Abtak Media Google News

12 જેટલા ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ પાઠવાઈ : અનેક કારણોસર ઔદ્યોગિક એકમો નિયત જવાબ આપવામાં ઊણા ઉતર્યા

પર્યાવરણ દિવસ ઓઝોન દિવસ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રદુષણ નાથવા જાગૃત કરવામાં આવે છે

 

અબતક, રાજકોટ

સમગ્ર ભારત વર્ષમાં પ્રદૂષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે પછી તે માત્ર હવા થકી થતું પ્રદૂષણ હોય કે અન્ય માધ્યમો થકી પ્રદૂષણ હોય. ત્યારે આ સ્થિતિ આવનારા સમયમાં જોવા ન મળે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ બોર્ડ એકમો દ્વારા તેની ગંભીરતાથી નોંધ પણ લેવામાં આવી રહી છે. અને ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવતા નજરે પડતાં હોય છે પરંતુ તેના ઉપર કયા પ્રકારના પગલાં લેવાય છે તે પણ એટલા જ જરૂરી છે આ તકે રાજકોટ ખાતે આવેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત એક વર્ષમાં 100 થી વધુ ત્રણ કારણ નોટિસ પાઠવવામાં આવેલી છે એટલું જ નહીં 12 જેટલા ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ પણ પાઠવાઈ છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકોટ ના અધિકારીઓ દ્વારા એ વાત પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે ગત એક વર્ષમાં જે નોટિસો ઔદ્યોગિક એકમોને પાઠવવામાં આવેલ છે તેના ઘણા ખરા કારણો છે જેમાં સૌથી મોટું કારણ એ છે કે ઘણાખરા ઉદ્યોગો બોર્ડની મંજૂરી વગર પોતાના એકમો શરૂ કરી દીધેલા છે એટલું જ નહીં, દ્વારા છોડવામાં આવતાં ગંદા પાણીની સાથોસાથ હવા પ્રદૂષણ પણ મુખ્ય કારણ બને છે પરિણામે આ તમામ વધુ એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી અને નિયત 15 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો જે સમયગાળા દરમિયાન તેઓ ઉદભવી થયેલી નોટિસની પૂર્તતા કરી શકે.

જ્યારે 12થી વધુ એવા ઔદ્યોગિક એકમો છે કે જેઓને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવેલ હોય અને તેમનું લાઈટ કનેકશન કપાયું હોય. વિભાગના અધિકારીઓ દ્વારા એ વાતની પણ માહિતી આપવામાં આવી હતી કે આ ક્લોઝર નોટિસ એકમોને પાથરવામાં આવતી હોય છે જેવો નિયત સમયમાં પૂર્તતા કરી શક્યા ન હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ જરૂરી પુરાવાઓ આપી શક્યા ન હોય. બીજી તરફ  ઉદ્યોગિક એકમો જરૂરી તમામ પુરાવાઓ પરત કરે  તે સમયે પરી તેમનું લાઈટ કનેક્શન જોડી દેવામાં આવે છે. આ પ્રકારના ગંભીર પગલા લેવા ના કારણે ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ને અટકાવવા માટે હાલ અસરકર્તા સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલની યુવાપેઢી પણ પ્રદુષણ નાથવા માટે જાગૃત થાય તે માટે પર્યાવરણ દિવસની સાથોસાથ ઓઝોન દિવસ નું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવતો હોય છે.

વધુમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે ઔદ્યોગિક એકમો કોઈપણ પ્રકારે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નિયમોનો ઉલાળીયો કરતા નજરે પડે તો તેમના ઉપર આકરા પગલાં પણ લેવામાં આવશે. સરકાર આત્મનિર્ભર ભારત ની પણ વાત કરી રહી છે ત્યારે નવા સર્જકો જે ઊભા થશે તે પણ પ્રદૂષણ ન ફેલાવે તે માટે તેઓને જાગૃત કરવા ખૂબ જરૂરી અને અનિવાર્ય બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે જે વર્ષે જે પ્રમાણમાં નોટિસ પાઠવવામાં આવેલ હોય તેનું પ્રમાણ આવતા એટલે કે નવા વર્ષમાં ઓછું થાય અને તે ત્યારે જ શક્ય બની શકે જ્યારે ઉદ્યોગકારો પોતાની મહત્વતા સમજે અને પ્રદુષણ અટકાવવા માટે કાર્યરત થાય.

સમગ્ર રાજ્યમાં 100 દિવસના કાર્યક્રમનું કરાયું આયોજન

સમગ્ર ભારતમાં પ્રદૂષણને નાથવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે વિશેષ રૂપથી ગુજરાતમાં 100 દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદૂષણ બોર્ડ નો સૌથી મોટો હેતુ એ છે કે તો દિવસના સમયગાળા દરમ્યાન જે પ્લાસ્ટિક એકત્રિત થયેલું હોય છે જે આ પ્લાસ્ટિક વેસ્ટ જોવા મળતો હોય તેને સંગ્રહિત કરી વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવામાં આવવો જોઇએ જેથી તે પ્રદૂષણ ન ફેલાવી શકે. આ અભિયાનને ધ્યાને લઇ સમગ્ર રાજ્યમાં એક લાખ કિલો પ્લાસ્ટિકનો જથ્થો ભેગો કરવામાં આવ્યો છે જેનો નિકાલ વહેલાસર કરાશે. અભિયાન બીજી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને જે સિદ્ધિ હાકલ કરવામાં આવી છે તે ખુબ જ સરાહનીય છે અને આવનારા સમયમાં હજુ પણ આ પ્રકારના અભિયાનો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.