમુખ જેન્તીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, અગાઉ આપણે સૌએ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હશે, કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય, તો કોઈએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન મહી કર્યું હોય તેના પરિણામે કોરોનાની બીજી લહેરમાં અનેક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પણ હવે ગુજરાતની પ્રજા સમજી ગઈ છે કે, હાલ આ પ્રકારની ભૂલો કરવાનો સમય નથી પરંતુ સુઝબૂઝથી ગાઈડલાઈનનું પાલન કરીને કોરોના પર વિજય મેળવવાનો સમય આવી ગયો છે. ત્યારે લોકો હવે સ્વયંભૂ  ગાઈડલાઈનનું પાલન કરતા થયા છે ત્યારે હવે ધીમેધીમે કોરોના પર નિયંત્રણ પણ આવી રહ્યો છે. આ સમયમાં ઔદ્યોગિક એકમોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એક બાજુ ઉદ્યોગકારોએ પોતાનું અને કર્મચારીઓનું આરોગ્ય જાળવવાનું હતું અને બીજી બાજુ પ્રોડક્શન 100% ક્ષમતા સાથે થાય તેનું પણ ધ્યાન રાખવાનું હતું. આ બંને બાબતોમાં ઉદ્યોગકારોએ ખૂબ જ કાળજીપૂર્વક પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે જેના પરિણામે આરોગ્ય તો જળવાયું જ સાથોસાથ પ્રોડક્શનની ચેઇનમાં કોઈ ખલેલ ન સર્જાઈ અને દેશને આર્થિક ક્ષેત્રે કોઈ ફટકો ન પડ્યો. આઆ સમયગાળામાં લોથડા-પડવલા-પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વેકસીનેશન કેમ્પ તેમજ કોરોના ટેસ્ટ યોજીને સૌના આરોગ્યની ચિંતા કરી છે તેમજ ઉદ્યોગકારોએ યથાયોગ્ય મદદ પણ કરી છે. તેમણે અંતે કહ્યું હતું કે, હાલ દવાની સાથોસાથ લોકોમાં જાગૃતિ અને હકારાત્મક અભિગમની જરૂરિયાત છે જે મીડિયા સિવાય કોઈ કરી શકે નહીં ત્યારે ’અબતક’ દ્વારા કરાયેલી પહેલને અમે બિરદાવીએ છીએ.

 

વૃક્ષોનું જતન કરી વધુ વૃક્ષો વાવી ભવિષ્યના વાયરસોને નાથવા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના પ્રયાસો

અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના વિજયભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષ માં અમારા વિસ્તારમાં આયુર્વેદિક ,હોમિયોપેથીક  અંદાજે બે લાખ દવાનું વિતરણ કર્યું હતું. સેનેટાઈઝર માસ્ક આપ્યા હતા. અમે ઘણા વૃક્ષો વાવ્યા છે  અને લોકોને પણ અનુરોધ કરીશ હાલ આપણે જોઈએ જ છીએ કે ઓક્સિજન ની કેટલી જરૂરત પડે છે.ઓક્સિજન વગર એક મિનિટ ચાલી શકતું નથી.અત્યાર સુધી અમારા ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર થી વધુ વધુ વૃક્ષો વાવ્યા છે.જેમાં અલગ અલગ વિસ્તારમાં ગૌશાળા માં વૃક્ષારોપણ કર્યું છે.અને બારેમાસ વાવીએ છીએ. અત્યારે અમે માં ગૌરી ગૌ શાળા માં ગાયો ને સાચવી તેને નિણ નાખવાનું ત્યા વૃક્ષારોપણ કરવાનું કામ કરીએ છીએ. કોરોના નો કહેર દિન પ્રતિદિન ઘટી રહ્યો છે ખુબ જ સારી બાબત છે આવી જ રીતે બધા સાથે મળી ને સાવચેતી રાખી કોરોના ને હરાવીશું.

