Abtak Media Google News

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નવ વર્ષથી ફરજ બજાવે છે તેમને પગાર ૧૮,૫૦૦ મળે છે અને બે મહિનાથી નવી ભરતી પામેલા પોલીસ કોન્સ્ટેબલનો પગાર ૧૯,૯૦૦ છે. પગારમાં આવી વિસંગતતા હેાવાને કારણે નવ વર્ષથી પેાલીસ ખાતામાં નોકરી કરતા પોલીસ કર્મીઓમાં ભારે રોષ ફેલાયો છે.૨૪ કલાક ડયૂટી કરતા પોલીસ કર્મચારીઓને પગાર બાબતે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમને સાતમાં પગારપંચનો અમલ પણ પાછલી અસરથી આપવામાં આવ્યો નથી.જાન્યુઆરી-૧૬મા સાતમા પગારપંચની જાહેરાત થયા પછી કોઇ અમલ કરાયો નથી.

ગુજરાતમાં આઇપીએસ એસોસિયેશન છે અને તેમની તકલીફો દૂર કરવા માટે તેમનું એસોસિયેશન સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી શકે છે પણ પોલીસ કોન્સ્ટેબલ કે એએસઆઇ,પીએસઆઇ કે પીઆઇ માટે એવું કોઇ એસોસિયેશન નથી.જેના કારણે તેમના પ્રશ્નોનો નિવેડો આવતો નથી. પોલીસ કર્મચારીઓને એચઆરએ ૨૪ ટકાને બદલે ૬ ટકા જ આપવામાં આવે છે. ખરેખર કેટલુ  એચઆરએ મળવું જોઇએ તેનો પરિપત્ર છે કે નહીં તે જ પોલીસ વિભાગમાં કોઇને ખબર નથી.

પોલીસ કોલોનીની હાલત પણ એટલી હદે ખરાબ છે કે, કોઇ આઇપીએસ અધિકારી પોલીસ કોન્સ્ટેબલ કેવા મકાનોમાં રહે છે તે જોવા જતું નથી.પોલીસનું વેલફેર ફંડ નાના પોલીસ કર્મચારી માટે વપરાતું નથી.કોઇ વીમા સુરક્ષા કવચ નથી.બીજા સરકારી કર્મચારીઓ કરતા પોલીસના ભથ્થાં બહુ ઓછા છે. કેસની તપાસ કરવા કોઇ પોલીસ કોન્સ્ટેબલ બહાર જાય તો તેનું ભથ્થું  અપાતું નથી. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પોલીસ બીજા નંબરનું સ્થાન ધરાવતું હોવા છતાં હાલત દયનીય છે. ઉપલા વર્ગના અધિકારીઓ ઘરમાં કામો પણ કરાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.