ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યુ: આગામી 15 દિવસ સતર્કતા અને સજાગતા ગુજરાતને સંપૂર્ણ કોરોનામુક્ત કરી દેશે, વાંચો શું કહે છે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા સમાજ શ્રેષ્ઠીઓ

0
110

ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ

ફક્ત એક જ અઠવાડિયામાં કોરોનાનો પારો ગગડયો

કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વભરને બાનમાં લઈ લીધું છે. એમાં પણ ભારતમાં બીજી લહેર શરૂ થતા પરિસ્થિતિ વધુ વણસી છે. ગુજરાતમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં કેસ વધુ ખતરનાક ગતિએ વધતા મૃત્યુદર દરરોજ નવી સપાટી સર કરી રહ્યો હતો. પરંતુ હાલ છેલ્લા એક અઠવાડિયાના ગાળામા કેસ ઘટયા છે.તો સામે રીકવરી રેટ પણ વધ્યો છે. આગામી ટુંકાગાળામાં ગુજરાતને સંપૂર્ણ પણે કોરોના મૂકત કરાવવા હેતૂસર રૂપાણી સરકાર દ્વારા ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન શરૂ કરાયું છે. જેમાં રાજયભરની 18 હજાર ગ્રામ પંચાયતોને જોડી દરેક ગામમાં 10 લોકોની કમિટી બનાવી મૂહીમ ચલાવવાનો નિર્દેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરે શહેરો ઉપરાંત, ગામડાઓને ભરડામાં લઈ ગ્રામ્યસ્તરે સ્થિતિ વધુ વિકટ બનાવી દીધી હતી. જેનાં પરિણામસર ગ્રામ્યસ્તરે વધુજાગૃકતા લાવી કોરોનાની ચેઈન સંપૂર્ણ પણે નાથવા ‘મારૂ ગામ કોરોના મૂકત’ ગામ અભિયાન છેડાયું છે.

આગામી પંદર દિવસ સર્તકતા અને સજાગતા જ ગુજરાતને કોરોના મુક્ત કરી દેશે

નોંધનીય છે કે, કોરોનાના કાળા કહેર વચ્ચે લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. ચોતરફ કોરોના… કોરોના… કોરોના… પરંતુ હવે, આ રટણ બંધ કરી આમાંથી બેઠા થવા ડર દૂર કરી લડાઈને વધુ મજબૂત કરવા ગુજરાતવાસીઓને પ્રોત્સાહિત કરવા “અબતક” દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ મુહિમ શરૂ કરવામાં આવી છે. પ્રવર્તમાન સ્થિતિએ પૂરવાર સાબિત થઈ રહ્યું છે. અને હવે વધુ સાવચેત થઈ સતકર્તા દાખવીશું તો ટુંકાગાળામાં જ ગરવા ગુજરાતને સંપૂર્ણ પણે કોરોના મૂકત કરીશું ‘અબતક’ દ્વારા શરૂ કરાયેલી આ મુહિમને તંત્ર તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ આવકારી જોડાયા છે. તેમજ આગળ આવી ગુજરાતમાંથી હિંમતભેર કોરોના નાબુદી કરી ફરી પહેલા જેવી સ્થિતિ ઉભી કરવા પહેલ કરી છે.

મોરબી: હિંમત રાખીશું તો આ કપરોકાળ પણ જલદી જતો રહેશે: પંચમુખી ટ્રસ્ટ

 

પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી અંતિમ યાત્રાના રથની સેવા આપીએ છીએ સાથેજ 2 દવાખાના ચલાવીએ છીએ સાથેજ રોજના 150 લોકોને ટિફિન સેવા આપીએ છીએ. સાથેજ બિન વરસી સબની અંતિમ વિધી અમે લોકો કરીએ છીએ. આ તમામ સેવા માટે કોઈ પાસે આર્થિક સહાય માંગતા નથી. જે લોકો સામેથી આપી જાય છે તે સ્વીકારીએ છીએ. ખાસ તો અંતિમ યાત્રાના રથમા કોઈ ડ્રાઇવર રાખવામાં આવ્યો નથી. અમારા ગ્રુપમાં જે કોઈ હાજર હોઈ તે પોતે જ જાય છે. લોકો અમને આર્થિક તેમજ વસ્તુનું દાન આપે છે. ખાસ તો હું સંદેશ આપીશ કે કોરોનાનો કપરો કાળ છે ત્યારે લોકોએ ડરવાની જરૂર નથી. હિંમત રાખશું તો આ સમય પણ જતો રહેશે. લોકોએ બસ જાગૃતતા રાખવાની જરૂર છે.

અનિલભાઈએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા બધા મીત્રો સાથે મળી અનેક સેવાઓ આપવામાં આવે છે. દરમાહીને 15 થી 20 સાબોની અંતિમ વિધિ કરતા હતા. પરંતુ કોરોના મહામરીને કારણે રોજની 20 જટલી અંતિમ વિધિ કરીએ છીએ. પરંતુ લોકોને ખાસ કહીસકે લોકોએ ડરવાની અને ગભરાવવાની જરૂર નથી. બસ હિંમત રાખવાની જરૂર છે.

ઉપલેટા: કોરોના દર્દીઓ માનસિક સ્વસ્થ રહે તે અગત્યનું: અભિમન્યુ ટીમ

હરીશ સુવા મિશન અભિમન્યુ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં લોકો કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનો પાસે જતા ડરે ત્યારે લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર પણ કરવા જતા નથી. તેવામાં ઉપલેટા ખાતે કાર્યરત મિશન અભિમન્યુની ટીમ કોવિડ દેડબોડીની સ્મશાનમાં અંતિમ વિધિ કરવાની સેવા આપે છે. આ ટિમ કોરોનાના સબને ઘરેથી લાવીને તમામ અંતિમ ક્રિયાઓ દ્વારા અંતિમ વિધિ કરે છે. મિશન અભિમન્યુ ટીમના 15 જેટલા કાર્યકરો સ્મશાનમાં 24 કલાક સેવા આપે છે. ત્યારે લોકોને અપીલ કરીએ છીએ કે લોકોએ ડરવાની જરૂર નથી. સાથેજ લોકોને અપીલ કરીએ છીએ કે કોરોના દર્દીઓથી ચોક્કસ દુરી રાખીએ પરંતુ તે મુંજાય જય તેમ નહીં. તેમને હૂંફ મળતી રહે તે રીતે તે ખાસ ધ્યાન રાખવુ. સાથેજ લોકોએ કોરોના દર્દીઓ માનસિક સ્વસ્થ રહે તે ખાસ ધ્યાન રાખવુ જોઈએ. “જીત્યું ગુજરાત હાર્યો કોરોના”

ઉપલેટા નગરપાલિકાના સદસ્ય જયેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કોપ વર્તાઈ રહ્યો છે. ત્યારે હું કઇસ કે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકારની કોરોનની ગાઈડલાઈનનું પાલન કરશું અને બધા માસ્કનો વધુને વધુ ઉપયોગ કરે, સેનિટાઇઝરનો વધુને વધુ ઉપયોગ સાથે સોશિયલ ડિસ્ટસન્સનું પાલન કરવામાં આવે તો ચોક્કસથી કોરોના હારસે. ખાસ તો જે લોકને કોરોના આવ્યો છે તે લોકોએ માનસીક હિંમત રાખી કોરોનાને માત અપીસકાય ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કોરોના ઝડપથી નાસ પામે, લોકો સજાગ થસે તો કોરોના ચોક્કસથી ભાગસે.

ગીર સોમનાથ: મહામારીમાં જરૂરીયાત મંદને ભોજન સેવા પૂરી પાડીએ: ભારત વિકાસ પરિષદ

સંજય કારીયાએ જણાવ્યું હતું કે અબતક દ્વારા શરૂ કરવામાં આવેલી મોહિમ “જાગ્યું ગુજરાત ભાગ્યો કોરોના” શરૂ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. ભારત વિકાસ પરિષદ કોરોનાની પહેલી લહેર આવી ત્યારથીજ સેવા કાર્યમાં જોડાઈ ચુકી છે. ભારત વિકાસ પરિષદ કોરોનાની મહામારી દરમિયાન આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવા, માસ્ક, સેનિટાઇઝર સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથેજ લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. લોકો કોરોનાથી અગમચેતી, સાવચેતી કઈ રીતે રાખવી તે વિષે પણ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બીજીલહેરમાં પણ અમારા કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને એમના સાગા વહાલા માટે જરૂરી પ્રથમિક સુવિધા પુરી પાડી હતી. સાથેજ તેમના માટે જમવાની સુવિધા પણ પુરી પાડી હતી. સાથેજ જે લોકો હોમ કવોરંટાઇન હોય અને તેમને જમવાની વ્યવસ્થા ન હોય તે લોકોને પણ જમવાની વ્યવસ્થા અમારા દ્વારા પુરી પાડવામાં આવી છે અને હજુ પણ અપવામાં આવશે. ટિફિન વ્યવસ્થા સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી સુચારુ રૂપે ચલાવવામાં આવે છે.

કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. સરકાર લોકોને જે અપીલ કરે છે તેનું પાલન કરવું. ખાસ જે લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમને પ્રોત્સાહન આપવામાં આવે અને તેમને હિંમત આપવામાં આવે. લોકોમાં પોઝીટીવીટીનો પ્રચાર વધુને વધુ કારવામાં આવે તેવી મારી અપીલ છે.

યુફ્રેશની ચૌધરી ગ્રાઉન્ડ ખાતે બટર મિલ્ક વિતરણની ઉત્સાહભેર પહેલ: રાજેશભાઈ ડોબરીયા

યુફ્રેશ દ્વારા થોડાક દિવસથી કોરોના ના દર્દીઓ ની સાથે તેમના પરિવારજનો જે ચૌધરી ગ્રાઉન્ડ ખાતે તેમની સાથે 24 કલાક બેડની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમની સાથે રહે છે તેઓ માટે યુફ્રેશ છાશ વિતરણ કરી રહી છે અમારી પોતાની જ આ પ્રોડક્ટ છે બટર મિલ્ક નું વિતરણ કરી ઇમ્યુનિટી માટે પણ ખૂબ સારી અને શક્તિ વર્ધક રહે જે પ્રકારે અમારી યુફ્રેશ કમ્પની કોરોના ની મહામારી માંથી પસાર થઈ રહી છે અમે હિંમતભેર અત્યારે કામ કરી રહ્યા છીએ લોકોની સહાયે આગળ આવી રહ્યા છીએ તેમજ આપણા જ સ્વજનોને જે જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે લોકોને પણ અમે અપીલ કરી રહ્યા છીએ આજે આપણે સૌએ સાથે મળીને આ મહામારીને ગુજરાત માંથી ભગાડવાની છે માત્ર એટલું જ કરવાનું છે આપણે સૌએ એકબીજાની તકેદારીઓ સમજવી જોઈએ અને આપણે સૌ ત્યારી બતાવી પડશે આની સામે લડવાની હાલ ખરા અર્થ માં ગુજરાત આ વાયરસ સામે જીતી રહ્યું છે બીજી તરફ અત્યારે જે કેસ ઘટી રહ્યા છે દર્દીઓમાં અત્યારે ડિસ્ચાર્જ નો રેશિયો વધારે જોવા મળે છે ખાસ ઓક્સિજનની અત્યારે જે અછત જોવા મળતી નથી તે પણ ખૂબ જ સારી બાબત છે મેટોડા ખાતે પણ થોડાક સમયમાં નવા પ્લાન્ટ શરૂ થવાના છે લોકોને મોટી રાહત મળી શકે તેવા સમાચાર છે અબતક દ્વારા જે મુહિમ ચાલવામાં આવી રહી છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું તે ખૂબજ સરાહનીય છે અમે પણ આ મુહિમ માં જોડાયા છીએ અને આપ સૌવ ને અપીલ કારીછી આપણ જોડાવો અને ગુજરાતને કોરોના મુક્ત કરીએ.

કપરા કાળમાં “સાચી લંગર” સેવા પૂરી પાડતું રાજકોટ ગુરુદ્વારા

હરિસિંહ ખચરિયા એ જણાવ્યું હતું કે ગુરુદ્વારા દ્વારા ઘણા સમય થી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષ થી કોરોના મહામારી થી અમે ભૂખ્યા જરૂરિયાત મંદને ભોજન આપીએ છીએ. હાલ અમારાં દ્વારા સમરસ હોસટેલ માં દર્દીના પરિવાર સગાને ભોજન પહોંચાડવામાં

આવી રહ્યુંછે. ગુરુએ અમને મોકો આપ્યો છે. સેવા કરવાનો. એક વર્ષ પહેલાં અમે દસ હાજર થી વધુ લોકોને જમવાના ટિફિન પાર્શલ પહોંચાડ્યા હતા.દરેક વિસ્તારમાં સરકાર ની ગાઈડલાઈન નું પાલન કરી સેવા કરતા હતા હાલ તેની સનખ્યાં ઘટી છે અત્યારે 600 થી વધુ ટિફિન પાર્શલ  સેવા પુરી પાડીએ જેમાંથી એક તક્ષ મિશ્ર સેવા ગ્રૂપ  જે ઝૂંપડપટ્ટીના નાના બાળકો ને ભણાવે છે ત્યાં  રોજ ના 100 થી વધુ જમવાના પાર્સલ આપી સેવા કરીયે છીએ.પરમાત્મા એ અમને આ તક આપી છે. તે અમે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી લોકોની વ્હારે આવી મદદ રૂપ થઈએ છીએ અને ભવિષ્ય માં પણ લોકોને મદદ રુપ થસી.

