Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે ‚રુ.૨૨ કરોડના ખર્ચે તૈયાર યેલા વોકેશનલ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ: તાલીર્માથીઓને નિમણુંકપત્રો એનાયત કરાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે રૂા.૨૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વોકેશનલ તાલીમ સેન્ટરનું લોકાર્પણ કરી, ગામડાઓમાં સોનાનો સુરજ ઉગે અને યુવાનો વિશ્વના પડકારો ઝીલીને ગુજરાતે વૈશ્વિક પ્રતિષ્ઠા આપે એવા ગુજરાતના નિર્માણની પરિકલ્પના મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  ધરમપુર-કપરાડાના વનવાસી ક્ષેત્રમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા રૂા.પ૦૦ કરોડની યોજના બની છે. જે ટુંક સમયમાં સાકાર શે. આદિવાસી વિસ્તારમાં આવનારા પાંચ વર્ષમાં પીવાના પાણીની સુવિધા ઊભી કરીને, હેન્ડપંપમુકત ગુજરાત બનશે. આદિવાસી બહેનોના ઘર સુધી પીવાનું પાણી મળે તેવી વ્યવસ રાજય સરકાર ઊભી કરશે.

મુખ્યમંત્રીએ ગુજરાત ડેસ્ટીનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઉદ્યોગકારોને કૌશલ્યયુકત યુવાધન મળે, ગુજરાત જોબ ગીવર બને એ દિશા તરફ ગુજરાત અગ્રેસર બન્યું છે.  ભારત વિશ્વનો સૌી યુવા દેશ છે. આ યુવા દેશના યુવાધનની અપાર શકિતઓ છે.  આવા આધુનિક તાલીમ સેન્ટર દ્વારા ગુજરાતના યુવાધનમાં રહેલી શકિતને યોગ્ય રાહ ચીંધીને ગુજરાત વડાપ્રધાનના સેન્ટ્રલ ઓફ એક્ષેલન્સી, સ્ટાર્ટ અપની હારમાળાનો પ્રારંભ યો હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાને ગરીબનો વિકાસ ઝંખ્યો છે.  ગરીબોની સમસ્યાઓ જાણીને જનધન યોજનાી નોટબંધી સુધીના મહત્વના નિર્ણયો કરીને ગરીબોના ઉતન માટે આશાનું કિરણ જગાવ્યું છે. દેશમાં પ્રમાણિક અને ઇમાનદારોના યુગનો પ્રારંભ યો છે.  સુશાસન સો લોકોની આશા-આકાંક્ષાઓ પુર્ણ કરીને, પ્રજાના ટેક્ષના નાણાં પ્રજા માટે વાપરવા એ ધ્યેય સો સરકાર આગળ વધી રહી છે.

આદિવાસી વિસ્તારના યુવાનોને મેડીકલ ક્ષેત્રે તકો ઊભી કરવા વનવાસી ક્ષેત્રમાં મેડીકલ કોલેજ શરૂ કરવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યકત કરી, ઉમેર્યું હતું કે, વનવાસી ક્ષેત્રમાં મેડીકલ કોલેજ માટે રાજય સરકારે નવી પોલીસી બનાવી છે. રાજય સરકાર જમીન પણ નિયમ મુજબ ફાળવી આપશે.

રાજય આદિજાતિ મંત્રી શબ્દશરણ તડવીએ આદિવાસીઓમાં રહેલી ક્ષમતા- સર્જનાત્મકની રહેલી શકિતને યોગ્ય દિશા-દોરવણી આપવાનું કાર્ય રાજય સરકારે કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, આદિવાસી યુવાનોને ઉચ્ચ ગુણવત્તાયુકત તાલીમ સો રોજગારી મળે તેવી વ્યવસ રાજય સરકારે કરી છે. ગુજરાતના વિકાસની ગતિમાં વનવાસી ક્ષેત્ર ભાગીદાર તેવા પ્રયાસો કર્યા છે. આદિવાસી સમાજ સમૃધ્ધ બનીને ગુજરાતની ઓળખ ઊભી કરવામાં ભાગીદાર બનશે તેવું રાજય આદિજાતિ મંત્રીએ જણાવ્યું હતું.

આદિજાતિ વિભાગના સચિવ આર.સી.મીનાએ સૌને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતમાં પીપી ધોરણે આઠ વોકેશનલ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રોમાં અત્યાર સુધી ૧૭ હજાર યુવાનોને તાલીમ આપવામાં આવી છે. અત્યારે ૩૦ હજાર યુવાનો તાલીમ લઇ રહયા છે. ૭પ ટકા કેપીટલ ફાળો આપવામાં આવે છે.

ઓઝરપાડા વોકેશનલ તાલીમ કેન્દ્ર લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જિતેન્દ્રભાઇ ટંડેલ,  સાંસદ ર્ડા.કે.સી.પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણભાઇ પાટકર, નશાબંધી નિયામક બી.કે.કુમાર, કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી  ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી, માજી સાંસદ કાનજીભાઇ પટેલ,  ગાંધીવાદી અગ્રણી વિમળાબેન લાલભાઇ, તાલુકા-નગરપાલિકાના પ્રમુખો, તાલીર્માીઓ, મોટી સંખ્યામાં ઉપસ્તિ રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.