Abtak Media Google News

કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંદર્ભે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. પોઝીટીવીટી તેમજ જાગૃતતા દ્વારા કોરોના દર્દીઓના રિકવરી રેટમાં વધારો થતાં લોકોમાં પણ ઘણી હિંમત આવી છે.સિવિલ હોસ્પિટલ,સમરસ તેમજ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ સ્વસ્થ બની રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત હવે કોરોના સામેની જંગમાં જાગૃત બન્યું છે.અબતક મીડિયા દ્વારા કોરોનાની આ મહામારીમાં લોકોમાં પોઝિટિવિટી આવે તે હેતુથી  “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” અભિયાનનો પ્રારંભ કર્યો છે.આ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં સમાજના અગ્રણીઓ ,શ્રેષ્ઠીઓ,સામાજીક સંસ્થાઓ તેમજ અધિકારીઓએ અબતક મીડિયાની આ મુહિમને બિરદાવી છે.અબતક મીડિયા તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરીએ, પોઝિટિવ વિચારો રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ.લોકોની જાગૃતતા કોરોનાને દેશવટો આપશે તે વાતમાં પણ કોઈજ શંકાને સ્થાન નથી.

સતર્કતાએ કોરોનાને ભગાડ્યું: વીસી-પીવીસી

Vlcsnap 2021 05 01 09H11M09S965

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ- ઉપકુલપતિએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  કોરોના ની પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની આગેવાનીમાં સુંદર કામગીરી થઈ રહી છે. સાથોસાથ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની જે મુહિમ છે કે દરેક વ્યક્તિ વેક્સીન લે તેને પણ આવકારીને મોટાભાગના લોકો વેક્સીન  લઇ રહ્યા છે. કોરોના સામે લડવા માટે વેક્સિનેશન એ એક અમોધ શસ્ત્ર છે. અબતકની આ મુહિમ ને મારું સમર્થન છે કોઈપણ વિધાયક વિચાર હંમેશા વિધાયક પરિણામ મળે છે આપણા સૌના વિચારો પોઝિટિવ થશે તો  ચોક્કસ પ્રકારે કોરોના ને હરાવી શકીશું કલ્પવૃક્ષની નીચે બેસવાથી દરેક કલ્પના ફરતી હોય ત્યારે આપણે સૌ એવી કલ્પના કરીએ તે ગુજરાત જાગ્યું છે કોરોના ભાગ્યું છે અબતક ચેનલનીઆ મુહિમ બદલ અમે આભાર માનીએ છીએ. કોરોના ને ભગાડી માનવ જાતને બચાવવાના પ્રયાસમાં આપણે સૌ કટિબદ્ધ બન્યા છીએ.

“પ્રાણવાયુ” રાહત છતાં પ્રાણવાયુંથી સજ્જ છે બોલબાલા: જયેશભાઇ ઉપાધ્યાય

Vlcsnap 2021 04 29 16H58M40S541

કોરોનાની બીજી લહેરમાં અફરા તફરી મચી છે ત્યારે છેલ્લા 5 દિવસથી બોલબાલા ટ્રસ્ટ તરફથી આપવામાં આવતા ઓક્સિજન સિલિન્ડર લેવામાં લોકોનો ધસારો ઓછો થયો છે.રાજકોટ સહિત સમગ્ર ગુજરાત હવે જાગૃત બની ગયું છે.બોલબાલા ટ્રસ્ટ કોઈ પણ આપતમાં અગ્રેસર હોઈ છે.પહેલી લહેરમાં રાહત રસોડું ચલાવી બોલબાલા ટ્રસ્ટે અનેકની જઠરાગ્નિ ઠારી હતી.બીજી લહેરમાં ઓક્સિજન સિલિન્ડરની આપી લોકોને બનતી મદદ કરી રહ્યા છીએ. એક સિલિન્ડર થકી એકની જીંદગી બચે એ અમારો ઉદ્દેશ્ય છે.જનતા સહકાર આપે એટલે કોરોના શું ગમે તેવા વાઈરસને ભાગવું જ પડશે.ગુજરાત જાગ્યું અને કોરોના ભાગ્યું અબતકના અભિયાનને બોલબાલા ટ્રસ્ટ વધાવે છે.

પ્રાણવાયુમાં પ્રાણ પુરતું જયદીપ ઓક્સિજન

Vlcsnap 2021 04 30 17H54M37S159

જયદીપ ગેસ ખાતે  અત્યારના  મેનેજમેન્ટ કરતા  ભાવેશભાઈ મોલિયા એ  અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં લોકો  કોરા ના નામથી પેનીક થઈ જાય છે  ત્યારે કોઈપણ વ્યક્તિએ  પેનીક થવાની જરૂર નથી  અમારો મુખ્ય કાર્ય  લોકોને  અત્યારે ઓક્સિજન પહોંચાડવાનું છે  ઘણા લોકો એવા આવતા હોય છે કે જે  ઓક્સિજન મળશે કે નહીં  જેવા  અનેક પ્રશ્નો છે   ત્યારે   ડરવાની જરૂર નથી  કોરોના ની સામે લડવાની જરૂર છે  આ ઉપરાંત  કોરોના મહામારી ની શરૂઆત થઈ  ત્યારથી અત્યાર સુધીમાં રિકવરી રેટમાં ખાસ્સો એવો વધારો થયો છે અત્યારે  મજબૂત મનોબળ રાખીને  પરિસ્થિતિ સામે લડવાની જરૂર છે  ત્યારે  અબતક આ મુહિમ  ગુજરાત જાગ્યું  કોરોના ભ ભાગ્યું ને મારુ સમર્થન છે જયદીપ ગેસ ખાતે ફરજ બજાવતા મામલતદાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં દરેક વ્યક્તિ કોરોના થી ડર અનુભવે છે ત્યારે હવે સૌએ જાગૃત બને અબતક ની આ મુહિમ ને અમારું સમર્થન છે આ ઉપરાંત ખાટ ઘણા લોકો સાથે મુલાકાત થાય છે ત્યારે વાતચીતમાં કોરો અંગે ચર્ચા કરવામાં આવે છે અને લોકો દ્વારા ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે કે ખોટેખોટા ભયના માહોલ ઉભા કરવા ન જોઈએ બને તેટલી પોઝિટિવિટી ફેલાવવી જોઇએ ઉપરાંત જયદિપ ગેસ ખાતે ઓકસીજનની લાંબી લાઇન છે તેવી લોકમાન્યતા છે પરંતુ જયદિપ ગેસમાં તમામ કામગીરી આયોજનબઘ્ધ રીતે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.