ટેસ્ટીંગ અને વેક્સીનેશન જ કોરોનાને મ્હાત આપવા પૂરતું: ઇસ્કોન મંદિર

ઇસ્કોન મંદિર ના પ્રમુખ વૈષ્ણવસેવાદસે અબતક સાથેનીવાતચીત માં જણાવ્યું કે સર્વપ્રથન હું અબતક નો આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. હાલ ના સમય માં લોકો ને માનસિક સધિયારો તથા પોઝિટિવિટી મળી રહે તેવી લોકો થકી અબતક ની આ મુહિમ છે.કોરોના ના કપરા કાળમાં અમારા દ્વારા કોટેન્ટાઇન લોકો માટે ભોજન સહિતની સુવિધા ઓ તો અપાય છે પરંતુ અમારા દ્વારા એક હેલ્પ લાઇન પણ શરૂ કરાઇ છે. અમારી વેબસાઈટ પરથી કોઈ પણ વ્યક્તિ અમારો સંપર્ક કરી શકે છે.જે લોકો કોરોના પોઝિટિવ છે તેમના માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.આવતા દિવસોમાં ઓક્સિજન

પ્લાન્ટ શરૂ કરવાનો તથા કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો પન અમારો વિચાર છે. હાલમાં મેડિકલ સ્ટાફ ના અભાવે કોવિડ હોસ્પિટલ નું કામ સ્થાગીત છે.અમે લોકો સવારે 5 વાગ્યા થી જ લોકો ની સેવા તથા ભોજન વ્યવસ્થા માં હોઈએ છીએ ખાસતો ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ વાત માં હકીકત છે દિવસે ને દિવસે રીકવરી રેટ વધી રહ્યા છે.જે સ્પષ્ટ દર્શાવે છે કે ચોક્કસથી કોરોના હારશે.

માત્ર થોડા દિવસ માટે ઘરમાં રહીકોરોનાની ચેઇન તોડીશું: હર્ષિલ શાહ

(પ્રમુખ – રાઇઝિંગ ઇન્ડિયા ગ્રુપ)

રાઇઝિંગ ઇન્ડિયા ગ્રુપ ના હર્ષિલ શાહ એ જણાવ્યું કે કોરોના મહામારી વિશ્વ આખા માં ભરડો લીધો છે પરંતુ વિશ્વ ના ઘણા દેશો ઈવા છે કે જેમને કોરોના સામેની લડત જીતી છે.જેનું કારણ દેશ ના નાગરિકો ની જાગૃતતા છે.ત્યારે આપણે સૌ પણ એક જાગૃત નાગરિક તરીકે વેક્સિનેશન ને સહકાર આપવો જોઈએ. અને એ જાગૃતતા હાલ જોવા પણ મળી રહી છે.અમારા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદોને સેવાઓ તો અપાઇ છે પરંતુ ખાસ અત્યારે ઓક્સીજન ની અછત છે ત્યારે અમારા દ્વારા ઓક્સિજન સિલિન્ડર રીફિલ કરી આપવામાં આવે છે.ઉપરાંત બનતા પ્રયત્નો કરી મદદરૂપ થઈએ છીએ.ખાસ તો લોકો એટલું જ કહેવાનું કે હવે સારો સમય આવ્યો છે રીકવરી રેટ વધી રહ્યો છે.થોડા દિવસો ઘર માં રહી પૂરતી સેફટી નું પાલન કરી આપણે આપણી જાત ને બચાવવાની છે.અને કોરોના ની ચેઇન તોડીએ.ખાસ એક મીડિયા લોકો નો અવાજ હોય છે ત્યારે લોકો થકી અબતક મેદાન માં આવ્યું છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું મુહિમ લઇ ને ત્યારે મારુ સમર્થન અબતકની આ મુહિમને છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here