અડધો અડધ સ્ટાફ વચ્ચે પણ ઉદ્યોગોએ રંગ રાખ્યો: અદાણી મસાલા

રાજ્ય સરકારના આંશિક લોકડાઉન ના નિર્ણયથી કોરોના ની ચેઇન ઝડપથી તૂટી જશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે લોકો સતર્ક થઈ રહ્યા છે છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ઝડપથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે આવી જ પરિસ્થિતિ હજી આગળ રહેશે તો આપણે જરૂરથી ગુજરાતમાંથી કોરોના ને ભગાડી શકીશું ત્યારે અદાણી મસાલા ગ્રૂપ પણ આ મહામારીમાં ગુજરાત જાગ્યું એવો નાનકડો પ્રયાસ કરી રહ્યું છે અમે દરેક સ્ટાફને પ્રિકોશન આપી તેમજ માત્ર 30 ટકા સ્ટાફ દ્વારા જ ફેક્ટરી ચલાવી રહ્યા છીએ કોઈપણ જાતની જો કર્મચારીમાં અસર બતાવે તો તેને તરત જ ટેસ્ટ કરાવી આરામ કરવાની રજા આપીદઈ છીએ લોકોએ હવે જાગૃતતા તરફ મંડાણ કર્યું છે.

 

ટીચર્સોની ઘરે ઘરે  કોરોના સામેની લડાઇમાં સર્તકતા: વિપુલભાઇ ઘવા (પ્રિન્સિપાલ, જીનીયસ ગ્રુપ)

આજે કોરોના મહામારીમાં શિક્ષણ જગતે કોરોના મહામારીને નાથવા અનેક પ્રયત્નો કર્યા છે.કોરોના મહામારીમાં ફૂડ નું વિતરણ કર્યું છે.બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે. રસીકરણ ની જાગૃતતા માટે અભિયાન ચલાવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી ને લોકોને ઘરે ઘરે જઇ ટેસ્ટિંગ માટે પ્રેરિત કર્યા છે. કોરોનામાં માનસિક પરિસ્થિતિ કેવી પ્રફુલ્લિત રાખી શકીએ તે પ્રયત્નો કર્યા છે. ગુજરાત પોલીસ સાથે પણ યુવાનોને પ્રેરિત કર્યો કરેલ છે. અબતક મીડિયાએ ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અભિયાન શરૂ કર્યું તેમજ ગુજરાતીઓની જાગૃતતા જ કોરોના ભગાડી શકશે. આપણે સૌ સાથે મળી ને કોરોનાને ભગાડીયે.

કોરોના રાક્ષસની ડૂટીમાં તીર મારી ગુજરાત માત આપશે: દેવરાજ ગઢવી, વંદના ગઢવી

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કચ્છ કોહિનૂર દેવરાજ ગઢવી તથા તેમના પુત્રી વંદનાબેન ગઢવી એ એ જણાવ્યું હતું કે માનવજાતને કોરોના રૂપી રાક્ષસ હેરાન કરી રહ્યો છે મહદઅંશે આપણે તેને હરાવ્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળીને સાવચેતી રાખી કોરોના ને હરાવી એ આવી કપરી પરિસ્થિતિમાં દરેક સંસ્થાઓ સેવાભાવી લોકો જે તે રીતે આગળ આવીને બનતા પ્રયાસો કરતા હોય છે જ્યારે મીડિયાની ભૂમિકા નિભાવતા દ્વારા પણ ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું મુહિમ શરૂ કરવામાં આવી છે જેથી અબતકને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

 

ખાલી દંડો ફેરવીને નહીં પરંતુ ભૂખ્યાને અન્ન આપી માનવીય સંવેદના સાથે તંત્રએ સક્રિયતા બજાવી:
એસીપી એસ.આર. ટંડેલ

મદદનીશ પોલીસ કમિશ્નર-ઉત્તર વિભાગ એસ.આર. ટંડેલે કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ રાત્રી કરફ્યુનું કડક પાલન કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ કાયદાકીય રીતે બેદરકાર જણાય તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત સંક્રમણ અટકે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા માટે પણ પોલીસ સતત પ્રયત્નશીલ છે.

 

છેલ્લા 4 દિવસમાં ડેથ રેટ ઘટ્યો અને રીક્વરી રેટ વધ્યો: માનવ કલ્યાણ મંડળ

માનવ કલ્યાણ મંડળ ના ચેરમેન મુકેશભાઈ મેરજા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ વાત અંગે હું એક સંદેશ આપીશ કે લોકોમાં જાગૃતતા વધી છે.અમે ઓછા ભાવ માં લોકો માટે કોરોના થી બચવા માટેની તથા સારવાર માટેની વસ્તુ નું વેચાણ કરવામાં આવે છે. ત્યારે લોકો એવી વસ્તુ ની અપેક્ષા રાખે છે કે જે કલ્પયું પણ ના હોય. લોકો યુવી ચેમ્બર, અલગ અલગ સેનેટાઇઝર માંગે છે જેથી કોરોના નો કંટ્રોલ થઈ શકે.દરેક સામાજિક સંસ્થા ઓ સમાજ ના આગેવાનો,નેતાઓ,મેડિકલ ટિમ, પોલીસ કોરોના કંટ્રોલ દરેકની કામગીરી સરાહનીય છે. કોરોના ની બીજી લહેરે લોકો ની ઊંઘ હરામ કરી છે. આવા સમયમાં આવી સંસ્થા દ્વારા

કોરોના કંટ્રોલ પ્રોગ્રામ ચલાવાયો હતો.પરંતુ બીજી માં ઘર દીઠ પોઝિટિવ કેસો નોંધાયા લોકો ને ઓક્સિજન સહિતની અનેક તકલીફો પડી હતી.આપણા મુખ્યમંત્રી સહિત્યના દરેક વ્યક્તિ સહભાગી બની મહામારી ને નાથવા પ્રયાશો કર્યા જેના પરિણામો પણ હાલ દેખાઈ રહ્યા છે.છેલ્લા 4 દિવસ માં ઘણા કેશો માં કંટ્રોલ થયો છે અને મૃત્યુઆંક પણ ઘટ્યો છે.સાથોસાથ હોસ્પિટલ માં લાઈનો પણ ઓછી થતી જાય છે.ઉપરાંત ખાસ તો અત્યારે સૌ કોઈ બનતા પ્રયાસો કરી મદદરૂપ થવા પ્રયત્નો કરે છે.હવે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ સ્થિતિ નું નિર્માણ થયું છે. સવિષવશ વ્યસન છોડવાની જરૂર છે.અહીંયા એક માવા માંથી 5 કે 6 લોકો માવો ખાય છે આ પરિસ્થિતિ માં પણ કોરોના વધે છે. જેથી વ્યસન છોડવાની પણ એટલીજ જરૂર છે.

અનેક પડકારો વચ્ચે લોકોની માંગને પહોંચી વળવા ઉદ્યોગોએ કમર કસી: સમીર શાહ

રાજમોતી ઓઇલ મિલ ના માલિક સમીર શાહ એ અબતકને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેના અનેક કારણો છે . રોના હળવો પડયો એટલે લોકો બેફિકર બની ગયા હતા. ખાસ્તો આ અંગની જાગૃતતા ફેલાવવી અતિ આવશ્યક છે. હવે લોકો સોશિયલ ડિસ્ટન્સ થયા છે સ્વચ્છતા નું પાલન કરતા થયા છે કોરોનાથી ડેથ રેટમાં પણ ઘટાડો આવ્યો છે. પ્રજામાં જાગૃતતા આવી રહી છે તે ખૂબ જ સારા સમાચાર છે લોકો સરકારી ગાઇડ લાઇનનો પાલન કરતા થયા છે ખાસ તો કોરોના ના કારણે જે લોકડાઉન થયું લોકો ના કામ ધંધા બંધ થયા જેથી લોકો માનસિક રીતેહારી ગયા અને કોરોના સામે લડી ન શક્યા. તો હવે એવું લાગે છે કે સ્થિતિ ઝડપથી સુધરી રહી છે. ઉપરાંત અમારી એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીને લાગેવળગે છે ત્યાં સુધી જીવન જરૂરી પ્રાથમિક વસ્તુઓમાં તેલ નો સમાવેશ થાય છે તેથી અમારી ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ રાખવામાં આવ્યું હતું ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ અમારા દ્વારા રાતદિવશ પ્રોડકશન શરૂ રાખવામાં આવ્યો હતો જેમાં અમને પણ ઘણી વખત રો મટેરિયલ માટેના પ્રશ્નો આડે આવ્યા છે પરંતુ તેને અવગણીને હર હંમેશ ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવ્યું છે. ઉપરાંત પરપ્રાંતિય મજૂરો જે પોતાના વતન પરત ફરતા હતા તે અંગે દરેક ઉદ્યોગને આસરો થઈ હતી પરંતુ સદનસીબે અમારા મજૂરોને અમે સાચવ્યા છે જેથી અમને તે પ્રશ્ન પણ નડ્યો નથી. લોકોની સેવા માટે ના બનતા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવ્યા છે ટૂંક જ સમયમાં આપણે કોરોના પર કાબુ મેળવી લેશો કહેવાય છે કે પહેલીવાર જેને કોરોના થાય તેના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ત્યાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા હતા અને હવે વેક્સિનેશન અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે લોકોમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ રહ્યા છે જેથી સરળતાથી ગુજરાત કોરોનાનો હારાવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here